જાણો શા માટે પુત્ર જ અંતિમ સંસ્કાર કરે છે? આ છે ચોકાવનારું પૌરાણિક રહસ્ય

0
8661

શું તમે જાણો છો કે પુત્ર જ કેમ અંતિમ સંસ્કાર કરે છે? અહીં જાણો તેનું ચોકાવનારું પૌરાણિક રહસ્ય

હિન્દુ ધર્મની માન્યતાઓ પ્રમાણે દરેકના મૃત્યુ પછી એનો અંતિમ સંસ્કાર પુત્ર કરતો હોય છે. અંતિમ સંસ્કારમાં મૃત્યુ પછી શબને એના પુત્ર દ્વારા અગ્નિ આપીને દાહ ક્રિયા કરવામાં આવે છે. હિન્દુ ધર્મમાં એવું કહેવાય છે કે માનવ જીવનમાં સોળ પ્રકારના સંસ્કારો હોય છે. જેમાં અંતિમ સંસ્કાર અંત્યેષ્ઠિ ક્રિયા સંસ્કાર છે. તેમાં દશગાત્ર-વિધાન, શોડશ-શ્રાદ્ધ, સંપિન્ડીકરણ જેવી વસ્તુઓ હોય છે.

સાથે જ એવું પણ કહેવામાં આવે છે કે માનવનું શરીર બે પ્રકારે જીવન જીવતું હોય છે. એક સૂક્ષ્મ શરીર, બીજું સ્થૂળ શરીર. સ્થૂળ શરીર એટલે કે આપણે જોઈ શકીએ તે, સ્પર્શ કરી શકીએ તેને અનુભવ કરી શકીએ છીએ તે. પરંતુ સૂક્ષ્મ શરીરને આપણે માત્ર અનુભવ કરી શકીએ છીએ.

એવી માન્યતા છે કે મનુષ્યનું સૂક્ષ્મ શરીર 17 પદાર્થો- એટલે કે 5 કર્મેન્દ્રિયો, 5 જ્ઞાનેન્દ્રિયો, 5  પ્રાણ વાયુ, મન અને બુદ્ધિને લઈને સ્થૂળ શરીરમાં પ્રવેશ કરે છે. જ્યારે માણસનું મૃત્યુ થઈ જાય છે તો આ 17 પદાર્થોને લઈને જીવ સ્થૂળ શરીરની બહાર નિકળી જાય છે.

દરેકના મનમાં આ સવાલ આવે છે, કે અંતિમ સંસ્કાર પુત્ર જ શા માટે કરે? એવું એટલા માટે કરવામાં આવે છે કારણ કે પિતાના વીર્યથી ઉત્પન્ન પુત્ર પિતાની સમાન જ વ્યવહાર વાળો હોય છે. હિન્દુ ધર્મમાં પણ પુત્રનો અલગ અર્થ છે. હિન્દુ ધર્મ પ્રમાણે ‘पु’ અર્થાત્ નરકથી ‘त्र’ ત્રાણ કરવાનું હોય છે. જેનો અર્થ પિતાને નરકથી કાઢીને ઉત્તમ સ્થાન પ્રદાન કરવું તે જ પુત્રનું કર્મ છે. એટલા માટે ‘पुत्र’ જ અંતિમ સંસ્કાર કરે છે.

શરીરને શા માટે બાળવામાં આવે છે :

એવું માનવામાં આવે છે કે શરીરને બાળવાનું કારણ મૃત વ્યક્તિને મુક્ત કરાવવાનું હોય છે. એવું કહેવાય છે કે અગ્નિ સંસ્કારથી મૃત શરીર પાંચ તત્વોનું ઋણ ચુકવે છે. ત્યારબાદ તેને ગંગામાં વિસર્જિત કરવામાં આવે છે. આ બધી ક્રિયાઓ પછી જ મૃત આત્માનો સંબંધ પૂર્વ શરીરથી અલગ પડે છે. ત્યારબાદ પણ શ્રાદ્ધ ક્રિયાઓ દ્વારા પ્રદત્ત સામગ્રીઓથી તૃપ્ત થઈને તે પ્રેત શરીરને છોડી દે છે.

આ વિધિમાં અંતિમ સંસ્કાર કરતાં પહેલાં શબને નવડાવવું, પુષ્પ વિખેરવા, માળા પહેરાવવી, શાલ ઓઢાડવી, શબ યાત્રમાં સમ્મિલિત થવું વગેરે શ્રાદ્ધની નિશાની છે. ચિતામાં વપરાતા નારિયેળ, ચંદન, દેવી ઘી, શુદ્ધ કેસર, સોનું વગેરેના પ્રયોગથી પ્રદૂષણ કંટ્રોલ થાય છે. તો મંત્રોના ઉચ્ચારણથી આત્માની શાંતિ થાય છે.

દાહ કરતી વખતે શબનું માથુ ઉત્તર તથા પગ દક્ષિણ દિશામાં હોવા જોઈએ. તો અગ્નિ આપતાં પહેલાં શબનો પુત્ર જળથી ભરેલા કળશને પોતાના ડાબા ખભા ઉપર લઈને શબની એક પરિક્રમાં માથા પાસેથી શરૂ કરે છે અને પરિક્રમા પૂરી થયા પછી માટલીને નીચે પાડીને ફોડી દે છે. આ રીતે તે અંતિમ સંસ્કારની વિધિ પૂરી કરે છે.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર.