ટેસ્ટી અને હેલ્ધી આમળાનું અથાણું ફક્ત 10 મિનિટમાં ઘરે બનાવો અને તરત ખાઈ જાઓ.

0
230

એકદમ સરળ રીતે ઘરે જ બનાવો ટેસ્ટી અને સ્વાસ્થ્ય વર્ધક આમળાનું અથાણું, ફક્ત 10 મિનિટમાં બનીને તૈયાર.  તે વાતમાં કોઈ શંકા નથી કે આમળા હેલ્ધી ફળોમાંથી એક છે. તેના અમુક લાભકારી ગુણ છે. પોતાના એંટી-કેન્સર, એંટી ઈંફલેમેટરી અને એંટી-ડાયાબિટીક ગુણોને કારણે આમળા એક હેલ્ધી ફળ છે. આમળા વિટામિન સી નો એક સમૃદ્ધ સ્ત્રોત પણ છે. આ દરેક અદ્દભુત ફાયદા સિવાય આમળા હકીકતમાં આપણા દરેક માટે એક આશીર્વાદ છે, અને આપણે તેને પોતાની ડાયટમાં શામેલ કરવા જોઈએ.

પોતાની ડાયટમાં આમળા શામેલ કરવાની સૌથી સરળ રીતે તેનું અથાણાંના રૂપમાં સેવન કરવું છે, અને આમળાનું અથાણું તૈયાર કરવું કોઈ મોટું કામ નથી. તમે ફક્ત 10 મિનિટમાં ધરે જ સ્વાદિષ્ટ આમળાનું અથાણું તૈયાર કરી શકો છો. જી હાં, આમળા હેલ્ધી ફાળોમાંથી એક છે. તેના આશ્ચર્યજનક ફાયદા મેળવવા માટે તેને ઇન્સ્ટન્ટ અથાણાંના રૂપમાં પોતાની ડાયટનો ભાગ બનાવો.

આમળાની ઇન્સ્ટન્ટ અથાણાંની રેસિપી મિનિટોમાં તૈયાર કરો :

કુલ સમય : 10 min

તૈયારી માટે સમય : 5 min

બનાવવા માટે સમય : 5 min

સર્વિંગ : 4

કુકીંગનું સ્તર : મીડીયમ

કોર્સ : ઍપિટાઇઝર (ભૂખ ઉઘાડનાર)

કેલરી : 50

પ્રકાર : ભારતીય

લેખક : પૂજા સિન્હા

જરૂરી સામગ્રી :

આમળા – 8 થી 10

રાય – 1/3 નાની ચમચી

હિંગ – 1/3 નાની ચમચી

હળદર – 1/3 નાની ચમચી

લીલા મરચા – 6 થી 7

આદુ – 1 મોટી ચમચી પીસેલું

લાલ મરચું પાવડર – 1/2 નાની ચમચી

ગરમ મસાલો – 1/2 નાની ચમચી

તેલ – 2 મોટા ચમચા

મીઠું – સ્વાદ અનુસાર

બનાવવાની રીત :

સ્ટેપ 1 : સૌથી પહેલા આમળાને સારી રીતે ધોઈને થોડીવાર પાણીમાં ઉકાળો. પછી તેને મોટા ટુકડામાં કાપી લો અને સાથે જ લીલું મરચું કાપી લો અને આદુને પીસી લો.

સ્ટેપ 2 : હવે એક પેન લો અને તેમાં તેલ નાખો (તમે સામાન્ય ખાવાના તેલનો ઉપયોગ કરી શકો છો.) જયારે તેલ ગરમ થઈ જાય તો તેમાં રાય નાખો. જેવી જ રાય તૈયાર થાય એટલે તેમાં એક ચપટી હળદર, હિંગ અને લાલ મરચું પાવડર નાખો.

સ્ટેપ 3 : ત્યારબાદ આમળા, આદુ અને મરચું નાખો. તેને સારી રીતે હલાવો. ઢાંકણ બંધ કરો અને તેને થોડી મિનિટ માટે રંધાવા દો. થોડી વારમાં જ આમળા નરમ થઈ જશે. એક વાર જયારે તે થોડા નરમ થઈ જાય, તો ગેસ બંધ કરી દો અને અથાણું ઠંડુ થવા દો. તમારું અથાણું તૈયાર છે.

સ્ટેપ 4 : સુનિશ્ચિત કરો કે તમે તેને એક કાચની બરણીમાં ભરો, કારણ કે પ્લાસ્ટિકની બરણીમાં આ અથાણું સ્ટોર કરવું સુરક્ષિત નથી. જો તમે તેને વધારે સમય સુધી સ્ટોર કરવા માંગો છો, તો તમે તેમાં વધારે તેલ મિક્સ કરી શકો છો. આ પ્રકારની વધારે જાણકારી મેળવવા માટે અમારી સાથે જોડાયેલા રહો.

આ માહિતી હર જિંદગી અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.