સેલ્સમેનની નોકરીને લઈને અરશદ વારસીએ તોડ્યું મૌન, કહ્યું – ‘મેં ક્યારેય પણ કોઈ…’

0
1507

બોલીવુડના સર્કીટના નામથી ઘરે ઘરે છવાયેલા અશરદ વારસીએ પોતાના જીવનમાં ઘણા ઉતાર ચડાવ જોયા છે. અશરદ વારસીને સર્કીટ સુધીની સફર પાર પાડવામાં ઘણી મુશ્કેલીઓનો પણ સામનો કરવો પડ્યો. પોતાની કારકિર્દીમાં સફળ થવા માટે ન માત્ર તેમણે મહેનત કરવી, પરંતુ ઘણી વસ્તુનો ત્યાગ પણ કરવો પડ્યો. તે કડીમાં પોતાના જીવનના સંઘર્ષોને યાદ કરતા અશરદ વારસીએ હાલમાં જ એક ઈન્ટરવ્યું આપ્યું, જેમાં તેમણે પોતાના જીવન વિષે ઢગલાબંધ વાતો પણ કરી. આવો જાણીએ તેના વિષે વિગતવાર માહિતી.

ફિલ્મી દુનિયાના સુપરસ્ટારનું બિરુદ પોતાના નામે કરનારા અશરદ વારસીએ પોતાની કારકિર્દીમાં ઘણો પરસેવો વહાવ્યો છે. તેવામાં પોતાના સંઘર્ષોને યાદ કરતા તેમણે આખી દુનિયા સામે પોતાના મનની વાત રજુ કરી અને જણાવ્યું કે, ખરેખર કેવી રીતે તેમણે આ સ્થાન પ્રાપ્ત કર્યું અને હવે તેનું ધ્યેય શું છે? અશરદ વારસીએ હંમેશા ફિલ્મોમાં સપોટીંગ પાત્ર નિભાવ્યા છે, જેને તેના ફેંસ દ્વારા ખુબ પસંદ કરવામાં આવે છે. એટલું જ નહિ, આ સંઘર્ષને જોતા તેમણે પોતાના બાળકોને પણ ખાસ સલાહ આપી છે.

કોઈ કામ નાનું મોટું નથી હોતું – અશરદ વારસી :

અશરદ વારસીએ પોતાની સફરને યાદ કરતા જણાવ્યું કે, મેં મારા કરિયરની શરુઆત સેલ્સમેનની નોકરી કરીને શરુ કરી હતી, જો કે મારા જીવનની પહેલી કમાણી હતી. તેવામાં આજે પણ કોઈ પણ કામને નાનું કે મોટું નથી સમજતો. એટલે કે અશરદ વારસી આજે પણ જમીન સાથે જોડાયેલા છે, અને લોકો તેના વિષે જાણવા અને વાંચવા માંગે છે. અશરદ વારસીએ પોતાની ફિલ્મી કારકિર્દીમાં પણ ઘણો પરસેવો વહાવ્યો, અને એક સમય એવો હતો જયારે તેને કામ પણ મળતું ન હતું. પરંતુ પાછળથી તેની છાપ બદલાઈ ગઈ અને પછી તેની લોટરી લાગી.

બાળકોને લઈને કરી આ વાત :

અશરદ વારસીએ જણાવ્યું કે, ઘણું સારું લાગે છે કે જયારે બાળકો મારા વિષે ગુગલ કરીને વાંચે છે. કેમ કે તેમને પણ ખબર હોવી જોઈએ કે, ઘણો સંઘર્ષ કરો એ પછી તેને સફળતા પાપ્ત થશે, તે સાચી સફળતા હશે. અશરદ વારસીએ પોતાના બાળકોનો ઘણો જ સારો ઉછેર કર્યો છે, અને તેમના બાળકો હાલમાં લાઈમલાઈટથી દુર રહે છે.

મુન્નાભાઈની આગળની સીરીઝ માટે ઉત્સાહિત :

અશરદ વારસીને જયારે મુન્નાભાઈ સીરીઝ વિષે પૂછવામાં આવ્યું તો તેમણે જણાવ્યું કે, હું નિર્દેશકને એ પૂછી રહ્યો છું અને મને ખબર છે કે તે સ્ટોરી લખી રહ્યા છે, પરંતુ કલાઈમેક્સને લઈને અટક્યા છે. તેવામાં કોઈ પણ દિવસે તેનો ફોન આવી શકે છે અને શુટિંગ શરુ થઈ શકે છે. એટલે કે મુન્નાભાઈની આગળની સીરીઝને લઈને શુટિંગ કોઈ પણ સમયે શરુ થઇ શકે છે, જેના માટે તૈયારીઓ પણ થઇ ગઈ છે, અને તેના માટે અશરદ વારસી પણ ઘણા ઉત્સાહિત છે.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.