આવી રીતે લો અમુલ પાર્લરની ફ્રેન્ચાઈજી અને કમાઓ 1-2 લાખ મહિને, જાણો શું કરવાનું હોય છે?

0
3356

નમસ્કાર મિત્રો, આજે અમે તમને આ લેખમાં અમુલ પાર્લરની ફ્રેન્ચાઈઝી વિષે જણાવીશું. જો તમે કોઈ નવો બિઝનેસ શરુ કરવા માંગતા હોવ તો તમે અમુલની ફ્રેન્ચાઈઝી લઈને પોતાનું અમુલ પાર્લર શરુ કરી શકો છો. અને એના દ્વારા તમે મહિનાના એક થી બે લાખ રૂપિયા કમાઈ શકો છો. આજે અમે તમને આ બિઝનેસ વિષે જાણકારી આપવાના છીએ.

જણાવી દઈએ કે, અમુલના બિઝનેસમાં તમે બે રીતે જોડાઈ શકો છો. પહેલું તો તમે ડિસ્ટ્રિબ્યુટરશીપ લઈ શકો છો.  જેની આવક 5 લાખ મહીને હોય છે. અને બીજી રીત છે તે અમુલ ફ્રેન્ચાઈઝીસમાં જોડાઈને 1 થી 2 લાખ રૂપિયા મહિને કમાઈ શકો છો. આજે અમે તમને અમુલ ફ્રેન્ચાઈઝીસ વિષે જણાવીશું. સૌથી પહેલા જાણી લઈએ અમુલ ફ્રેન્ચાઈઝી કેવી રીતે લેવાની છે અને તેમાં કઈ કઈ વસ્તુની જરૂરત છે.

કેવી રીતે લેવી અમુલ ફ્રેન્ચાઈઝી :

મિત્રો જો તમે નવા બિઝનેસના રૂપમાં અમુલ ફ્રેન્ચાઈઝી લેવા માંગો છો, તો તેમાં જરૂરી વસ્તુઓમાં પહેલા તો તમારી પાસે 300 સ્કવેર ફૂટની જગ્યા હોવી જોઈએ. એટલે કે તમારી દુકાન વગેરે 300 સ્કવેર ફૂટ કે તેથી વધારે જોઈએ. અને ખાસ વાત એ કે, જે જગ્યા પર ધંધો કરવા માંગો છો તે પ્રાઈમ લોકેશન હોવી જોઈએ, જેથી વેચાણ ખુબ રળતાથી થાય.

અને તમારી જે જગ્યા હશે તે ફૂલ એયર કન્ડિશનર હોવી જોઈએ. કારણ કે અમુલની વસ્તુઓ દૂધથી બનેલી હોય છે, એટલે તમારી પાસે એયર કંડીશનર નથી તો તે ખરાબ થઈ જશે છે. અને તમારી પાસે POS મશીન હોવું જોઈએ. સાથે જ એક કોમ્પ્યુટર અને તમે એક રીટેઈલ સોફ્ટવેર પણ લઈ શકો છો. આના સિવાય તમને બે લોકોની જરૂરત છે બેની જગ્યાએ એક પણ લઈ શકો છો અથવા તમારા પરિવારના કોઈ સભ્યને પણ લઈ શકો છો.

રોકાણ કેટલું કરવાનું?

ફ્રેન્ચાઈઝી લેવા માટે તમારે સૌથી પહેલા તો 50 હજાર રૂપિયા કંપનીના નામ પર ડિપોઝીટ કરવાના રહેશે. અને આ રકમ રિફંડડેબ્લ હોય છે. એટલે કે કંપની પાસે તમારો એક પણ રૂપિયો જવાનો નથી. આ સુરક્ષા માટે હોય છે જે તમને પછી આપી દેવામાં આવશે. બીજુ જે તમે દુકાનમાં ફર્નિચર, એ.સી, કુલર, કોમ્પ્યુટર વગેરે લગાડો છો તેનો ખર્ચો આવશે, તેના માટે લગભગ 2 થી 3 લાખ રૂપિયા આવે છે. આમાં તમે તમારા હિસાબે વસ્તુઓ લઈ શકો છો.

એટલે કે અહીંયા તમારે 2.5 થી 3.5 લાખ રૂપિયાનું રોકાણ કરવાનું છે જે તમને પાછા મળી જશે. અમે અહીં આવું એટલા માટે કહીએ છીએ કારણ કે 50 હાજર કંપની જયારે છોડો ત્યારે મળી જશે. અને બાકીનો જે ખર્ચ અને વસ્તુઓ છે એ તો તમે તમારા ઉપયોગમાં લઈ શકો છો. નહીતો વેચીને એની અમુક ટકા રકમ પાછી મેળવી શકો છો. તેમજ તમને જે નફો થશે એમાંથી તમારું રોકાણ તો તમને પહેલા જ પાછુ મળી જશે.

તેમજ કંપની તરફથી તમને ટ્રેનીંગ પણ આપવામાં આવશે. અને તમને સાધનો પર સબસીડી મેળવવાનો વિકલ્પ પણ મળશે. એટલે રોકાણની રકમ ઘટી પણ શકે છે.

કેટલો થશે નફો?

અમુલ પાર્લર દ્વારા તમે મહિને 6 લાખની કિંમતની પ્રોડક્ટનું વેચાણ કરી જ શકો છો. કારણ કે પ્રાઈમ લોકેશન હોવાના કારણે આ સરળતાથી થઈ જશે. અને આ રકમ વધી પણ શકે છે અને થોડું ધટી પણ શકે. પણ આનો એવરેજ અંક ગણતરી કરવામાં આવે તો 6 લાખ આવે છે.

એમાં તમને જે કમિશન મળે છે તે 1.6 લાખ મળે છે. એટલે કે તમે 6 લાખનું વેચાણ કરો છો તો તમને 1.6 લાખ કમિશન મળશે. દુકાનનું ભાડું વગેરે 30,000 હજાર અને 5 હજાર લાઈટ બિલ રાખો અને જો તમે કોઈ કામવાળો લગાવો છો તો તેનો પગાર 8 હજાર અને બીજા ખર્ચ 7 હજાર અન્ય ખર્ચ એટલે કે લાઈટ બિલ કે ભાડામાં વધારો વગેરે. એવામાં તમારી જે આવક થવાની છે તે 1 લાખ 10 હજાર થઈ જશે.

જો આટલું વેચાણ પણ નહિ થાય તો પણ તમે 60 હજાર થી 1 લાખ તો કમાઈ શકો છો, એ જેવું તમારું વેચાણ તેવી કમાણી. અને જો તમે 6 લાખનું વેચાણ મહિને કરશો તો તમારી આવક ઓછામાં ઓછી 1 લાખ થશે. આજે અમે તમને આ બધી જાણકારી આપી છે તેમાં જેવું તમે વેચાણ કરો તેવી રીતે કમિશન મળે છે. કોઈવાર વધારો પણ થશે અને કોઈ વારો ઓછો પણ થશે. આ બધું તમારા વેચાણ અને દુકાનની જગ્યા પર આધાર રાખે છે.

તમે તમારી દુકાનનું માર્કેટિંગ સારું કરો અને કસ્ટમરને સારી સર્વિસ આપો તો એક કસ્ટમર બીજાને તમારી દુકાનેથી સમાન લેવાની સલાહ આપશે.