આંગળીના આ ભાગને દબાવવા માત્રથી થાય છે ઘણા રોગો દૂર, જાણો કઈ રીતે

0
2582

શરીરમાં ઘણી વાર અમુક જગ્યાઓ પર અચાનક દુઃખાવો શરૂ થઇ જાય છે. તેમજ ઘણીવાર આ દુઃખાવો ઘણો ભયાનક રૂપ પણ લઇ લે છે. એવામાં આ દુઃખાવાથી છુટકારો મેળવવા માટે લોકો અલગ અલગ જાતની દવાઓ લેવા લાગે છે. જેનાથી આગળ જતા એની આડઅસર પણ જોવા મળી શકે છે. જો કે આ દવાઓને ન લઈને તમે આંગળીઓને દબાવીને પણ દુઃખાવો છુમંતર કરી શકો છો.

મિત્રો દરેક રોગના ઈલાજ માટે માત્ર ડોક્ટર પાસે જ જવું જરૂરી નથી હોતું. ઘણા દુઃખાવા એવા પણ હોય છે, જેને આપણે ઘરે બેસીને આરામથી દુર કરી શકીએ છીએ. આજે અમે તમને એક્યુપ્રેસરના થોડા ઉપાય જણાવીશું જે તમારા શરીરના દુઃખાવામાં ઉપયોગી સાબિત થઇ શકે છે.

જાણકારી માટે જણાવી દઈએ કે, આપણા શરીરના દરેક અંગ આપણી આંગળીઓ સાથે જોડાયેલા હોય છે. તેવામાં આ અંગો સાથે જોડાયેલા તમામ રોગોનો ઈલાજ આપણી આંગળીઓમાં હોય છે. પણ આપણે એને જાણતા નથી હોતા એટલે એનાથી પરેશાન થઈએ છીએ.

મિત્રો આપણા એક હાથમાં ચાર આંગળી અને એક અંગુઠો હોય છે. એવા ઘણા ઓછા લોકો હોય છે જેમના હાથમાં આંગળીનો સંખ્યા એના કરતા વધારે કે ઓછી હોય છે. આપણા હાથના અંગુઠાની બાજુની આંગળીને તર્જની કહે છે, તેની બાજુમાં વચ્ચેની આંગળી હોય છે જેને મધ્યની(મધ્યમા) કહે છે. તેમજ તે હાથની સૌથી મોટી આંગળી પણ હોય છે. તેની પછી જે ત્રીજી આંગળી આપણા હાથમાં હોય છે તેને અનામિકા કહેવાય છે. અને સૌથી છેલ્લી આંગળી હોય છે તેને સામાન્ય ભાષામાં નાની આંગળી કહે છે, પણ તેનું નામ કનિષ્ક છે.

તમારી જાણકારી માટે જણાવી દઈએ કે, આ બધી આંગળીઓના માધ્યમથી આપણે ઘણી બીમારીઓ માંથી સરળતાથી છુટકારો મેળવી શકીએ છીએ. તેના માટે આપણે તે આંગળીઓનું માલીશ કરવાની જરૂર હોય છે. આવો તમને જણાવીએ કે કઈ આંગળી ક્યાં અંગ માટે છે ફાયદાકારક હોય છે.

અંગુઠો :

જણાવી દઈએ કે આપણા હાથનો અંગુઠો આપણા ફેફસા સાથે સીધી રીતે જોડાયેલો હોય છે. જો તમને શ્વાસ સાથે જોડાયેલી કોઈ સમસ્યા થઇ રહી છે, કે હ્રદયના ધબકારા ઝડપથી ચાલી રહ્યા છે, તો હળવા હાથથી અંગુઠાની મસાજ કરો. ખાસ કરીને અંગુઠાના ઉપરના ભાગની મસાજ કરો. તેનાથી તમને જલ્દી રાહત મળી જશે.

તર્જની :

મિત્રો આપણા હાથની તર્જની આંગળી સીધી જ આપણા આતરડા સાથે જોડાયેલી હોય છે. તેનો સંબંધ આપણા ગેસ્ટ્રો ઈંટેસ્ટાઇનલ ટ્રેકટ સાથે હોય છે. એટલે જો તમારા પેટમાં દુ:ખાવો છે, તો આ આંગળીને હળવું હળવું ઘસવાથી તમને આરામ મળી જશે, અને તમારા પેટમાં દુ:ખાવો પણ મટી જશે.

મધ્યની (મધ્યમા) :

હાથની વચ્ચેની આંગળી એટલે મધ્યમાનો સંબંધ આપણા શરીરના પરીસંચારણ તંત્ર સાથે હોય છે. ચક્કર આવવા પર અથવા જીવ ગભરાવવાની સ્થિતિમાં આ આંગળીની માલીશ કરો. થોડી ધીરજ રાખો અને આંગળીની માલીશ કરો તો તમને ખુબ જલ્દી આ સમસ્યાથી આરામ મળી જશે. જો તમને ઊંઘ નથી આવી રહી તો રાત્રે 1 મિનિટ સુધી આ આંગળીની માલીશું કરો, એવું કરવાથી તમારો તણાવ ઓછો થશે અને બ્લડ પ્રેશર પણ સામાન્ય થઇ જશે. જેથી તમને સારી ઊંઘ આવશે.

અનામિકા :

હાથની ત્રીજી આંગળી એટલે કે અનામિકા આપણા મન અમે મનોદશા સાથે જોડાયેલી હોય છે. જો ક્યારેય તમારું મન વ્યવસ્થિત ન હોય કે તમારો મુડ સારો ન હોય, તો આ આંગળીની માલીશ કરો અને તેને ખેંચો. એની હળવા હાથથી માલીશ કરવાથી અને ખેંચવાથી તમે રીલેક્સ અનુભવશો. તમારો મુડ પણ સારો થઇ જશે.

કનિષ્ક/નાની આંગળી :

જણાવી દઈએ કે હાથની સૌથી નાની આંગળીનો સંબંધ આપણા માથા અને કીડની બન્ને સાથે હોય છે. તે દેખાવમાં નાની ભલે હોય પણ તેના ફાયદા મોટા છે. માથાનો દુ:ખાવો થવા ઉપર આ આંગળીનું મસાજ કરવાથી માથાનો દુ:ખાવો દુર થઇ જાય છે. સાથે જ કીડની પણ યોગ્ય રીતે કામ કરતી રહે છે. તમારી કીડનીને સ્વસ્થ અને તંદુરસ્ત રાખવા માટે આ આંગળીનું વિશેષ યોગદાન હોય છે.

આ માહિતીને શેર જરૂર કરજો આ એક પ્રકારનું એક્યુપ્રેસર વિજ્ઞાન છે.