અનિલ અંબાણીનો દીકરો આ કારણે મીડિયાની સામે આવતો નથી, પર્સનલ પ્લેન અને લગ્જરી કારોનો છે માલિક.

0
1588

દેશના મોટા બિજનેશમેનમાં જોડવામાં આવેલા અનીલ અંબાણી આજે પોતાનો બર્થ ડે સેલીબ્રેટ કરી રહ્યા છે. અનીલ અંબાણીએ ૧૯૯૧માં હિરોઈન ટીના મુનીમ સાથે લગ્ન કર્યા હતા. અનીલ અંબાણીના કુટુંબ વાળા આ સંબંધની વિરુદ્ધ હતા એટલા માટે પ્રેમ હોવા છતાં પણ અનીલે ટીના સાથે બ્રેકઅપ કરી લીધો હતો.

આમ તો અનિલે જેમ તેમ કરી પોતાના કુટુંબને આ સંબંધ માટે રાજી કરી લીધા. અનીલ અને ટીનાને બે દીકરા છે. મોટા દીકરાનું નામ જય અનમોલ અંબાણી અને નાના દીકરાનું નામ જય અંશુલ અંબાણી છે.

અનીલ અંબાણીને કોણ નથી ઓળખતા પરંતુ તેમના દીકરા વિષે કદાચ જ કોઈને કાંઈ ખબર હોય. એટલા માટે આજે અનીલ અંબાણીના જન્મ દિવસ ઉપર અમે તમને તેમના મોટા દીકરા જય અનમોલ અંબાણીની વાત કરીએ છીએ. એટલા શ્રીમંત કુટુંબના હોવા છતાં પણ અનમોલ મીડિયામાં આવવાનું પસંદ નથી કરતા. કદાચ એ કારણ છે કે તેને કોઈ નથી ઓળખતું.

અનમોલને સામાન્ય જીવન જીવવાનું પસંદ છે અને તે પોતાનો વધુ સમય કુટુંબ સાથે પસાર કરે છે. અનીલ અંબાણીને પણ મડિયા પસંદ નથી. જયારે તેમના ભાઈ મુકેશ અંબાણી હંમેશા ચર્ચામાં રહે છે. મુકેશ અંબાણીને ત્રણ બાળકો ઈશા, અનંત અને આકાશ બહાર નીકળતા જ તમામ લાઈમ લાઈટ પોતાની તરફ ખેંચી લે છે.

અને અનીલ અંબાણી અને તેમના દીકરા મીડિયાથી દુર રહેવાનું પસંદ કરે છે. જય અનમોલનો જન્મ ૧૨ ડીસેમ્બર ૧૯૯૧માં મુંબઈમાં થયો હતો. તેમણે પોતાનો શરુઆતનો અભ્યાસ મુંબઈના જોન કોનન સ્કુલ માંથી કર્યો. ત્યાર પછી તે આગળના અભ્યાસ માટે યુકે જતા રહ્યા. અનમોલે Warwick Business School માંથી બીએસસી કર્યું.

સાયન્સનો અભ્યાસ કરવા સાથે અન્મોલને ઇકોનોમીક્સમાં પણ રસ હતો. ૧૮ વર્ષની ઉંમરમાં જ અનમોલે સ્ટોક માર્કેટમાં રોકાણ કરવાનું શરુ કરી દીધું હતું. અભ્યાસ પૂરો કર્યા પછી અનમોલે રિલાયન્સ મ્યુચ્યુઅલ ફંડમાં બે મહિના સુધી ઈંટર્નશીપ કરી.

અનીલ અંબાણીએ પોતાના દીકરાને ટ્રેંડ કર્યો. તેમણે અનમોલને જણાવ્યું કે રિલાયન્સ કંપનીમાં કેવી રીતે કામ થાય છે અને અહિયાનું વર્ક કલ્ચર શું છે. પિતાની શીખથી જ અનમોલે જાપાનની મોટી કંપની Nippon ને રિલાયન્સ કેપિટલમાં રોકાણ કરવા માટે મનાવી લીધા હતા. જે હાલમાં રિલાયન્સ નિપોન લાઈફ ઇન્શ્યોરન્સના નામથી ચાલી રહી છે.

વર્ષ ૨૦૧૭ના રોજ અનુઅલ જનરલ મીટીંગમાં જય અનમોલને રિલાયન્સ કેપિટલને એગ્જીકયુટીવ ડાયરેક્ટર બનાવવામાં આવ્યા. ત્યારે જયે પોતાની પહેલી પબ્લિક સ્પીચ આપી હતી. જે લોકો અનમોલને ઓળખે છે, તેમનું કહેવું છે કે અનમોલ ખુબ જ પ્રેમથી વાત કરે છે. પોતાના કામને પૂરી ધગશ સાથે કરે છે.

અનમોલ ઘણો શરમાળ છે એટલા માટે કેમેરા સામે આવવાથી દુર રહે છે. થોડા દિવસો પહેલા જયને પોતાના ભાઈ આકાશ અંબાણીના લગ્નમાં જોયા હતા. ત્યાં તે પોતાના કુટુંબ અને નાના ભાઈ જય અંશુલ અંબાણી સાથે આવ્યા હતા. અનમોલ કુટુંબના થતા દરેક રીત રીવાજોમાં હાજર રહે છે.

અનમોલ પાસે ઘણી લકઝરી કાર અને પર્સનલ એયક્રાફટ છે. કાર પસંદગીમાં અનમોલ પાસે Rolls Royce Phantom, Lamborghini Gallardo, Mercedes Benz S-Class, Mercedes GLK350, Range Rover Vogue, Toyota Fortuner, અને Lexus SUV છે. અનમોલની કમાણીની વાત કરીએ તો તેની કુલ આવક ૨૦ હજાર કરોડ છે.

આ માહિતી અમર ઉજાલા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.