અનિલ કપૂરની મોટી દીકરી છે સોનમ કરતા વધારે સુંદર, વાયરલ થઇ રહ્યા છે એના બોલ્ડ અને સુંદર ફોટા.

0
1509

મિત્રો તમે બધા અનિલ કપૂર અને એમની નાની દીકરી સોનમ કપૂરને સારી રીતે ઓળખો જ છો. પણ કદાચ તમે અનિલ કપૂરની મોટી દીકરીને નહિ ઓળખતા હોવ. તો આજે અમે તમને એમની મોટી દીકરી વિષે થોડી એવી વાતો જણાવીશું જેના વિષે ઘણા લોકો જાણે છે.

અનિલ કપૂરની મોટી દીકરી અને સોનમ કપૂરની મોટી બહેનનું નામ છે રિયા કપૂર. 5 માર્ચ 1987 ના રોજ એમનો જન્મ થયો હતો. રિયા પોતાની બહેન સોનમ કપૂરની હીટ ફિલ્મ ‘વીરે દી વેડિંગ’ ની કો-પ્રોડ્યુસર છે. અને રિયા પણ સોનમની જેમ જ ફેશનેબલ છે. જણાવી દઈએ કે, બોલીવુડની સૌથી સ્ટાઈલિશ બહેનોએ એક સાથે મળીને રિશોન નામથી એક બ્રાડ લોન્ચ કરી છે.

તમને જણાવી દઈએ કે બોલીવુડમાં જ્યાં અનિલ કપૂર, અર્જુન કપૂર અને સોનમ કપૂર હંમેશા લાઈમલાઈટમાં રહે છે, ત્યાં રિયા કપૂર કેમેરાથી હંમેશા દૂર જ રહે છે.

આ છે અનિલ કપૂરની મોટી દીકરી રિયા કપૂર :

જણાવી દઈએ કે રિયા સેલીબ્રીટીઓની ફેશન સ્ટાઇલિસ્ટ છે, અને તેણે પોતાના પિતા તેમજ બહેનને આઈશા અને પ્લેયર્સ જેવી ફિલ્મોમાં સ્ટાઈલિશ લુક આપ્યા છે. તમને જણાવી દઈએ કે કપૂર બહેનોએ કપડાંની એક શ્રેષ્ઠ સ્ટાઈલિશ અને ક્લાસિક બ્રાડ બનાવી છે.

ભાગ મિલ્ખા ભાગ અને રાંઝણાની સફળતા પછી સોનમ પોતાની બહેનની સાથે આ પ્રોજેક્ટ (લાઈન ઓફ ક્લાથીગ) માટે કામ કરી રહી છે. તમને જણાવી દઈએ કે, સોનમને આજે બોલીવુડમાં તેમની સ્ટાઇલ માટે ઓળખવામાં આવે છે. તે આજની સૌથી સ્ટાઈલિશ અભિનેત્રીઓ માંથી એક છે, જે તેમની ફિલ્મ આઈશામાં પણ દેખાય છે. પરંતુ, આ વાત ખુબ ઓછા લોકો જાણે છે કે, આ ફિલ્મમાં સોનમની સ્ટાઇલ રિયાએ નક્કી કરી હતી.

વાયરલ થઇ રહ્યા છે બોલ્ડ અને સુંદર ફોટોસ :

જાણકારી માટે જણાવી દઈએ કે, ફેશન સ્ટાઇલિસ્ટ હોવા સિવાય, રિયા કપૂરે ફિલ્મ ‘વેક એપ સીડ’ માં પણ કામ કર્યું હતું. આ ફિલ્મમાં રીયાએ રણવીર કપૂર અને કોંકણા સેન શર્મા જેવા એક્ટરની સાથે સહાયક નિર્દેશકના રૂપમાં કામ કર્યું છે. રિયાએ ‘આયશા’ ફિલ્મને પણ પ્રોડ્યુસ કરી છે, જેમાં તેમની બહેન સોનમ કપૂર અને અભય દેઓલ લીડ રોલમાં હતા.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.