શું તમે પૈસાની કમીથી દુ:ખી છો? તો બોલો હનુમાનજીનો આ મંત્ર, થશે તમારી મુશ્કેલી દૂર.

0
1164

મિત્રો, વર્તમાન સમયની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને એવું કહી શકાય કે, સારી રીતે જીવન જીવવા માટે પૈસા ઘણી જ મહત્વની વસ્તુ છે. અને જો પૈસાની તંગી હોય તો વ્યક્તિએ પોતાના જીવનમાં ઘણા પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. તમે પણ નોંધ્યું હશે કે, જે લોકો પાસે ઘણા બધા પૈસા હોય છે તે શાંતિમય જીવન જીવી શકે છે. એવું નથી કે પૈસા હોય એટલે એમને કોઈ જાતની મુશ્કેલી નથી આવતી, મુશ્કેલી તો એમને પણ આવે છે પણ એમની પાસે આર્થિક ટેકો હોય છે, એટલે તે સરળતાથી એમાંથી બહાર નીકળી જાય છે.

એ સિવાય આ વાત પણ ઘણી મહત્વની છે કે, તે પૈસા કેવી રીતે કમાવામાં આવ્યા છે? જો વ્યક્તિ ઇમાનદારીથી પૈસા કમાય છે, તો તેને તે પૈસાથી ખુશી અને સુખ મળે છે, જ્યારે ખોટી રીતે કમાણી કરેલા પૈસાથી દુઃખ જ દુઃખ મળે છે. મિત્રો, ધનની કમી મનુષ્યના આનંદ ઉપર હુમલો કરી દે છે. તેની ઈચ્છા તો ઘણી છે, કે તેની પાસે ખૂબ પૈસા હોય અને તે તેના માટે મહેનત પણ કરે છે. પરંતુ તેના દ્વારા કરવામાં આવેલી મહેનતનું તેની ઈચ્છા મુજબનું ફળ નથી મળતું. જો તમારી સાથે પણ એવું થાય છે તો ચિંતા કરવાની જરૂર નથી. એવું કેમ? તો આવો તમને જણાવીએ.

મિત્રો, તુલસીદાસ વિષે તો તમે જાણતા જ હશો. એમનો પરિચય આપવાની જરૂર નથી. એમના દ્વારા રચિત હનુમાન ચાલીસાની આ ચોપાઈ “अष्टसिद्धि नवनिधि के दाता, अस वर दीन जानकी माता” તમને યાદ જ હશે. એમાં જણાવ્યા અનુસાર, હનુમાનજી બળવાન હોવાની સાથે સાથે તેમને વૈભવના સ્વામી અને દાતા પણ ગણાવ્યા છે. એ જ કારણ છે કે હનુમાનજીની ઉપાસના કરનારા ભક્તને ન માત્ર તન-મનની શક્તિ મળે છે, પણ તે ધનના અભાવ સામે ઝઝૂમી રહેલા ભક્તોના પણ દુ:ખ દુર કરે છે.

આર્થિક મુશ્કેલી સામે લડવા મંગળવાર અથવા શનિવારે કરો આ મંત્રનું ઉચારણ :

મિત્રો, જો તમારા જીવનમાં પૈસાની કમી છે અને એને લીધે ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે, તેમજ તમારા જીવનની ખુશીઓ ઓછી થઇ ગઈ છે, તો નિચે આપવામાં આવેલા મંત્રનું ઉચ્ચારણ મંગળવાર, શનિવાર અને શનિસ્ચરી અમાસના દિવસે કરો.

તમે મંગળવાર અથવા શનિવારના દિવસે સવારે વહેલા ઉઠીને નિત્ય કર્મો પુરા કરીને, સ્નાન કરી સ્વચ્છ થઈને હનુમાન મંદિર અથવા શનિ મંદિરે જાવ. અને ત્યાં પ્રભુને સિંદુર ચડાવો. ત્યારબાદ ચમેલીનું તેલ, ફૂલ, અક્ષત, જનોઈ અને નવેદ્ય ચડાવીને નીચે લખેલાં મંત્રોનો જાપ કરો.

મંત્ર :

ऊँ नमो हनुमते रुद्रावताराय भक्तजनमन: कल्पना-कल्पद्रुमाय दुष्टमनोरथस्तम्भनाय प्रभंजन-प्राप्रियाय महाबलपराक्रमाय महाविपत्तिनिवारणाय पुत्रपौत्रधन-धान्यादि विविधसम्पतप्रदाय रामदूताय स्वाहा

સિંદુરથી ઘરના મંદિરમાં બનાવો સ્વસ્તિકનું ચિહ્ન :

ઉપરના મંત્રનું મનમાં સ્મરણ કર્યા પછી હનુમાનજીની મૂર્તિને ગુગળ, ધૂપ અને દીવડાથી આરતી કરો. ત્યાર પછી પ્રસાદ ગ્રહણ કરો. અને હનુમાનજીના ચરણોમાં રાખવામાં આવેલા સિંદુરને ઘરે લાવી એનાથી ઘરમંદિરમાં સ્વસ્તિકનું ચિન્હ બનાવો. થોડા જ દિવસોમાં તમારી ધન સંબંધિત બધી સમસ્યાઓ દૂર થઈ જશે.

જણાવી દઈએ કે, આ ઉપાય કરીને ઘરે બેસી રહેવાથી કંઈ નથી થવાનું. તમે સાચા મનથી પોતાની મહેનત કરતા રહો. આ ઉપાય તમારી બરકત વધારવામાં મદદ કરશે. ન કે તમને ઘરે બેઠા બેઠા લાડવા આપશે.

મિત્રો, જો તમને અમારો આ લેખ પસંદ આવ્યો હોય, તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તેમજ તમે તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો એ તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરીને લોકો સુધી પહોંચાડી શકીએ. અને ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશની જાણકારી, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.