Bajaj ની બાઈકથી ખેડૂત કાઢી રહ્યા છે મકાઈના દાણા, આનંદ મહિન્દ્રાને વિશ્વાસ આવ્યો નહીં, પ્રભાવિત થઈને શેયર કર્યો વિડિઓ

0
1093

મકાઈના દાણા કાઢવા માટે ખેડૂતે ઉપયોગ કરી બજાજની બાઈક, તો આનંદ મહિન્દ્રાએ પણ શેયર કર્યો તેમનો આ વાયરલ વિડીયો

દેશના પ્રમુખ ઉદ્યોગપતિ અને મહિન્દ્રા ગ્રુપના ચેયરમેન આનંદ મહિન્દ્રા સોશિયલ નેટવર્કિંગ સાઈટ ટ્વીટર પર ઘણા સક્રિય રહે છે. તે થોડા થોડા દિવસે પોતાની પોસ્ટમાં લોકોના દેશી જુગાડની પ્રશંસા કરતા રહે છે. આ વખતે તેમણે ટ્વીટર પર એક વિડીયો શેયર કર્યો છે, જેમાં અમુક ખેડૂત બજાજની બાઈકના પૈડાંની મદદથી મકાઈના દાણા કાઢી રહ્યા છે. આ વિડીયોને શેયર કરતા આનંદ મહિન્દ્રાએ આ દેશી જુગાડની પ્રશંસા પણ કરી છે.

આનંદ મહિન્દ્રાએ ટ્વીટર પર એક વિડીયો શેયર કર્યો છે, જેમાં જોઈ શકાય છે કે અમુક લોકોએ બજાજની બાઈકને મેન સ્ટેન્ડ પર ઉભી કરીને તેને ચાલુ કરી છે. આ બાઈકના પાછળના પૈડાંની મદદથી મકાઈના દાણા કાઢવાનું કામ કરવામાં આવી રહ્યું છે. આ બાઈકનું પાછળનું પૈડું કોઈ પિલર મશીનની જેમ કામ કરી રહ્યું છે, અને ઘણી સરળતાથી મકાઈના દાણા કાઢી રહ્યું છે.

આ રોચક વિડીયોને શેયર કરતા આનંદ મહિન્દ્રાએ પોતાની પોસ્ટમાં લખ્યું છે કે, મને સતત આ પ્રકારની ક્લિપ મળતી રહે છે કે કઈ રીતે આપણો ખેડૂત સમુદાય બાઈક અને ટ્રેકટરને મલ્ટી ટાસ્કીંગ મશીનોમાં ફેરવતો રહે છે. અહીં પણ એક પ્રકારનો એપ્લિકેશન પ્રયોગ કરવામાં આવ્યો છે, જેના વિષે હું સપનામાં પણ વિચારી નથી શકતો. તેમણે મજાકિયા અંદાજમાં લખ્યું કે, કદાચ કોન્ટિનેંટલ ટાયરે પોતાનું નામ બદલીને કોર્નીટેંટલ કરી દેવું જોઈએ.

આનંદ મહિન્દ્રા દ્વારા આ પોસ્ટ કરતા જ વિડીયો ઝડપથી વાયરલ થઈ ગયો, અને લાખોની સંખ્યામાં લોકોએ તેને પસંદ કર્યો. એવું પહેલી વાર નથી બન્યું કે આનંદ મહિન્દ્રાએ કોઈ દેશી જુગાડનો વિડીયો પોસ્ટ કર્યો છે. આ પહેલા પણ તે આ પ્રકારની પોસ્ટ કરી ચુક્યા છે, જેમાં તેમણે લોકો ભરપૂર પ્રશંસા કરી છે.

આ માહિતી જનસત્તા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.