પોતાની જ બહેનપણીના પતિ સાથે લગ્ન કરી, અભિનેત્રી સ્મૃતિ મલ્હોત્રા આ રીતે બની સ્મૃતિ ઈરાની, આ છે આખી સ્ટોરી.

0
3955

હંમેશા એવું જોવા મળ્યું છે કે, કલાકારો કે સેલીબ્રીટીઓ પોતાના જીવનના અમુક રહસ્યો દુનિયાથી છુપાવીને રાખે છે. એમના વિષે અમુક વાતો એવી હોય છે, જેને સામાન્ય લોકો ક્યારેય નથી જાણી શકતા અને તે રહસ્ય બનીને જ રહી જાય છે. આ ઇન્ડસ્ટ્રીમાં અમુક કલાકાર એવા પણ છે, જે દુનિયા સામે સીધા અને સરળ રહે છે પણ હકીકતમાં કોઈની સાથે ઘણી મોટી રમત રમી ચુક્યા હોય છે. પણ કહેવાય છેને કે સફળતાની કેટલી પણ ઉંચાઈ ઉપર કેમ ન પહોંચી જાવ, પણ ભૂતકાળ ક્યારે પણ તેનો પીછો નથી છોડતો.

મિત્રો આજે અમે તમને એક એવી જ કલાકાર વિષે જણાવવાના છીએ. અને એ કલાકારનું નામ છે સ્મૃતિ ઈરાની. જે હાલમાં તો એક નેતા છે. પણ તેમનું લગ્ન પહેલાનું નામ સ્મૃતિ મલ્હોત્રા છે. આજે અમે તમને તેમના વિષે ઘણી વિશેષ વાતો જણાવવા જઈ રહ્યા છીએ, જેના ઉપર થોડો પણ વિચાર કરવામાં આવે તો ઘણું બધું સામે પણ આવી જાય છે. આવો અમે તમને જણાવીએ આ સ્મૃતિ મલ્હોત્રાથી સ્મૃતિ ઈરાની બનવા સુધીની સફર.

જાણકારી માટે જણાવી દઈએ કે, સ્મૃતિ જુબીન ઈરાનીનો જન્મ ૨૩ માર્ચ ૧૯૭૬ ના રોજ દિલ્હીમાં થયો હતો. તેમણે પોતાનું શિક્ષણ પણ ત્યાં જ પ્રાપ્ત કર્યું હતું. અને તે સોંદર્ય પ્રસાધનોના પ્રચારથી લઈને પ્રખ્યાત મિસ ઇન્ડિયા હરીફાઈની ભાગીદાર પણ બની ચુકી છે.

અને મોડલિંગ ક્ષેત્રમાં પ્રવેશ કરતા પહેલા, સ્મૃતિ મેક્ડોનાલ્સમાં વેટ્રેસ અને ક્લીનરના હોદ્દા ઉપર કામ પણ કરી ચુકી છે. ત્યારબાદ તે મુંબઈ આવી અને ટીવી સીરીયલ ‘ક્યોકિ સાસ ભી કભી બહુ થી’ માં ‘તુલસી’ નું મહત્વનું પાત્ર ભજવ્યું અને જાણીતી બની ગઈ.

જણાવી દઈએ કે, તેમણે ૧૦ માં ધોરણની પરીક્ષા પાસ કર્યા પછીથી જ પૈસા કમાવવાનું શરુ કરી દીધું હતું. તે સોંદર્ય પ્રસાધનનો પ્રચાર પણ કરવા લાગી હતી. રૂઢીવાદી પંજાબી-બંગાળી કુટુંબની ત્રણ દીકરી માંથી એક સ્મૃતિએ પરિવારની તમામ મર્યાદાઓ તોડીને ગ્લેમર જગતમાં પગ મુકેલો. તેમણે ૧૯૯૮ માં મિસ ઇન્ડિયા હરીફાઈમાં ભાગ લીધો, પણ ફાઈનલ સુધી પહોંચી ન શકી. ત્યારબાદ સ્મૃતિએ મુંબઈ જઈને અભિનય દ્વારા પોતાનું નસીબ ચમકાવ્યું.

તેમની ઈચ્છા મોડલ બનવાની હતી અને એના માટે તે દિલ્હીમાં પોતાનો અભ્યાસ પુરો કરીને ૨૦-૨૨ વર્ષની ઉંમરમાં જ મુંબઈ આવી ગઈ હતી. અહીં સુધી તો સ્મૃતિ ઈરાની, સ્મૃતિ મલ્હોત્રા જ હતી. પણ તેમનું કુટુંબ રૂઢીવાદી હતું અને તેથી તેને મોડલિંગ માટે મંજુરી નહોતી આપી રહ્યા. અને પોતાની મોડલિંગની ઈચ્છા પુરી કરવા માટે જ સ્મૃતિએ પોતાનું ઘર છોડ્યું હતું, અને મુંબઈ આવીને મોડલિંગ કરવાનું શરુ કરી દીધું હતું.

પરિવાર તરફથી સાથ ન મળવા પર મુંબઈમાં શરૂઆતના સમયમાં સ્મૃતિ મલ્હોત્રાને પૈસાની ઘણી તંગી રહી હતી, અને તે ખુબ જ ગરીબ હતી. અને તે કારણે જ તેમનો મોડલિંગનો ખર્ચ પણ પુરો પડતો ન હતો. એ કારણે સ્મૃતિએ એક રેસ્ટોરન્ટમાં કામ કરવાનું શરુ કરી દીધું. અને તે જ રેસ્ટોરન્ટમાં નોકરી કરતી વખતે સ્મૃતિની મુલાકાત એક પૈસાદાર મહિલા સાથે થાય છે, અને સમય જતા એ તેની ખાસ બહેનપણી બની જાય છે.

જણાવી દઈએ કે, સ્મૃતિની મિત્રતા એક એવી મહિલા સાથે થઇ ગઈ જેણે સ્મૃતિનું આખું જીવન જ બદલી નાખ્યું. તે છોકરી ખુબ જ પૈસાદાર કુટુંબની હતી અને ખુબજ સરળ અને ચોખ્ખા મનની હતી. અને તે એક મિત્ર તરીકે સ્મૃતિનું ઘણું સન્માન કરતી હતી. તે મહિલાનું નામ હતું મોના ઈરાની. મોના અબજોપતિ કુટુંબની વહુ હતી, અને તેની એક દીકરી પણ હતી.

સ્મૃતિ મલ્હોત્રા પૈસાને લઈને ઘણી દુ:ખી હતી. અને એની પાસે ઘણી વખત ફ્લેટનું ભાડું ચૂકવવાના પૈસા પણ બચતા ન હતા. તો પોતાની બહેનપણીનું આ દુ:ખ જોઇને મોનાનું દિલ પીગળી જાય છે, અને તેને કહે છે કે તું અમારા ઘરે આવ, અને જ્યાં સુધી તું સારી રીતે સેટલ ન થઇ જાય ત્યાં સુધી અમારી સાથે અમારા ઘેર જ રહે. પણ મોના નહોતી જાણતી કે એક દિવસ તેની બહેનપણીને કારણે તેણે આ ઘર છોડવું પડી શકે છે.

અને એ દિવસથી સ્મૃતિ મલ્હોત્રા પોતાની બહેનપણી મોનાના ઘરે જ રહેવા લાગી. ત્યાં તેને ખબર પડી કે આ પારસી કોઈ સામાન્ય વ્યક્તિ નથી પણ ઘણા મોટા શેઠ છે, અને ટાટા કુટુંબમાં તેમની બહેનના લગ્ન થયેલા છે. ગોવા, મુંબઈ, નવસારી અને અમદાવાદમાં તેમની કેટલાય હજાર કરોડોની મિલકત છે. પછી સ્મૃતિ પોતાની એજ બહેનપણી મોના ઈરાનીના પતિની નજીક આવવા લાગે છે, જેમણે તેના મુશ્કેલીના સમયમાં તેને એક આલીશાન ઘરમાં રહેવા માટે જગ્યા આપી દીધી.

અને પછી શરુ થાય છે પોતાની જ બહેનપણીને દગો આપવાનો મોટો ખેલ. સ્મૃતિએ ધીમે ધીમે મોનાના પતિ જુબીન ઈરાનીને પોતાના પ્રેમની જાળમાં ફસાવી લીધા, અને મોના ઈરાનીની વસી-વસાવેલી ગૃહસ્થી ભાંગી નાખી. જુબીન ઈરાની એક અભિનેત્રીના રૂપ જાળમાં ફસાતા ગયા અને તેણે પોતાની પત્ની મોના ઈરાનીને છૂટાછેડા આપીને સ્મૃતિ મલ્હોત્રા સાથે લગ્ન કરી લીધા. અને મોના ઈરાનીએ પોતાની એજ બહેનપણીના કારણે પોતાના જ ઘર માંથી નીકળવું પડ્યું, જેને તે મુશ્કેલીના સમયમાં આશરો આપવા પોતાના ઘરે લાવી હતી.

જાણકારી માટે જણાવી દઈએ કે, વર્ષ ૨૦૦૧ માં સ્મૃતિએ પરણિત જુબીન ઈરાની પારસી સાથે લગ્ન કર્યા. તે વર્ષે તેમને એક દીકરો થયો, તેનું નામ ‘જોહર’ છે. સપ્ટેમ્બર ૨૦૦૩ માં તેમને એક દીકરી થઇ, જેનું નામ ‘જોડશ’ છે. અને સ્મૃતિ ‘શેનીયલ’ ની સાવકી માં છે, જે તેના પતિ જુબીન ઈરાની અને તેની પહેલી પત્ની મોના ઈરાનીની દીકરી છે. આટલા મોટા કુટુંબમાં લગ્ન પછી સ્મૃતિની સફળતાના દ્વાર ખુલી ગયા. તેને મોટી મોટી સીરીયલોમાં કામ મળવા લાગ્યું. ત્યારબાદ તેને રાજકીય પાર્ટીમાં પ્રવેશ મળી ગયો, અને ધીમે ધીમે સ્મૃતિ ઘણી આગળ આવી ગઈ.