કશ્મીરમાં અમુલ કરશે રોકાણ, રોજગારીની ઉભી થશે ઘણી બધી તકો, જાણો વધુ વિગત

0
717

ભારત સરકાર તરફથી જમ્મુ-કશ્મીરમાં દૂધ ક્ષેત્રે વિકાસની યોજના તૈયાર કરવામાં આવી રહી છે. આ કામમાં ગુજરાત કોપરેટીવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન (જીસીએમએમએફ) સરકારને પુરતો સહકાર આપશે. જીસીએમએમએફ અમુલ નામથી દેશભરમાં દૂધ સપ્લાઈ કરે છે. હાલમાં જ જીસીએમએમએફના સંચાલકોએ કશ્મીરના રાજ્યપાલ સાથે મુલાકાત પણ કરી છે. કશ્મીરમાંથી કલમ ૩૭૦ની જોગવાઈ દુર કર્યા પછી અહિયાં ડેરી ઉદ્યોગમાં એક નવી આશા જાગી છે.

સુત્રોના જણાવ્યા મુજબ જીસીએમએમએફના સંચાલકોએ કશ્મીરના ઉચ્ચ કક્ષાના અધિકારીઓ સાથે પણ મુલાકાત કરી છે, અને કશ્મીરના ડેરી ઉદ્યોગમાં ટેકનીકલ સપોર્ટ સાથે પ્રબંધક અને દૂધ ખરીદી સીસ્ટમને વિકસાવવાની ઈચ્છા વ્યક્ત કરી છે. હાલમાં કશ્મીરમાં ડેરી ઉધોગ સાથે જોડાયેલા લોકો ઘણું ઓછું કમાઈ શકે છે. કેમ કે ત્યાં દૂધ ઉત્પાદનનો માટે થયો ખર્ચ ઘણો વધારે છે, અને તેમણે ખાનગી કંપનીઓના દૂધ ઉત્પાદનોનો સામનો પણ કરવો પડે છે. એ કારણ છે કે કશ્મીરના ખેડૂત ડેરીના ક્ષેત્રમાં ઓછો રસ લઇ રહ્યા છે.

કોપરેટીવ મોડલ ઉપર ત્યાંના ઢોરના દૂધના ખાદ્ય પદાર્થો બનાવવાનું કામ શરુ કરવામાં આવશે :

મંત્રાલય સુત્રોના જણાવ્યા મુજબ કશ્મીરમાં કલમ ૩૭૦ દુર કર્યા પછી જીસીએમએમએફની મદદથી ડેરી ક્ષેત્રમાં ઝડપથી વિકાસ થશે. આ વર્ષે પાંચ જુલાઈના રોજ રજુ કરવામાં આવેલા બજેટમાં પણ કેન્દ્ર સરકારે કૃષિ ક્ષેત્રમાં પાયાની સુવિધાઓના વિકાસની જાહેરાત કરી હતી.

સુત્રોના જણાવ્યા મુજબ જીસીએમએમએફ તરફથી જમ્મુ-કશ્મીરના ખેડૂતોને ડેરી ઉત્પાદકો તરીકે વિકસાવવામાં આવશે, અને તેને તમામ પ્રકારની સહાયતા આપવામાં આવશે. કોપરેટીવ મોડલ ઉપર ત્યાંના ઢોરના ખાદ્ય પદાર્થ બનાવાનું કામ શરુ કરવામાં આવશે. સાથે જ દૂધની ખરીદી તેની પ્રોસેસિંગ અને માર્કેટિંગની વ્યવસ્થા પણ કોપરેટીવ તરીકે થશે.

તેની પ્રોસેસિંગ ક્ષમતા દરરોજ ૫૦,૦૦૦ લીટર દૂધનું પ્રોસેસ કરવાની છે.

સ્થાનિક સરકારની મદદ નહિ મળવાને કારણે જમ્મુ-કશ્મીરમાં ડેરી ઉદ્યોગનો વિકાસ થઇ શક્યો નથી. અત્યાર સુધી ત્યાં માત્ર બે પ્રોસેસિંગ યુનિટ કામ કરી રહ્યા છે. તેની પ્રોસેસિંગ ક્ષમતા દરરોજ ૫૦,૦૦૦ લીટર દૂધનું પ્રોસેસ કરવાની છે. કશ્મીરની મહિલાઓ સેલ્ફ હેલ્પ ગ્રુપના માધ્યમથી ડેરી ક્ષેત્રમાં કામ કરી રહી છે. પ્રોસેસિંગ યુનિટથી પ્રોસેસ્ડ ૨૦-૨૫ હજાર લીટર દુધને જીસીએમએમએફ દરરોજ ખરીદે છે, જેને સ્નો કેપના નામે વેચવામાં આવે છે.

શ્રીનગર અને આજુબાજુના વિસ્તારોમાં પેક કર્યા વગરના દૂધનું વેચાણ કરવામાં આવે છે, પરંતુ હજુ આ વિસ્તારોમાં દુધના વેચાણ માટે ઘણું મોટું બજાર છે. આ બજારમાં બટર, ચીઝ, આઈસ્ક્રીમ અને પનીરના વેચાણ માટે ઘણું મોટું બજાર રહેલું છે.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારા એક શેયરથી કોઈના જીવનમાં ઘણો મોટો ફાયદો થઇ શકે છે, અને તેનું ફળ કુદરત તમને જરૂર આપે છે. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

આ માહિતી મનીભાસ્કર અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.