આનાથી પેટ એવું સાફ થાય છે કે દિવસ હળવો ફૂલ પસાર થાય છે, આ મોટાપો અને કોલેસ્ટ્રોલ, હરસમાં પણ ફાયદાકારક છે

0
6999

આજકાલ લોકોને ઘણી બધી જાતની સમસ્યાઓ થતી જોવા મળે છે. એમાંથી થોડીક સામાન્ય સમસ્યાઓમાં જૂની કબજિયાત કે પેટ સાફ ન થવું, આંતરડાનો સોજો, કોલેસ્ટ્રોલ વધવું, મોટાપો અને હરસ છે. અને આજે અમે તમને આ દરેક સમસ્યામાં ગજબનો ફાયદો આપવા વાળી ઔષધી ઈસબગુલ વિષે જણાવીશું. સામાન્ય રીતે ઔષધી તરીકે ઈસબગુલના બીજ અને તેના પાવડરનો ઉપયોગ કરવામાં આવે છે. તેનો સ્વાદ તીખો અને કડવો તેમજ એની પ્રકૃતિ ઠંડી હોય છે.

જો તમારા ઘરમાં કોઈને જુના આંવ અને આંતરડાના સોજાની સમસ્યા છે, તો તમે ૧૦૦-૧૦૦ ગ્રામ બેલનો ગુદો અને વરીયાળી, ઈસબગુલનો પાઉડર અને નાની ઈલાયચીને એક સાથે વાટીને પાઉડર બનાવી લો. હવે તેમાં ૩૦૦ ગ્રામ દેશી ખાંડ કે બુરું ભેળવીને કાચની બોટલમાં ભરીને રાખી દો.

આ ચૂર્ણને બે ચમચીના પ્રમાણમાં સવારે નાસ્તો કરતા પહેલા તાજા પાણી સાથે લેવામાં આવે, અને ૨ ચમચી સાંજે ભોજન કર્યા પછી હુફાળા પાણી કે દૂધ સાથે ૭ દિવસ સુધી લેવામાં આવે તો ઘણો લાભ થાય છે. લગભગ ૪૫ દિવસ સુધી આ પ્રયોગ કર્યા પછી બંધ કરી દો. તેનાથી સવારે પેટ સાફ ન થવું, કબજિયાત, જૂની આંવ અને આંતરડાના સોજાનો રોગ દુર થઈ જાય છે.

કબજિયાતનો સૌથી સરળ અને અસરકારક ઉપાય :

જાણકારી માટે જણાવી દઈએ કે, ઈસબગુલનો પાઉડર કબજીયાતને દુર કરે છે. ઈસબગુલના રેશા આંતરડામાં પચતા નથી અને તળેલા પદાર્થ ખુલીને ફૂલી જાય છે અને મળનો નિકાલ ઝડપી કરે છે. કબજિયાતમાં ત્રણ ચમચી ઈસબગુલ ગરમ પાણી કે દૂધ સાથે રાત્રે સેવન કરવાથી ઘણો ફાયદો થાય છે.

કબજિયાતની સમસ્યા થવા પર, ઈસબગુલ ૨ ચમચી, હરડે ૨ ચમચી, બેલના ગુદા ૩ ચમચી વગેરેને વાટીને ચટણી બનાવી લો. સવાર અને સાંજ તેમાંથી એક એક ચમચી ગરમ દૂધ સાથે સેવન કરવાથી ફાયદો થાય છે.

જણાવી દઈએ કે, રાત્રે સુતા પહેલા ઈસબગુલનો પાવડર દૂધ સાથે લેવાથી સવારે શૌચ ક્રિયા ખુલીને આવે છે. તેમજ ઈસબગુલને પાણીમાં મિક્સ કરીને તેનું મિશ્રણ બનાવીને તેમાં બદામનું તેલ ભેળવીને પીવાથી ઘણો ફાયદો થાય છે. તેનાથી કબજીયાત દુર થઈને પેટનો દુ:ખાવો પણ દુર થઈ જાય છે.

ઉપરાંત ગરમીના દિવસોમાં સવાર-સાંજ ૩-૩ ચમચી ઈસબગુલનો પાવડર અને સાકર પાણીમાં મિક્સ કરી થોડા દિવસ સુધી પલાળીને એનું સેવન કરવાથી પણ કબજિયાત દુર થઈ જાય છે.

મિત્રો, ૬ ગ્રામ ઈસબગુલને ૨૫૦ મીલીગ્રામ હુફાળા પાણી સાથે સુતા પહેલા પી લો. ક્યારે ક્યારે ઈસબગુલનો પાવડર લેવાથી પેટ ફૂલી જાય છે. એવું મોટા આંતરડામાં ઈસબગુલ ઉપર બેક્ટેરિયાની અસરથી ઉત્પન થતા ગેસથી થાય છે. એટલા માટે ધ્યાન રાખો કે ઈસબગુલનું પ્રમાણ ઓછા માં ઓછું જ લો. અને ઈસબગુલના ઉપયોગથી આંતરડાની કાર્યક્ષમતા વધી જાય છે, જેથી મળ સારી રીતે બહાર નીકળી આવે છે અને કબજિયાત દુર થઈ જાય છે. ઈસબગુલ લીધા પછી બે ત્રણ વખત પાણી પીવું જોઈએ. તેથી ઈસબગુલ સારી રીતે ફૂલી જાય છે.

જાણકારી માટે જણાવી દઈએ કે, આ બધા ઉપરાંત ત્રિફળા (હરડે, બહેડા અને આંબળા) નું બે ચમચી ચૂર્ણ રોજ રાત્રે સુતી વખતે ગરમ દૂધ કે ગરમ પાણી સાથે લેવાથી કબજિયાત દુર થઈ જાય છે.

કોલેસ્ટ્રોલ ઓછું કરવાના ઉપાય :

તમારી જાણકારી માટે જણાવી દઈએ કે, લગભગ ૪-૫ ગ્રામ ઈસબગુલનું નિયમિત સેવન કરવાથી કોલેસ્ટ્રોલ નિયંત્રિત રહે છે.

મોટાપો દુર કરવાના ઉપાય :

જણાવી દઈએ કે, ઈસબગુલ રસનો સારો સ્ત્રોત હોવાને કારણે મોટાપાને ઓછો કરે છે. જયારે ઈસબગુલ પેટમાં પહોંચે છે તો પાણીને શોષીને પેટને ભરી દે છે. જેથી વ્યક્તિને ભૂખ ન લાગવાનો અનુભવ થતો રહે છે. અને તે વધારે પડતું ખાવાથી બચે છે.

એના પર થયેલા એક અનુસંધાન મુજબ ભોજનના ૩ કલાક પહેલા જે મહિલાઓએ ઈસબગુલનું સેવન કર્યુ, તેના શરીરમાં આહારથી ચરબીનું અવશોષણ ઓછું થયું હતું. એટલે કે એનાથી શરીરમાં ચરબીની સંગ્રહ ઓછો થાય છે. ઈસબગુલ આંતરડામાંથી મળને બહાર કાઢી દે છે. તેથી સંક્રમણ થવાની શક્યતા દુર થઈ જાય છે.

હરસ કે અર્શના ઉપાય :

રાત્રે સુતી વખતે ગરમ પાણી કે ગરમ દૂધ સાથે ઈસબગુલના પાવડરનું સેવન કરવાથી તમામ પ્રકારના હરસ દુર થાય છે. તેનાથી કબજિયાત ઠીક થાય છે અને હરસમાં પણ આરામ મળે છે. ઈસબગુલના પાવડરને ગરમ પાણી કે ગરમ દૂધ સાથે રાત્રે સુતી વખતે પીવાથી, તેમજ એને ઠંડા પાણીમાં પલાળીને તેનું સરબત બનાવીને ગાળીને પીવાથી લોહી વાળા હરસમાં લાભ થાય છે.