અરબના આ 5 ફોટામાં દેખાય છે ત્યાંની અમીરી, ફોટા જોઈને પહોળી થઇ જશે તમારી આંખો

0
657

સાઉદી અરબ આજના સમયમાં દુનિયાના સમૃદ્ધ દેશોમાં ગણવામાં આવે છે. એક સમયે અહીં કાંઈ જ હતું નહિ. લોકો ઘણું સામાન્ય જીવન જીવતા હતા, પણ જેવી જ ત્યાં તેલની શોધ થઈ, તો આ દેશનો રંગ રૂપ બદલાઈ ગયો. આ દેશ દુનિયાના સૌથી અમીર દેશોમાં ગણવામાં આવે છે, અને દરેક વ્યક્તિ ત્યાં જઈને નોકરી કરવા માંગે છે. દર વર્ષે ઘણા બધા ભારતીયો નોકરી કરવા માટે ત્યાં જાય છે.

આ દેશની મોટી મોટી બિલ્ડીંગો આ વાતને સ્પષ્ટ કરી દે છે કે અહીં કેટલા પૈસા છે. પણ આ દેશના અમુક લોકો કેવું જીવન જીવે છે આ વાતનો અંદાજો એના અમુક ફોટા જોઈને લગાવી શકાય છે. આ ફોટા જોઈને તમને આ વાતનો અંદાજો આવી જશે કે આ દેશ કેટલો અમીર છે. અહીંના મોટાભાગના લોકો કોઈ રાજા મહારાજા જેવું જીવન જીવે છે. વિશ્વાસ ન હોય તો પોતે જ જોઈ લો.

સોનાની કારો :

ભારતના સામાન્ય લોકો સસ્તીથી સસ્તી કાર ખરીદવા પહેલા 100 વાર વિચારે છે, અને અહીંના લોકો સોનાની ગાડીઓમાં ફરે છે. આ લોકો પાસે એટલું સોનુ છે કે, એમની પાસે એને મુકવાની જગ્યા નથી હોતી તો તેઓ એને પોતાની કાર અને અહીં સુધી કે ટોયલેટ સીટ પર પણ ચઢાવી દે છે.

પાલતુ પ્રાણી :

જો પાલતુ પ્રાણીની વાત કરીએ તો ભારતમાં લોકો કુતરા લેવાનું પસંદ કરે છે. લોકો પ્રયત્ન કરે છે કે, તે પ્રખ્યાત બ્રીડના કુતરા ખરીદે. પણ જે લોકો એવું નથી કરી શકતા, તો તે પોપટથી કામ ચલાવી લે છે, નહિ તો રસ્તા પર રખડતા કોઈ કૂતરાને પાળી લે છે. પણ સાઉદી અરબના લોકોના પાલતુ પ્રાણી પણ ઘણા ખાસ હોય છે. તેઓ કુતરા જેવા સામાન્ય પ્રાણીને પાળવાનું પસંદ નથી કરતા, પણ સીધા જ ચીત્તા અને સિંહને સાથે લઈને ફરે છે.

સાચા અર્થમાં રાજકુમાર :

અહીંના રાજકુમાર અલ વલીદના ઘરમાં કુલ 317 રૂમ છે. તમે એમના સોનાના સિંહાસનને તો જોઈ જ શકો છો. ભારતની ઘણી હોટલોમાં પણ આટલા રૂમ નથી હોતા. આ ફોટામાં એમની આસ-પાસની દરેક વસ્તુ સોનાની છે. બસ એમને સોનાના દાંત લગાવવાના બાકી રહી ગયા છે. એમણે 4.8 મિલિયન ડોલરની એક ડુકાટી બાઈક પણ ખરીદી હતી, જેમાં દરેક જગ્યાએ હીરા લાગેલા હતા.

આ દેશની પોલીસ પણ લેમ્બોર્ગિનીમાં તમારી ધરપકડ કરવા આવે છે. એવામાં ભલું કોણ અરેસ્ટ થવા નહિ માંગે? હવે એના સ્ટારબક્સને જ લઈ લો. ભારતમાં ઘણા મિત્રો સ્ટારબક્સ પર મળવાની વાત કરે છે, અને પછી ભેગા થઈને એની બહાર વેચાતી ચા પીવે છે. અહીંના સ્ટારબક્સ પણ કોઈ મહેલથી ઓછા નથી દેખાતા. જે લોકો પાસે મહેલ નથી તે કાંઈ નહિ તો કોફી પીવાના બહાને જ મહેલમાં રહેવા વાળી ફીલિંગ લઈ શકે છે.

પર્સનલ લૉન ટેનિસ કોર્ટ :

ભારતના બાળકો રોજ સાંજે પોતાની ગલીઓમાં રમતા જોવા મળશે. એના સિવાય તે રમે પણ ક્યાં, મેદાન તો ધીરે ધીરે ગાયબ થતા જઈ રહ્યા છે. લોકોના રહેવા માટે જ જગ્યા નથી. પણ સાઉદીના લોકો જમીનથી ઘણા ફૂટ ઉપર પોતાના માટે મેદાન બનાવી લે છે. હવે તમે વિચારી રહ્યા હશો કે અહીંના લોકો કેટલા મજામાં છે. એવું વિચારતા પહેલા એક વાર અહીંના અજીબો-ગરીબ કાયદા પણ યાદ કરી લેજો, તમને એવું લાગશે જાણે કે તમે સ્વર્ગમાં છો.

આ માહિતી ફીરકી અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.