અનુપમા શો માં દેખાતી આ એક્ટ્રેસ છે મિથુન ચક્રવર્તીની વહુ, આ કારણે ફિલ્મોમાંથી ટીવી જગતમાં લીધી એન્ટ્રી.

0
183

કાવ્યાના પાત્રને લઈને કેવું છે સાસુ યોગિતા બાલીનું રીએક્શન, મદાલસા શર્માએ કર્યો ખુલાસો.

રુપાલી ગાંગુલી, સુધાંશુ પાંડે અને મદાલસા શર્મા સ્ટારર ‘અનુપમા’ ટીવી શો ને દર્શકોનો પુષ્કળ પ્રેમ મળી રહ્યો છે. આ અઠવાડિયે અનુપમાએ ફરીથી અત્યાર સુધીની સૌથી વધુ ટીઆરપી મેળવીને રેકોર્ડ તોડી નાખ્યો. જ્યારથી અનુજ કપાડીયા ઉર્ફ ગૌરવ ખન્નાની એન્ટ્રી થઇ છે ત્યારથી અનુપમાની ટીઆરપી ઘણી ઉપર આવી રહી છે. અનુપમાના કોલેજ ફ્રેન્ડ તરીકે અનુજની એન્ટ્રી થઇ છે. શો ના ફેન્સ અનુપમા અને અનુજની દોસ્તીને શો માં ખુબ પસંદ કરી રહ્યા છે.

અનુપમા શો ની સૌથી સારી વાત એ છે કે, તેના દરેક પાત્રને દર્શકોએ પસંદ કર્યા છે. અને અનુપમા હોય, વનરાજ હોય, અનુજ હોય કે પછી કાવ્યા, દરેક પાત્રએ આ શો ને ખાસ બનાવી દીધો છે. શો માં કાવ્યાની ભૂમિકા ભજવવા વાળી એક્ટ્રેસ મદાલસા શર્માને તેના નેગેટીવ રોલને કારણે ઘણી ખરાબ કૉમેન્ટ્સ મળી છે.

મદાલસા શર્માએ હમણાં હાલમાં જ એ જણાવ્યું છે કે, અનુપમામાં તેમના ગ્રે શેડ પાત્ર ઉપર મિથુન ચક્રવર્તી અને તેમની પત્ની યોગિતા બાલી (મદાલસાના સાસુ-સસરા) ની કેવી પ્રતિક્રિયા રહી છે. મદાલસા શર્માએ જણાવ્યું કે, મારી સાસુને મને શો માં જોવામાં મજા આવે છે. તે શો માં મારા ચરિત્રને એવી રીતે જ જુવે છે જે રીતે હું જોઉં છું. મને લાગે છે કે, કાવ્યા સ્વત્રંત છે અને તે જે ઈચ્છે છે તે મેળવવા માટે શક્ય એટલા તમામ પ્રયત્ન કરે છે.

અનુપમા સ્ટાર મદાલસા જણાવે છે કે, મને લાગે છે કે અસલ જીવનમાં આપણે બધા એવા જ છીએ અને કાવ્યાની ભૂમિકા ઘણી રીલેવેંટ છે. મારા માતા પિતા અને મારા સાસરીયા વાળા બંને મને જોવાનું પસંદ કરે છે. મારા પતિ (મિમોહ) ને પણ એવું જ લાગે છે. મદાલસાએ એ પણ કહ્યું કે, ઘરે તેમનું કુટુંબ કામ સિવાય બીજી વસ્તુ વિષે વાત કરવાનું વધુ પસંદ કરે છે.

થોડા મહિના પહેલા મદાલસા શર્માના સસરા મિથુન ચક્રવર્તી અનુપમા ટીમને સરપ્રાઈઝ આપવા માટે સેટ ઉપર આવ્યા હતા. તે ફિલ્મ સીટીમાં એક પ્રોજેક્ટનું શુટિંગ કરી રહ્યા હતા અને મદાલસા માટે અનુપમાના સેટ ઉપર આવી ગયા હતા. મદાલસા શર્માએ જણાવ્યું કે, તેને ખબર ન હતી કે તે ફિલ્મ સીટીમાં શુટિંગ કરી રહ્યા હતા અને તેમણે સેટ ઉપર જવાનો પ્લાન બનાવ્યો હતો. મિથુન ચક્રવર્તી અને તેમની પત્ની યોગિતા બાલીએ મદાલસાને ચોંકાવી દીધી હતી અને બધા તેમના આવવાથી ખુશ હતા.

અને છેવટે એક ખાસ વાત. ટીવી સીરીયલ અનુપમામાં કાવ્યાનું પાત્ર પહેલા કોઈ બીજી અભિનેત્રીને ઓફર થયું હતું. પણ કો-વી-ડ પોઝેટીવ હોવાને કારણે અભિનેત્રીએ ટીવી સીરીયલમાં કામ કરવાની ના કહી દીધી. ત્યાર પછી આ પાત્ર મદાલસાને ઓફર થયું.

મદાલસાએ એક લીડીંગ મીડિયા હાઉસને આપેલા ઈન્ટરવ્યુંમાં જણાવ્યું હતું કે, કામની સાથે જોડાયેલી બાબતો વિષે તે પોતાના પતિ અને સાસરીયાને પૂછતી રહે છે. જયારે તેમને ટીવી સીરીયલની ઓફર મળી તો એક વખત તેમના મનમાં વિચાર આવ્યો કે, ફિલ્મો છોડીને ટીવી સીરીયલ કરવું કેટલું યોગ્ય રહેશે? તેના વિષે તેમણે પોતાના પતિ અને સસરાને પણ પૂછ્યું ત્યારે તેમણે જ સલાહ આપી કે, તે સીરીયલની ઓફર સ્વીકારી લેવી જોઈએ. ત્યાર પછી કાવ્યાના પાત્ર વિષે સાંભળીને તેમને વધુ મજા આવી. તે ઘણો પડકારપૂર્ણ રોલ છે અને તેને ભજવીને તેમને ઘણું સારું લાગી રહ્યું છે.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.