કેમ અર્ણબ ગોસ્વામીને અલીબાગ જેલના COVID-19 કેન્દ્રમાં રહેવું પડ્યું, જાણો શું છે સંપૂર્ણ મામલો.

0
216

અર્ણબ ગોસ્વામીએ અલીબાગ જેલના COVID-19 કેન્દ્રમાં પસાર કરવી પડી પહેલી રાત, જામીન અરજી પર આજે સુનાવણી. રિપબ્લિક ટીવીના એડિટર-ઈન-ચીફ અર્ણબ ગોસ્વામી, જેની એક ઇન્ટિરિયર ડિઝાઈનરની આત્મહત્યાના કેસમાં ધરપકડ કરવામાં આવી છે, તેણે સ્થાનિક સ્કૂલમાં રાત પસાર કરવી પડી છે. તે સ્કૂલ અલીબાગ જેલના કોવિડ-19 કેન્દ્રના રૂપમાં ઉપયોગમાં લેવામાં આવી રહી છે.

મહારાષ્ટ્ર્રના રાયગઢ જિલ્લાના અલીબાગની એક અદાલતે બુધવારે ગોસ્વામી અને બે અન્ય આરોપીઓને 2018 માં આત્મહત્યા માટે ઉશ્કેરવાના કેસમાં 18 નવેમ્બર સુધી ન્યાયિક કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યા છે. પોલીસે 14 દિવસ માટે ગોસ્વામીની કસ્ટડી માંગી હતી, અદાલતે કહ્યું કે કસ્ટડીમાં પૂછપરછની જરૂર નથી.

અધિકારી અનુસાર બુધવારે રાત્રે ગોસ્વામીને શહેરની એક સરકારી હોસ્પિટલમાં ચિકિત્સા પરીક્ષણ માટે લઇ જવામાં આવ્યા હતા. ચિકિત્સા પરીક્ષણ પછી તેમને અલીબાગ નગર પરિષદ સ્કૂલમાં લઇ જવામાં આવ્યા, જે અલીબાગ જેલના કોવિડ-19 કેંદ્રના રૂપમાં ઉપયોગમાં લેવાઈ રહી છે, અને તેમણે ત્યાં રાત રહેવું પડ્યું.

તેમજ, ભાજપના ધારાસભ્ય રામ કદમે ગોસ્વામીની ધરપકડને લઈને ગુરુવારે રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારી સાથે મુલાકાત કરી. ધારાસભ્યએ પોલીસ વિરુદ્ધ કાર્યવાહીની માંગણી કરી છે. જણાવી દઈએ કે, રિપબ્લિક ટીવી દ્વારા બાકી રકમની ચુકવણી ન કરવા પર આર્કિટેક્ટ-ઇન્ટિરિયર ડિઝાઈનર અન્વય નાઈક અને નાઈકની માં ની આત્મહત્યાના સંબંધમાં ગોસ્વામી અને બે અન્ય લોકો વિરુદ્ધ આઇપીસીની ધારા 306 (આત્મહત્યા માટે ઉશ્કેરવા) અને 34 (સામાન્ય ઈરાદા) અંતર્ગત કેસ દાખલ કરવામાં આવ્યો હતો. આ કેસમાં અન્ય લોકો બે આરોપી ફિરોઝ મોહમ્મદ શેખ અને નિતેશ શારદાને પણ બુધવારે અલીબાગ અદાલતમાં રજુ કરવામાં આવ્યા અને 18 સુધી ન્યાયિક કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યા.

નાઈકે પોતાની સુસાઇડ નોટમાં ગોસ્વામી, શેખ અને સારદાના નામોનો ઉલ્લેખ કર્યો હતો. પોલીસે કહ્યું કે સુસાઇડ નોટને પુણેમાં લખાણ વિશેષજ્ઞો પાસે મોકલવામાં આવી છે, અને 2 નવેમ્બરે બોમ્બે હાઇકોર્ટમાં એક યાચિકા દાખલ કરીને કેસમાં એફઆઈઆરને રદ્દ કરવાની માંગણી કરી હતી. ગુરુવારે જસ્ટિસ એસ કે શિંદે અને એમ એસ કર્ણિકની ખંડપીઠ દ્વારા તેના પર સુનાવણી કરવામાં આવશે.

જણાવી દઈએ કે, રાયગઢ પોલીસની ટીમે બુધવારે સવારે અર્ણબ ગોસ્વામીની તેમના મુંબઈના લોઅર પરેલમાં આવેલા ઘરમાંથી ધરપકડ કરી હતી. પોલીસ દ્વારા તેમને પોલીસ વેનમાં ધકેલતા દેખાડવામાં આવ્યા, અને દાવો કરવામાં આવ્યો છે કે જતા પહેલા પોલીસ દ્વારા તેની સાથે મારપીટ કરવામાં આવી હતી. તે સિવાય મુંબઈ પોલીસે ગોસ્વામી, તેમની પત્ની, દીકરા અને બે અન્ય વ્યક્તિ વિરુદ્ધ એક પોલીસ અધિકારીને રોકવા, મારપીટ કરવા, મૌખિક રૂપથી ગાળો આપવા અને ડરાવવા માટે એક એફઆઈઆર દાખલ કરી છે.

આ માહિતી જાગરણ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.