તારક મેહતા કા ઉલ્ટા ચશ્માની ‘અંજલિ ભાભી’ એ આ કારણે નથી કર્યું કમબેક, જાણીને થઇ જશો ચકિત

0
180

નાના પડદા પછી હવે મોટા પડદા પર દેખાશે તારક મેહતાની અંજલિ ભાભી, જાણો ફરી કેમ શો માં દેખાઈ નહિ. ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ (Taarak Mehta Ka Ooltah Chashmah) શો ને 12 વર્ષ પુરા થઈ ગયા છે, પણ તેની લોકપ્રિયતામાં ક્યારેય કમી નથી આવી. આટલા વર્ષોમાં શો માં સમય સમય પર ઘણા પરિવર્તન પણ થયા. હાલમાં જ શો માં 2 મોટા પરિવર્તન થયા છે. જેમાં સિરિયલના 2 મુખ્ય પાત્ર ભજવનારા કલાકાર નેહા મેહતા (Neha Mehta) અને ગુરુચરણ સિંહે (Gurucharan Singh) શો છોડી દીધો છે.

અંજલિ તારક મેહતાનું પાત્ર ભજવનારી નેહાની જગ્યા સુનયના ફોજદારે (Sunayana Fozdar) લીધી છે. શો છોડ્યા પછી પણ નેહાએ નવી સિરિયલની ઓફર સ્વીકારી નથી. અને હવે તેમણે તેનું કારણ જણાવ્યું છે.

ગુજરાતી ફિલ્મમાં દેખાશે નેહા : નેહા મેહતાએ દૈનિક ભાસ્કરને આપેલા એક ઇન્ટરવ્યૂમાં કહ્યું કે, જયારે મને અમુક શો ઓફર કરવામાં આવ્યા, તો હું તેમાં મારા પાત્રોને લઈને આશ્વસ્ત ન હતી. એટલા માટે મેં તેના પર ધ્યાન નહિ આપ્યું. આમ તો ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ શો છોડવો મારા માટે સરળ ન હતું. જોકે, શો છોડ્યા પછી મને અનુભવ થયો કે, હું બીજું ઘણું બધું કરી શકું છું. મેં એક ગુજરાતી ફિલ્મનું શૂટિંગ પૂરું કર્યું છે, જેમાં મેં એક મહત્વનો રોલ ભજવ્યો છે. આ મહિલા પ્રધાન ફિલ્મ છે. ફિલ્મની સ્ટોરી આધુનિક નવ દુર્ગા સાથે સંબંધિત છે.

સેટના વાતાવરણને લઈને જણાવી હતી નારાજગી : થોડા સમય પહેલા નેહા મેહતાએ ન્યુઝ એજન્સી સાથે ઇન્ટરવ્યૂમાં તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા શો છોડવા બાબતે ખુલીને વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે, શો ના સેટ પર બધું સારું ન હતું.

નેહાએ કહ્યું હતું, હું શો માં પાછા ફરવા બાબતે વિચાર કરવા માંગતી હતી, પણ હું સેટ પર અમુક વસ્તુઓમાં પરિવર્તન ઇચ્છતી હતી. આજના સમયમાં કામનું દબાણ ઘણું વધારે છે, પણ હું એવું ઇચ્છતી ન હતી કે આ વસ્તુઓ મારા મગજ પર અસર કરે. ઘણી વાર ચૂપ રહેવું જ ઉત્તમ હોય છે. આમ પણ કોઈ પણ એવું નહિ સ્વીકારે કે તે પોતે ખોટા છે.

આ માહિતી ઝી ન્યુઝ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.