દેશના આ 5 મોટા અરબપતિની પત્નીઓ પૈસાની આગળ કેવી બદલાઈ ગઈ, જોઈને ભરોષો નહિ થાય.

0
2934

આપણે ત્યાં એક કહેવત છે કે, “ન બાપ બડાના ભૈયા, સબસે બડા રૂપૈયા.” અને આ કહેવત આજના સમયમાં સાચી પણ થઇ રહી છે. તમે ઘણા બધા એવા ઉદાહરણ જોતા હશો જેમાં પૈસા જ મોટા સાબિત થાય છે. અને તમે દુનિયાના કોઈ પણ ખૂણામાં જઈને પૂછી લો કે, શું તમને પૈસાની જરૂર છે? તો લગભગ 90 ટકા લોકો એવું જ કહેશે કે, હા અમને જરૂર છે. અને હોય પણ કેમ નહિ. આજના સમયમાં પૈસાના સિવાય કઈ છે જ નહિ.

જેમની પાસે અઢળક પૈસો હોય એ માણસનું રહેવાનું, ચાલવાનું અને ખાવાનું બધું જ બદલાય જાય છે. અને જે પહેલા દેખાવામાં ખાસ લાગતા નહોતા, તે પણ આજે પૈસાના કારણે ઘણા બદલાઈ ગયા છે. પછી ભલે તે બોલીવુડ સ્ટાર્સ હોય કે મોટો બિઝનેસમેન. આજે અમે તમને પૈસાના કારણે બદલાતા ચહેરાની જાણકારી આપવા જઈ રહ્યા છે. વાંચીને તમને ભરોસો થશે નહિ, કે પૈસા છે તો બધું છે નહીતો કઈ પણ નહિ.

1. નીતા અંબાણી :

આ યાદીમાં પહેલું નામ આવે છે રિલાયન્સ ફાઉન્ડેશનની અધ્યક્ષ અને સંસ્થાપક નીતા અંબાણીનું. તે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીજના એક નોન-એક્ઝિક્યુટીવ નિર્દેશક છે. જણાવી દઈએ કે, તે પહેલી એવી મહિલા છે, જે ઇન્ટરનેશનલ ઓલમ્પિક કમીટીની સભ્ય છે. નીતા જયારે 20 વર્ષની હતી ત્યારે તેમણે મુકેશ અંબાણી સાથે લગ્ન કર્યા હતા. તેમનો પહેલાનો અને હાલનો ફોટો જોઇને તમે જાતે જ અંદાજો લગાવી લો પૈસો શું છે?

2. ટીના અંબાણી :

આ યાદીમાં આગળનું નામ આવે છે અંબાણી પરિવારની બીજી વહુ ટીના અંબાણીનું. આપણે બધા એમને ફિલ્મોથી ઓળખીએ છીએ. ટીના ફેમિના પ્રિંસેસ ઇન્ડિયા વિનર ,છે અને તે ફિલ્મ બાતોં બાતોં મેં, કર્ઝ અને સાઉટેનથી ખુબ લોકપ્રિય થઇ હતી. તેમના લગ્ન અનિલ અંબાણી સાથે થયા છે. તમને જણાવી દઈએ કે ટીનાની ઉંમર 61 વર્ષ છે. આટલી ઉંમર હોવા છતાં પહેલા કરતા હવે તેમના દેખાવામાં ઘણો ફરક છે.

3. અવંતી બિરલા :

જાણકારી માટે જણાવી દઈએ કે, યશ બિરલા ગ્રુપના ચેયરમેન યશવર્ધન બિરલા અને અવંતી બિરલાનાં લગ્ન 26 વર્ષ પહેલા થયા હતા. તે સમય યશ 24 વર્ષના હતા. લેવીશ લાઇફસ્ટાઇલને લઈને તે ‘સિક્સ પૈક બિરલા’ ના નામથી ઓળખાય છે. આ કપલને ત્રણ બાળકો છે જેમાં બે છોકરા અને એક છોકરી છે.

4. સંગીતા જિંદલ :

તમે જાણતા જ હશો કે સંગીતા, સજ્જન જિંદલની પત્ની છે. તે હમણાં જેએસડબ્લ્યુ ફાઉન્ડેશનની અધ્યક્ષ છે, જે જેએસડબ્લ્યુ સમૂહ સામાજિક વિકાસ પરિયોજનાઓ ચલાવે છે. તેમજ તે જિંદલ આર્ટ્સ સેન્ટર પણ ચલાવે છે. તમને જણાવી દઈએ કે, તે 55 વર્ષની થઇ ગઈ છે પણ એમને જોઇને એમની ઉંમરનો અંદાજો કોઈ લગાવી નહિ શકે. તેમનો પહેલાનો અને અત્યારનો લુક જોઇને તમે પૈસાની તાકાત જાણી શકો છો.

5. શલ્લું જિંદલ :

કદાચ તમને ખબર નહી કે, આપણા દેશના પ્રખ્યાત બિઝનેસમેન નવીનની પત્ની શલ્લું જિંદલ એક પ્રખ્યાત કુચીપુડી ડાન્સર છે. 23 વર્ષની ઉંમરમાં શલ્લું નવીન સાથે લગ્નના સંબંધમાં બંધાઈ ગયા હતા. તેમને જોઈને પણ તેમની ઉંમરનો અંદાજો લગાવી શકાશે નહિ. પોતાના પતિની જિંદલ સ્ટીલ એન્ડ પાવરની સીએસઆર શાખાનું નેતૃત્વ કરવા સિવાય, તે ઓપન સ્પેસ જિંદલ ફાઉન્ડેશનની અધ્યક્ષ પણ છે.