એપલના કંપનીને 9 અરબ ડોલરનો ઝટકો સ્ટીવ જોબ્સ ના રાજાનામાં જેવું નુકશાન જાણો કેમ

0
955

Iphone અને ipod ને ડિઝાઇન કરવાવાળા જોનાથ ના રાજીનામા આપવાથી કંપનીના માર્કેટ વેલ્યુમાં બહુ ઘટાડો થયો છે. એપલ સ્થાપક સ્ટીવ જોબ્સના રાજીનામાં થી કંપનીને ૧૦ અરબ ડોલર નો ઝાટકો લાગ્યો હતો. એપલ ના ચીફ ડિઝાઇન ઓફિસર જોનાથન ઇર્વ એ છેલ્લે કંપનીને અલવિદા કહી જ દીધું. Iphone અને ipod ને ડિઝાઇન કરવાવાળા જોનાથનનું રાજીનામુ બહુ મોટી ઘટના છે, આ વાત થી એ વાતનો અંદાજો લગાવી શકાય કે કંપનીના શેયર માં ભારે ઘટાડો થયો છે અને એક દિવસ મા જ માર્કેટ વેલ્યુ ૯ અરબ ડોલર ઘટી ગઈ છે.

માર્કેટ વેલ્યુ માં ઘટાડાની નજરે જોઈએ તો કંપની માટે આ ઝટકો સ્ટીવ જોબ્સના રાજીનામાં થી ઓછો નથી. એપલના ફાઉન્ડર અને સીઈઓ સ્ટીવ જોબ્સ એ સ્વાસ્થ્ય ના કારણે જયારે ૨૦૧૧ માં રાજીનામાની ઘોષણા કરી હતી ત્યારે માર્કેટ વેલ્યુ ૧૦ અરબ ડોલર ઘટી ગઈ હતી.

જોનાથન પાછળ એપલ : ફાઇનેશન ટાઈમ્સ ને આપેલ ઇન્ટરવ્યુ દ્વારા રાજીનામાંની ઘોષણા કરવાવાળા જોનાથન હવે પોતાની ડિઝાઇન કંપની ખોલશે, જેનું નામ હશે lovefrom એપલ નું એમના કલાઇન્ટ બનવું પહેલે થી નક્કી છે કંપની વિયરેબલ ટેકનોલોજી અને હેલ્થકેર થી જોડાયેલા મામલામાં એમની સેવા લેશે. જોકે જોનાથન બીજી કંપનીઓ માટે પણ કામ કરશે. તેઓ ૧૯૯૨ માં કંપની સાથે જોડાયા હતા અને ૧૯૯૮ માં imac થી બધા પ્રોજેકટ માટે કામ કર્યું છે. અમેરિકા અને ચીન વચ્ચે ટૈરિફ વોર ની એપલ પર ઘણી ખરાબ અસર થઈ છે. ૨૦૦૨ પછી પહેલી વાર કંપનીને પોતાની આવક નો દર ઘટાડવો પડ્યો. જોનાથન થી પહેલા પણ ઘણા વરિષ્ઠ અધિકારીઓ એ કંપની નો સાથ છોડી દીધો છે. ચીફ રિટેલ ઓફિસર એગીલા અરેન્ડટ્સ એ ફેબ્રુઆરી માં રાજીનામુ આપી દીધું. આ સિવાય ગયા વર્ષે એપલ ઇન્ડિયા ના ૩ વરિષ્ઠ સેલ્સ અધિકારીઓ એ રાજીનામુ આપી દીધું હતું. એપલ સૌથી પહેલા ૧ ટ્રીલિયન મૂલ્ય ની કંપની બની હતી. આ સમયે તેની માર્કેટ વેલ્યુ ૯૧૯ અરબ ડોલર છે. સ્ટીવ જોબ્સ માટે જોનાથન ઘણા ખાસ હતા એક વાર સ્ટીવ જોબ્સે કહ્યું હતું કે , ‘એપલ માં જો કોઈ મારુ આત્મિક મિત્ર હતું તો તે છે જોની. જોની અને મેં મોટા ભાગે બધી પ્રોડક્ટસ માં સાથે કામ કર્યું છે.

તે દરેક પ્રોડક્ટ માટે મોટા થી લઈ ને નાની બારીક વસ્તુઓ પર કામ કરે છે. આથી તે સીધું મારા માટે કામ કરે છે. એપલ માં મારા પછી તેના પાસે સૌથી વધુ ઓપરેશનલ પાવર છે. એપલમાં કોઈ નથી જે તેને કહી શકે કે શુ કરવું જોઈએ અને શું ના કરવું જોઈએ?

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી માટે, ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું.

આ માહિતી નવ ભારત ટાઈમ્સ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.