આઝાદી પછી સૌ પ્રથમ વાર સેનાની વર્દીનું કાપડ બનશે સુરત શહેરમાં, અત્યાર સુધી અહીંથી મંગાવતા હતા.

0
390

સુરત નિખારશે સેનાની સૂરત : આઝાદી પછી પહેલી વાર સેનાની વર્દીનું કાપડ દેશમાં બનશે, અત્યાર સુધી આ દેશોમાંથી આવતું હતું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આત્મનિર્ભર ભારત મંત્રને ભારતીય સેનાએ પણ અપનાવ્યો છે. દેશની પોલીસ ફોર્સ અને મિલિટ્રી માટે ડિફેંસ ફેબ્રિક અત્યાર સુધી ચીન, તાઇવાન અને કોરિયાથી મંગાવવામાં આવતા હતા, પણ આઝાદી પછી પહેલી વાર હવે આ કાપડ સુરતમાં તૈયાર થશે.

સુરતની ટેક્સ્ટાઇલ મિલને સેના તરફથી 10 લાખ મીટર ડિફેંસ ફેબ્રિક તૈયાર કરવાનો પહેલો ઓર્ડર મળ્યો છે. ડિફેંસ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગોનાઇઝેશન (DRDO) ની ગાઇડલાઇન અનુસાર આ કાપડ તૈયાર થઈ રહ્યું છે. પોલીસ ફોર્સ, મિલિટ્રીના 50 લાખથી વધારે જવાનો માટે દર વર્ષે 5 કરોડ મીટર ફેબ્રિક વપરાય છે.

લક્ષ્મીપતિ સમૂહના એમડી સંજય સરાવગી અનુસાર, DRDO, CII ના દક્ષિણ ગુજરાત સંગઠનના પદાધિકારી અને સુરતના કાપડ ઉદ્યમીઓની સપ્ટેમ્બરમાં વર્ચુયલ બેઠક થઈ હતી. તેમાં સુરતની ટેક્સ્ટાઇલ ઇન્ડસ્ટ્રીને અનુરોધ કરવામાં આવ્યો હતો કે, તે દેશની ત્રણેય સેનાઓ સહીત વિવિધ સૈન્ય દળોની જરૂરિયાતનું કાપડ તૈયાર કરે.

2 મહિનામાં તૈયાર થશે કાપડ : દિવાળી પહેલા જ ડિફેંસ ફેબ્રિકનું સેમ્પલ ટેસ્ટિંગ માટે મોકલી દેવામાં આવ્યું હતું. એપ્રુવલ મળ્યા પછી 5-7 મોટા ઉત્પાદકોની મદદથી આ કાપડ તૈયાર કરવામાં આવી રહ્યું છે. તેને આવનારા બે મહિનામાં તૈયાર કરવાનું છે. સંજય સરાવગી અનુસાર ડીઆરડીઓની ગાઇડલાઇનના હિસાબે લેબ અને જરૂરી ક્ષમતાવાળા શ્રમિકોની વ્યવસ્થા કરવામાં આવી, ત્યારબાદ વિશેષ દેખરેખમાં આ ફેબ્રિક તૈયાર કરવામાં આવ્યું.

અમારા માટે સૌથી મોટો પડકાર એ હતો કે તેની હાઈ ટિનૅસિટિ (ઉચ્ચ દૃઢતા) સાથે કોઈ સમાધાન ન થાય. એટલા માટે તેને હાઈ ટિનૅસિટિ યાર્ન (high tenacity yarn) માંથી જ તૈયાર કરવામાં આવી રહ્યું છે. ત્યારબાદ તેને પંજાબ-હરિયાણાના ગારમેન્ટ યુનિટને મોકલી દેવામાં આવશે. અહીં પ્રોસેસિંગ દ્વારા કાપડની ગુણવત્તા વધારવામાં આવશે. ત્યારબાદ તેમાંથી બુટ, પેરાશૂટ, યુનિફોર્મ અને બુલેટપ્રુફ જેકેટ, બેગ તૈયાર કરવામાં આવશે. જણાવી દઈએ કે, સુરતમાં દેશની જરૂરિયાતનું 65% કાપડ તૈયાર થાય છે.

ડિફેંસ ફેબ્રિકને હાથથી ફાડવું શક્ય નથી : સુરક્ષા ક્ષેત્ર માટે કાપડ બનાવનાર ઉદ્યોગ સંચાલકોનું કહેવું છે કે, આ કાપડ હાઈ ટિનૅસિટિ યાર્નમાંથી તૈયાર થાય છે. તે એટલું મજબૂત હોય છે કે તેને હાથોથી નથી ફાડી શકાતું. DRDO અંતર્ગત આવતી ઇન્ડસ્ટ્રી ઇન્ટરફેસ એન્ડ ટેક્નોલોજી મેનેજમેન્ટના ડાયરેક્ટર ડો. મયંક દ્વિવેદી અનુસાર અત્યાર સુધી ડિફેંસ ફેબ્રિક વિદેશમાંથી મંગાવતા હતા. સમયની માંગને જોતા DRDO પણ આત્મનિર્ભર મંત્ર અપનાવી રહ્યું છે.

પ્રોફાઈલ ફોટો પ્રતિકાત્મક છે (સોર્સ – ગુગલ).

આ માહિતી દૈનિક ભાસ્કર અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.