અનન્યા પાંડેએ માતા-પિતા પર કર્યો મોટો ખુલાસો, કહ્યું : ‘ઘરે બંને જણા મારી સામે F**K…’

0
461

કંજૂસ ચંકી પાંડેની દીકરીએ કર્યો મોટો ખુલાસો, બોલી – ‘ઘરમાં મારા માતા-પિતા મારી સામે F**K’. બોલીવુડમાં ઉભરી રહેલી અભિનેત્રી અનન્યા પાંડે હંમેશા ચર્ચામાં જળવાઈ રહે છે. વર્ષ 2019માં બોલીવુડ ડેબ્યુ કરી ચુકેલી અનન્યા હિન્દી સિનેમામાં પ્રવેશ કરતા પહેલા જ ચર્ચામાં રહેતી હતી. તે વાતથી દરેક માહિતગાર છે કે તે અભિનેતા ચિંકી પાંડેની દીકરી છે. હાલમાં જ The Fabulous Lives Of Bollywood Wives વેબ શો પછીથી અનન્યા પાંડે અને તેની માં ભાવના પાંડે ચર્ચામાં આવી ગયા છે.

આ શો માં ચંકી પાંડેયની પત્ની ભાવના સાથે મહીપ કપૂર, નીલમ કોઠારી અને સીમા ખાનનું જીવન દર્શાવવામાં આવ્યું છે. સંજય કપૂર અને મહીપની દીકરી શનાયા અને શાહરૂખ ખાન-ગૌરી ખાનની દીકરી અનન્યાની બેસ્ટ ફ્રેન્ડસ છે. આ શો માં થોડી વાર માટે અનન્યા પાંડે પણ જોવા મળે છે અને તે દરમિયાન તે તેના માતા પિતા સાથે જોડાયેલી ઘણી અલગ પરંતુ મજાની વાતો શેર કરે છે.

અનન્યા પાંડે કહે છે જયારે તે નાની હતી તો તે સમયે તેને લાગતું હતું કે તેનું નામ F**k (ગાળ) છે. આગળ અનન્યાએ તેની પાછળનો ખુલાસો પણ કર્યો. તેણે જણાવ્યું કે એવું એટલા માટે કેમ કે મારા માતા પિતા દરેક વાત ઉપર આ શબ્દ બોલતા રહેતા હતા. બીજી જ ક્ષણે ભાવના હસતા કહેતી હતી કે તેમણે ક્યારે પણ આ પ્રકારના શબ્દનો ઉપયોગ કર્યો ન હતો.

જન્મ સાથે જોડાયેલું એક રસપ્રદ સિક્રેટ : અનન્યા પાંડેના જન્મને લઈને પણ ઇન્ડસ્ટ્રીમાં એક કિસ્સો ઘણો રસપ્રદ અને પ્રસિદ્ધ છે. એક વખત અનન્યાની માં ભાવનાએ તે કિસ્સા વિષે વાત કરી હતી. તેમણે એક ઈન્ટરવ્યુંમાં જણાવ્યું હતું કે ચંકી અને અમારા લગ્ન વર્ષ 1998માં થયા હતા અને તે વર્ષે ઓક્ટોબરમાં અનન્યાનો જન્મ થયો હતો. ભાવનાએ કહ્યું હતું કે અનન્યા ‘હનીમુન બેબી’ છે. હંમેશા તેના જન્મને લઈને લોકો ગણતરી કરતા રહે છે.

ચંકી પાંડે પોતાને પણ માને છે ‘શાપિત’ : એક સમય એવો હતો જયારે ચંકી પાંડેય ઘણા સારા અભિનેતા તરીકે ઓળખવામાં આવતા હતા. આમ તો તેની ફિલ્મી કારકિર્દી વધુ સફળ ન રહી. પરંતુ તે હજુ પણ ફિલ્મોમાં સક્રિય છે. સ્પોર્ટીગ રોલ્સમાં તે પોતાને સારી રીતે સાબિત કરે છે. તેની દીકરીને લઈને એક વખત ચંકી પાંડેયે એક મોટો ખુલાસો કરતા બધાને ચકિત કરી દીધા હતા.

અભિનેતા ચંકી પાંડેએ તેની અને અનન્યાની એક રસપ્રદ વાત વિષે જણાવતા કહ્યું હતું કે જયારે અનન્યાને ‘ફિલ્મફેયર’ એવોર્ડ મળ્યો તો તે જાણી જોઈને એવોર્ડ શોમાં હાજર રહ્યા ન હતા. તેની પાછળનો પણ અભિનેતાએ ખુલાસો કર્યો હતો. ચંકી પાંડેયના જણાવ્યા મુજબ તે પોતાને એ બાબતમાં શાપિત માને છે. કેમ કે ચંકી પાંડેને તેના 34 વર્ષની ફિલ્મી કારકિર્દીમાં એક પણ એવોર્ડથી સન્માનવામાં આવ્યા નથી.

અત્યાર સુધી ત્રણ ફિલ્મોમાં કર્યું છે કામ : અનન્યા પાંડે બોલીવુડની ઉભરતી સ્ટાર કીડ તરીકે જોવામાં આવી રહી છે. વર્ષ 2019માં આવેલી ફિલ્મ સ્ટુડેંટ ઓફ ધ ઈયર 2 થઇ અનન્યાએ તેની બોલીવુડ કારકિર્દીની શરુઆત કરી હતી. આ ફિલ્મ માં અનન્યા પાંડે સાથે મુખ્ય રોલમાં ટાઈગર શ્રોફ અને અભિનેત્રી તારા સુતારીયાએ કામ કર્યું હતું. અનન્યા સાથે જ આ ફિલ્મ તારાની પણ પહેલી બોલીવુડ ફિલ્મ હતી.

અનન્યાનું બોલીવુડ ડેબ્યુ ફ્લોપ રહ્યું હતું. કેમ કે ફિલ્મ આશા મુજબ કમાલ ન દેખાડી શકી હતી. ફિલ્મનો પહેલો ભાગ એટલે કે સ્ટુડેંટ ઓફ ધ ઈયરે બોક્સ ઓફીસ ઉપર સારું પ્રદર્શન કર્યું હતું. તેથી આ ફિલ્મમાં પણ દર્શકોને ઘણી આશાઓ હતી, જેથી ફિલ્મ નિષ્ફળ રહી. પરંતુ અનન્યા દર્શકો ઉપર પોતાની છાપ છોડવામાં સફળ રહી.

સ્ટુડેંટ ઓફ ધ ઈયર 2 પછી અનન્યાને ફિલ્મ ‘પતિ પત્ની ઓર વો’ માં જોઈ હતી. આ ફિલ્મમાં પણ તેણે બે મુખ્ય કલાકારો સાથે કામ કર્યું હતું. અનન્યા સાથે ફિલ્મમાં મુખ્ય પાત્રમાં હિન્દી સિનેમાના બે ઉભરતા કલાકાર કાર્તિક આર્યન અને અભિનેત્રી ભૂમિ પેડનેકર જોવા મળી હતી.

બોલીવુડમાં અનન્યા પાંડેયની ત્રીજી ફિલ્મ હાલમાં જ ઓક્ટોબર મહિનામાં રીલીઝ થઇ છે. આ ફિલ્મનું નામ છે ‘ખાલી-પીલી’ . ઓક્ટોબરમાં રીલીઝ થયેલી આ ફિલ્મમાં અનન્યા પાંડેએ અભિનેતા ઇશાન ખટ્ટર સાથે કામ કર્યું હતું.
તેની આગામી ફિલ્મની વાત કરીએ તો તે હાલના દિવસોમાં દીપિકા પાદુકોણ સાથે તેની નવી ફિલ્મનું શુટિંગ કરી રહી છે. થોડા દિવસો પહેલા અનન્યાએ તેની ઈંસ્ટા સ્ટોરી ઉપર દીપિકા પાદુકોણ અને તેનો એક ફોટો પણ શેર કર્યો હતો.

આ માહિતી ઇન્ડિયા ફીડ્સ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.