20 વર્ષથી અનિલ પશુ-પક્ષીઓ અને ગરીબ લોકોની કરી રહ્યા છે સેવા, અત્યાર સુધી ખર્ચ કરી ચુક્યા છે…

0
81

પશુ-પક્ષીઓને પ્રેમ કરવાની સાથે સાથે ગરીબોની પણ સેવા કરે છે અનિલ ખેરા, વાંચો આ ગુજરાતી દયાવાન વ્યક્તિ વિષે. અનિલ ખેરાને પશુ પક્ષીઓ સાથે ઘણો પ્રેમ છે અને તેમની સેવા કરવાના તે કોઈ અવસર નથી છોડતા. પશુ-પક્ષીઓ સાથે તેમને એટલો પ્રેમ છે કે, તે અત્યાર સુધી તેમના પર 50 થી 60 લાખ રૂપિયા ખર્ચ કરી ચુક્યા છે. એટલું જ નહિ તે દરરોજ 5 કિમીની મુસાફરી કરી તેમના માટે ખાવા-પીવાની સગવડ કરે છે. ગુજરાતના કેશોદના રહેવાસી અનિલ છેલ્લા 20 વર્ષોથી પશુ-પક્ષીઓની સેવા કરી રહ્યા છે.

અનિલ ખેરા વ્યવસાયે ઝવેરી છે. તેમને પશુ-પક્ષીઓની સેવા કરવી ઘણી પસંદ છે. એટલા માટે તે રોજ બે કલાકનો સમય પશુ-પક્ષીઓ માટે કાઢે છે અને તેમને ખાવાનું ખવડાવે છે. તેની સાથે જ તે એ વાતનું પણ ધ્યાન રાખે છે કે, પક્ષીઓને કોઈ પણ પ્રકારની મુશ્કેલી ન થાય. હકીકતમાં અનિલ ઝાડની ડાળખીઓમાં મકાઈ મૂકી દેતા હતા, જેથી પક્ષીઓ આરામથી ખાવાનું ખાઈ શકે. અનિલ કહે છે કે, જો ખાવાનું જમીન પર મૂકી દઈએ, તો પક્ષીઓ માટે ડર બની રહે છે કે કોઈ કુતરા બિલાડી તેમને ખાઈ ન લે. એટલા માટે તે પક્ષીઓ માટે ઝાડની ડાળખીઓ પર ખાવાનું મૂકી દે છે.

પક્ષીઓ સિવાય તે ગાય અને બીજા પશુઓને પણ ખાવાનું આપે છે. તે ગાય અને અન્ય પશુઓને લીલા શાકભાજી અને ચારો આપે છે. ગાયને ચારો મળી શકે તેના માટે તેમણે એક ખેતર ભાડેથી રાખ્યું છે. આ ખેતરમાં તે ગાજર અને મકાઈ ઉગાડે છે અને ગાયોને ખવડાવે છે. તે કુતરાઓને બિસ્કિટ અને બિલાડીઓને ગાંઠિયા નાખે છે. અનિલ કહે છે કે, હું રોજ તેમને ખાવાનું આપું છું. હું રેલવે સ્ટેશન, ભારત મિલ, ચાર રસ્તા, શંકર મંદિર, પોલીસ ક્વાર્ટર જેવી જગ્યાઓ પર જાઉં છું અને તેમને ખાવાનું આપું છું. તે સિવાય ઝાડ પર પાણીથી ભરેલા માટલા પણ લટકાવુ છું.

પશુ અને પક્ષીઓ સિવાય અનિલ ગરીબ લોકોની મદદ પણ કરે છે. ઠંડીના દિવસોમાં તે ફુટપાથ પર સુતા લોકોને ચાદર અને ગરમ કપડાં આપે છે. આ કામમાં અનિલના પરિવારના લોકો પણ તેમની મદદ કરે છે. અનિલ અનુસાર તેમની પત્ની, દીકરો અને વહુ પણ તેમની મદદ કરે છે. તેમજ જયારે કોઈ કામથી તેમણે શહેરની બહાર જવું પડે, તો તે કોઈ અન્ય વ્યક્તિને આ જવાબદારી સોંપીને જાય છે, જેથી પશુ-પક્ષીઓને કોઈ સમસ્યા ન થાય.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.