આનંદ મહિન્દ્રાએ શેયર કર્યો જુગાડનો આ જબરજસ્ત ફોટો, જોતા જ છૂટી જશે તમારું હાસ્ય

0
760

મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાના સીઈઓ આનંદ મહિન્દ્રા હંમેશા પોતાની ટ્વીટને લઈને ચર્ચામાં રહે છે. એક તરફ જ્યાં એમની ટ્વીટ હંમેશા સમાજને એક શીખ આપે છે. તેમજ આનંદ મહિન્દ્રાને જો કોઈ જુગાડ દેખાય છે, તો એને પણ ટવીટરના માધ્યમથી લોકો સાથે શેયર કરે છે. અત્યારે હાલમાં જ એમણે મોબાઈલ ચાર્જ કરવાની એક જોરદાર રીત લોકો વચ્ચે શેયર કરી છે.

એ વાત તો આપણે બધા જાણીએ છીએ કે, ઈમરજન્સીમાં મોબાઈલ ચાર્જ કરવા માટે આપણે કોઈ પણ એડેપ્ટર અને વાયરની મદદ લઈએ છીએ. પણ ઘણી વાર તે વાયર ટૂંકો હોવાને કારણે એવું થાય છે કે, મોબાઈલ મુકવાની જગ્યા જ નથી હોતી.

એવી સ્થિતિમાં લોકોને ઘણી મુશ્કેલી થાય છે અને સમજમાં નથી આવતું કે, ફોન કઈ રીતે ચાર્જ કરવામાં આવે? હવે ખીલી કે હુક વગેરેની મદદ તો એ સમયે નથી લઇ શકતા. એટલા માટે આનંદ મહિન્દ્રાએ એક એવો જુગાડ શેયર કર્યો છે, જે મોબાઈલ ચાર્જ કરવા વાળા વ્યક્તિને શાંતિ આપી શકે છે.

આનંદ મહિન્દ્રાએ આ ફોટો શેયર કરતા લખ્યું છે કે, ‘ગયા વીકેન્ડમાં હું ગોવામાં હતો. મેં ત્યાં આવું ટ્રાય કર્યું અને કામ થઈ ગયું (આ ફોટો કોઈએ # whatsappwonderbox પર શેયર કર્યો હતો.) મારો સેલફોન ક્યારેય આટલો કમ્ફર્ટેબલ નથી લાગ્યો.

મોબાઈલ ચાર્જ કરવાના આ જુગાડની સાથે સાથે લોકોની નજર બુટની બ્રાન્ડ પર પણ અટકી ગઈ. ગોલ્ડ સ્ટાર બ્રાન્ડના બુટનો ભારતના ગામોમાં ગજબનો ક્રેઝ છે.

આ માહિતી ફીરકી અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.