અંધત્વના કારણે રેલવેએ આપી નહિ નોકરી, તો બીજા પ્રયાસમાં IAS ટોપર બનીને આપ્યો જોરદાર જવાબ

0
1858

કોઈપણ લક્ષ્ય માણસના સાહસથી મોટું નથી, હાર એ છે જેમાં લડવાનું સાહસ નથી.

તે જોઈ નથી શકતી તો શું થયું, તેની આંખોની અક્ષમતામાં એટલી હિંમત નથી કે તેને સપના જોવાથી રોકી શકે. તે સપના જુવે છે અને પોતાના સપનાને હકીકતમાં બદલવાની ઈચ્છા ધરાવે છે. તેમાં માત્ર પોતાના જીવનમાં જ નહિ પરંતુ તે લોકોના જીવનમાં પણ આશાનું કિરણ લાવે છે. જે આંખો હોવા છતાંપણ નિરાશા અને અંધકારમાં ડૂબેલા રહે છે. હિંમત, જોશ અને પહાડ જેવી અડગ ઇચ્છાઓનો જીવતો જાગતો દાખલો છે. મહારાષ્ટ્રના ઉલ્હાસનગરના રહેવાસી પ્રાંજલ પાટીલ.

પોતાની આંખોની અક્ષમતાથી જીવનમાં છવાયેલા અંધારાને પ્રાંજલે રસ્તાનો કાંટો ન બનવા દીધું અને પહેલા જ પ્રયાસમાં દેશની સૌથી અઘરી ગણવામાં આવતી યુપીએસસીની સિવિલ સેવા પરીક્ષામાં રાષ્ટ્રીય સ્તર ઉપર ૭૭૩મો રેન્ક પ્રાપ્ત કરી આઈએએસ અધિકારી બનવા તરફ આગળ વધી. પ્રાંજલની સફળતા એટલા માટે પણ મોટી છે કે યુપીએસસી પરીક્ષા પાસ કરવા માટે તેણે કોઈ કોચિંગની મદદ લીધી નથી.

પ્રાંજલ કહે છે કે અભ્યાસને તે એન્જોય કરતી હતી. જાપાનના બૌદ્ધ ફિલોસોફર ડાઈસાકુ ઇગેડાના લેખને વાંચીને મારા રોજના દિવસની શરૂઆત થાય છે. તેનાથી મને એ પ્રેરણા મળે છે કે જીવનમાં કાંઈપણ અશક્ય નથી.

પરીક્ષામાં પાસ થયા પછી પણ સફળતાનો રસ્તો કાંટાથી ભરેલો હતો. યુપીએસસીમાં સફળ થયા પછી પ્રાંજલને ભારતીય રેલ્વેમાં આઈ.આર.એસ.ના હોદ્દા ઉપર કામ કરવાની તક આપવામાં આવી. પ્રાંજલે ઉત્સાહ સાથે પોતાની તાલીમમાં ભાગ લીધો પરંતુ જયારે રેલ્વે તરફથી પસંદગી પામેલા વિદ્યાર્થીઓને સ્થાન આપવાની જાહેરાત થવા લાગી ત્યારે પ્રાંજલ પણ પોતાની મહેનત સાથે મળેલા હોદ્દાને પ્રાપ્ત કરી સમાજને નવી દિશા આપવા માગતી હતી, પરંતુ ઘણો સમય પસાર થઇ જવા છતાં, પણ જયારે પ્રાંજલને હોદ્દો અને સ્થાન ફાળવવામાં ન આવ્યા.

તો પ્રાંજલે પોતાના ઉપરી અધિકારીઓ પાસે તેનું કારણ જાણવા માગ્યું. ત્યારે પ્રાંજલને જે કારણ જણાવવામાં આવ્યું તેને જો આટલા મોટા વિભાગની તર્ક વગરની વિચારસરણી કહેવામાં આવે તો ખોટું નહિ ગણાય. રેલ્વેનો જવાબ હતો કે પ્રાંજલ સો ટકા દ્રષ્ટિ હીન છે. એટલે તે આઈ.આર.એસ.ના હોદ્દા માટે યોગ્ય નથી. હવે રેલ્વેને કોણ બતાવશે કે પ્રાંજલમાં દ્રષ્ટિ હીન હોવા છતાંપણ કાંઈક તો પ્રતિભા રહેલી હશે ત્યારે તો તે યુપીએસસીની પરીક્ષાને પ્રથમ પ્રયાસમાં પાસ કરી લીધી.

રેલ્વે વિભાગે જણાવેલા કારણથી પ્રાંજલ અસંતુષ્ટ જરૂર હતી, પરંતુ તેણે હાર ન માની કેમ કે તે હારવાનું જાણતી જ ન હતી. જીવને તે પહેલા સમય સમયે મુશ્કેલીઓના ડુંગર ઉભા કર્યા છે પરંતુ તેણે હિંમત ન હારી. તેને હારવું જ હતું તો ત્યારે જ હાર માની લેત જયારે ૬ વર્ષની હતી અને એક દિવસ સ્કુલમાં બાળકના હાથે તેની એક આંખમાં પેન્સિલ ઘુસી ગઈ. તે અકસ્માતે પ્રાંજલની એક આંખ છીનવી લીધી. હજુ તો તકલીફ ઓછી પણ થઇ ન હતી કે વર્ષ પછી તેની આડ અસરે બીજી આંખની પણ દ્રષ્ટિ છીનવાઈ ગઈ.

૭ વર્ષની આ નાની એવી બાળકી પાસે નિરાશા ભરેલું જીવન જીવવાના લાખો કારણ હતા. તે નાની જરૂર હતી પણ નબળી ન હતી. તેની હિંમત જુવો કે જીવનભરની અક્ષમતાનો સામનો કરીને તે આગળ વધતી ગઈ. પ્રાંજલના પિતાએ તેને મુંબઈની દાદર આવેલી કમલા મેહતા સ્કુલમાં દાખલ કરાવી. તે સ્કુલ પ્રાંજલ જેવા ખાસ બાળકો માટે હતી, જ્યાં બ્રેલ લિપિના માધ્યમથી ભણાવવામાં આવે છે.

પ્રાંજલે ત્યાંથી ૧૦માં ધોરણ સુધી અભ્યાસ પૂરો કર્યો અને પછી ચંદાબાઈ કોલેજમાંથી આર્ટ્સમાં ૧૨માં ધોરણની પરીક્ષા પાસ કરી જેમાં પ્રાંજલે ૮૫ ટકા માર્ક્સ મેળવ્યા હતા. ત્યાર પછી ઉત્સાહ સાથે બીએના અભ્યાસ માટે તેમણે મુંબઈ સેન્ટ ઝેવિયર કોલેજમાં ગઈ.

પ્રાંજલ કહે છે કે રોજ ઉલ્લાસનગરથી સીએસટી સુધીની મુસાફરી કરતી હતી. દર વખતે કોઈને કોઈ લોકો મને મદદ કરતા હતા. તે રોડ પાર કરાવતા હતા, તો ક્યારેક ટ્રેનમાં બેસાડી દેતા હતા. પરંતુ અમુક લોકો એવા હતા. જે ઘણા પ્રકારના પ્રશ્નો કરતા હતા. તે કહેતા હતા કે રોજ આટલે દુર સુધી ભણવા શા માટે જાય છે? ઉલ્હાસનગરમાં કેમ ભણતી નથી? પરંતુ તે લોકોને કહી દેતી હતી કે ભણીશ તો આ કોલેજમાં અને તેના માટે દરેક મુશ્કેલીનો સામનો કરવા માટે તૈયાર થઇ ચુકી છું.

ગ્રેજ્યુએશન દરમિયાન પ્રાંજલ અને તેના એક મિત્રએ પહેલી વખત UPSC સિવિલ સર્વિસીસ વિષે એક લેખ વાચ્યો હતો. બસ પછી શું હતું પ્રાંજલે યુપીએસસીની પરીક્ષા સંબંધિત માહિતી એકઠીકરવાનું શરુ કરી દીધું. તે સમયે પ્રાંજલે કોઈને એ વાતની જાણ કરી ન હતી, પરંતુ મનમાંને મનમાં આઈ.એ.એસ. બનવાનું નક્કી કરી લીધું.

બીએ પાસ કર્યા પછી તે દિલ્હી ગઈ અને જેએનયુમાંથી એમ.એ. કર્યું. તે દરમિયાન જ પ્રાંજલે આંખોથી અક્ષમ લોકોના અભ્યાસ માટે બનેલા એક વિશેષ સોફ્ટવેયર જોબ એક્સેસ વિદ સ્પીચની મદદ લેવાનું શરુ કર્યું અને હવે પ્રાંજલને એક એવા લખવા વાળાની જરૂર હતી. જે તેની ઝડપથી સાથે લખી શકે.

અને તે વિકલ્પની શોધ પૂરી થઇ વિદુષી ઉપર જઈને. પ્રાંજલ વિદુષી વિષે વાત કરતા જણાવે છે, પરીક્ષા દરમિયાન વિદુષીએ મને ઘણો સાથ આપ્યો. હું જવાબ બોલતી હતી અને વિદુષી કાગળ ઉપર તરત જવાબ તરત લખી નાખતી હતી. અને જયારે ક્યારેક હું થોડી ધીમી પડતી હતી, તો વિદુષી મને ખીજાતી પણ હતી.

તે દરમિયાન ૨૦૧૫માં તૈયારી શરુ કરી. સાથે સાથે એમ.ફિલ. પણ ચાલી રહ્યું હતું. તે દરમિયાન તેના લગ્ન ઓઝારખેડામાં રહેતા કોમલ સિંહ પાટીલ જેઓ એક કેબલ ઓપરેટરનો બિજનેશ કરે છે તેમની સાથે થયા. પરંતુ પ્રાંજલની શરત હતી કે તે લગ્ન પછી પણ પોતાનો અભ્યાસ સતત ચાલુ રાખશે અને તે શરતને તેના પતિએ માત્ર સ્વીકારી જ નહિ પરંતુ પ્રાંજલના અભ્યાસમાં દરેક રીતે મદદ પણ કરી. માતા-પિતા, પતિ અને મિત્રોની મદદથી પ્રાંજલ યુપીએસસીની પરીક્ષાને પ્રથમ પ્રયાસે જ પાસ કરી લીધી.

પ્રાંજલ કહે છે કે સફળતા તમને પ્રેરણા નથી આપતી પરંતુ સફળતા માટે કરવામાં આવેલા સંઘર્ષથી તમને પ્રેરણા મળે છે. પરંતુ સફળતા જરૂરી છે કેમ કે ત્યારે દુનિયા તમારા સંઘર્ષનું ફળ આપે છે. તમારુ ધ્યેય અને ધગશ તમને આગળ લઇ જાય છે અને દરેક બાબતમાં તે સક્ષમ હોય છે કે તે એક સુંદર સમાજનું નિર્માણ કરી શકે.

પ્રાંજલની મજબુત ઈચ્છાથી પ્રભાવિત થઈને સમર કુમાર દત્તા નામના વ્યક્તિએ તેને એક આંખ આપવાનો નિર્ણય કર્યો પરંતુ પ્રાંજલની આંખો તેને લાયક ન હતી કે ટ્રાંસપ્લાન્ટ દ્વારા તે ફરીથી જોઈ શકે. છતાંપણ ૬૬ વર્ષના સમરની એ ત્યાગની ભાવનાએ પ્રાંજલની આંખો ભીની જરૂર કરી દીધી.

પ્રાંજલે ફરીથી પોતાની મહેનત અને હિંમત સાથે યુપીએસસીની પરીક્ષા આપી અને બીજા પ્રયાસમાં પહેલા કરતા પણ સારા ટકા મેળવીને અંધત્વની ખામી ગણાવીને તિરસ્કાર કરવા વાળાને યુપીએસસી પરીક્ષામાં ૧૨૪ રેન્ક પ્રાપ્ત કરી જોરદાર જવાબ આપી દીધો છે. સાથે જ પ્રાંજલે અંધત્વ વર્ગમાં પણ ટોપ કર્યું છે.

પોતાની માતાને પોતાની પ્રેરણા માનવા વાળી પ્રાંજલ આત્મવિશ્વાસ સાથે એ કહે છે કે યુપીએસસી પરીક્ષા ૨૦૧૫માં ૭૭૩ રેન્ક લાવ્યા પછી પણ રેલ્વે મંત્રાલયે મને નોકરી આપવાની ના કહી દીધી. કેમ કે તેમણે મારી આંખોને સો ટકા અંધત્વની ખામીનો આધાર ગણાવ્યો હતો.

હું એ લોકોને એ દેખાડવા માગતી હતી કે હું અંધ નથી પરંતુ તેમની વિચારસરણી અંધ હતી. તેમણે માત્ર મારી અક્ષમતા જોઈ, મારી હિંમતને નથી સમજ્યા. હકીકતમાં આંખોથી અંધ હોવાને કારણે આ દુનિયાના રંગો નથી જોઈ શકતી પરંતુ અનુભવ કરી શકું છું.

ખરેખરમાં મુશ્કેલ સમયમાંથી પસાર થઈને આઈ.એ.એસ. બનવાના સપનાને સાકાર કરવા વાળી પ્રાંજલ પાટીલની હિંમતને સલામ છે. એક એવી હિંમત જે ન જાણે કેટલા લોકો માટે પ્રેરણાદાયક બનીને સફળતાની ગાથા લખશે.

આ માહિતી કેનફોલીઓસ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.