અપરા એકાદશી વ્રત : ફક્ત પાપોથી જ નહિ પ્રેત બાધાઓથી પણ મુક્તિ અપાવે છે અપરા એકાદશી વ્રત.

0
1548

મિત્રો, જણાવી દઈએ કે જેઠ મહિનામાં આવતી સુદ એકાદશીને અપરા એકાદશી કહેવામાં આવે છે. આ વખતે આ એકાદશી ૩૦ મે ના રોજ આવશે. અપરા એકાદશીને અચલા એકાદશી, ભદ્રકાળી એકાદશી અને જળક્રીડા એકાદશી પણ કહેવામાં આવે છે. અને અપરા એકાદશીનું વ્રત કરવાથી પુષ્કળ ધન-સંપત્તિ અને માન-સન્માન પ્રાપ્ત થાય છે. અપરા એકાદશીનું વ્રત પાપ સાથે પ્રેત બાધાઓ માંથી પણ મુક્તિ અપાવે છે.

ભગવાન વિષ્ણુની કૃપા અપાવનારા આ વ્રતના મહિમાનું પુરાણોમાં પણ વર્ણન જોવા મળે છે. પદ્મપુરાણ મુજબ અપરા એકાદશીનું વ્રત કરવાથી માણસે પ્રેત યોનીમાં જઈને દુઃખ નથી ભોગવવા પડતા. પ્રેત યોની માંથી મુક્તિ અપાવનારી આ એકાદશીનું નામ અચલા છે.

આ વ્રત સાથે એક પૌરાણિક કથા પણ જોડાયેલી છે, જે આ મુજબ છે. પ્રાચીન સમયમાં મહીધ્વજ નામના એક ધર્માત્મા રાજા હતા, જેનો નાનો ભાઈ વજ્રધ્વજ પાપી અને અધર્મી હતો. તેણે એક રાત્રે તેના મોટા ભાઈ મહીધ્વજની હત્યા કર નાખી. ત્યાર બાદ તેણે મહીધ્વજના મૃત શરીરને જંગલમાં લઇ જઈને પીપળાના ઝાડ નીચે દાટી દીધું. અકાળે મૃત્યુ થવાને કારણે એ ધર્માત્મા રાજાએ પણ પ્રેત યોનીમાં જવું પડ્યું. રાજા પ્રેતના રૂપમાં પીપળામાં રહેવા લાગ્યા અને તે રસ્તે આવવા જવા વાળાને હેરાન કરવા લાગ્યા.

એક દિવસ સદનસીબે તે રસ્તેથી ધોમ્ય નામના ઋષિ પસાર થયા. ઋષીએ જયારે ભૂતને જોયું તો પોતાની તપની શક્તિથી તમામ પરિસ્થિતિ જાણી લીધી. ઋષીએ રાજાને પ્રેત યોની માંથી મુક્તિ અપાવવાનો નિર્ણય કર્યો, અને એ પ્રેતને પીપળાના ઝાડ ઉપરથી ઉતારી એને પરલોક વિદ્યાનું જ્ઞાન આપ્યું.

સંયોગથી તે સમયે જેઠ મહિનાની એકાદશીની તિથી પણ હતી. ઋષીએ અપરા એકાદશીનું વ્રત કર્યું અને એકાદશીનું પુણ્ય રાજાને આપી દીધું. આ પુણ્યથી રાજા પ્રેત યોની માંથી મુક્ત થઇ ગયા અને દિવ્ય દેહ ધારણ કરીને સ્વર્ગમાં જતા રહ્યા.

જાણો વર્ષ ૨૦૧૯માં આગળ ક્યારે અને કઈ એકાદશી આવશે.

જુન :

૧૩ જુન – નિર્જળા એકાદશી

૨૯ જુન – યોગીની એકાદશી

જુલાઈ :

૧૨ જુલાઈ – દેવશયની એકાદશી

૨૮ જુલાઈ – કામદા એકાદશી

ઓગસ્ટ :

૧૧ ઓગસ્ટ – પવિત્રા એકાદશી

૨૬ ઓગસ્ટ – અજા એકાદશી

સપ્ટેમ્બર :

૦૯ સપ્ટેમ્બર – પદ્મા એકાદશી

૨૫ સપ્ટેમ્બર – ઇન્દિરા એકાદશી

ઓક્ટોમ્બર :

૦૯ ઓક્ટોમ્બર – પાપકુશા એકાદશી

૨૪ ઓક્ટોમ્બર – રમાં એકાદશી

નવેમ્બર :

૦૮ નવેમ્બર – દેવપ્રબોધીની એકાદશી

૨૨ નવેમ્બર – ઉત્પત્તિ એકાદશી

ડીસેમ્બર :

૦૮ ડીસેમ્બર – મોક્ષદા એકાદશી

૨૨ ડીસેમ્બર – સફલા એકાદશી

આજનો રજુ કરવામાં આવેલો આ આર્ટીકલ તમને લોકોને જરૂર પસંદ આવ્યો હશે. અને એવા વિશ્વાસ સાથે તમને વિનંતી કરીએ છીએ કે આ આર્ટીકલને તમે તમારા મિત્રો અને સંબંધિઓને વધુ માં વધુ શેર કરશો. જેથી આ આર્ટીકલ અંગેની માહિતી તેમના સુધી પણ પહોંચી શકે અને તેઓ તેનાથી માહિતગાર થઇ શકે, અને તેનો ઉપયોગ તેમના જીવનમાં પણ કરી શકે. આ કાર્ય તો કોઈ પણ જરૂરિયાત વાળાને મદદ કરવા સમાન છે. કેમ કે તમારા શેયર કરવાથી જો કોઈ એક વ્યક્તિના જીવનમાં તે ઉપયોગમાં આવી જાય, તો પણ ઘણું પુણ્યનું કામ ગણવામાં આવશે. તો તમે ખુલ્લા મનથી શક્ય હોય એટલા લોકોને જરૂરથી શેયર કરો એવી અમે આશા રાખીએ છીએ, જય હિન્દ.

આ માહિતી અમર ઉજાલા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.