અમિતાભે દીકરી શ્વેતાના લગ્ન ખુબ જ નાની ઉંમરમાં કરાવી દીધા હતા, હવે સામે આવ્યું આ કારણ

0
2134

મોટા પડદા ઉપર શહેનશાહનું પાત્ર નિભાવતા અમિતાભ બચ્ચન રીયલ લાઈફમાં પણ બોલીવુડના કિંગ છે. આજે અમિતાભની ઉંમર ૭૬ વર્ષની થઇ ગઈ છે, પરંતુ તેમછતાં પણ તે ફિલ્મોમાં મોટા અને વિશેષ પાત્ર નિભાવતા જોવા મળે છે. તે અમિતાભનું ટેલેન્ટ જ છે જેને કારણે જ તે દરેકના ફેવરીટ છે. અમિતાભને કારણે તેમનું કુટુંબ હંમેશા ચર્ચાનો વિષય બનતું રહે છે.

અમિતાભની કુશળતા અને રુઆબ એટલો બધો છે કે, તેની સામે તેમના દીકરા અભિષેક બચ્ચનની ફિલ્મી કારકિર્દી ઝાંખી પડતી જોવા મળે છે. આજે અમિતાભ ફિલ્મોમાં તેમના દીકરાથી પણ વધુ એક્ટીવ રહે છે. અને જો એમની દીકરી શ્વેતા નંદા બચ્ચનની વાત કરીએ, તો તે ફિલ્મોથી હંમેશા દુર જ રહી છે. તે મીડિયાની લાઈમ લાઈટમાં પણ ઓછી જ જોવા મળે છે.

સામાન્ય રીતે જેના કુટુંબના લોકો ફિલ્મો સાથે જોડાયેલા રહે છે, તેના બાળકો પણ આ ઝાકમઝોળથી પ્રભાવિત થાય છે અને તે લાઈનમાં કારકિર્દી બનાવે છે. પછી પોતાના પિતા અમિતાભ બચ્ચન જેવા મહાનાયક હોય તો ફિલ્મોમાં મોટા રોલ મળવા મુશ્કેલ કામ નથી. પરંતુ તેમછતાં પણ શ્વેતાએ એક હિરોઈન બનવા વિષે ક્યારે પણ નથી વિચાર્યું. પરંતુ અમિતાભે તો એક સામાન્ય ભારતીય કુટુંબની જેમ શ્વેતાના લગ્ન ઘણી નાની ઉંમરમાં જ કરી દીધા હતા.

જરા વિચારો બોલીવુડ એક એવું સ્થાન છે જ્યાં હંમેશા ફિલ્મી કલાકારો અને તેમના પરિવારના લોકો ઘણા મોડા લગ્ન કરતા હોય છે. છતાંપણ અમિતાભ પાસે તો નામ, પૈસા, મોભો અને ઇન્ડસ્ટ્રીમાં માન સન્માન બધું જ હતું. તે ધારે તો ક્યારે પણ પોતાની દીકરીના લગ્ન કરાવી શકતા હતા. અમિતાભની દીકરી સાથે લગ્ન કરવા માટે લોકોની હંમેશા લાઈન લાગી હોત. પરંતુ તેમછતાં પણ અમિતાભે દીકરીના લગ્ન નાની ઉંમરમાં જ કરી દીધા.

તમને જાણીને નવાઈ લાગશે કે શ્વેતા જયારે માત્ર ૨૩ વર્ષની હતી ત્યારે એક બાળકની માતા પણ બની ચુકી હતી. શ્વેતાએ એક મોટા બિઝનેસમેન નીખીલ નંદા સાથે લગ્ન કર્યા છે. તેવામાં શું તમે ક્યારેય વિચાર્યું છે કે ખરેખર એવી શું મુશ્કેલી આવી પડી હતી, જે અમિતાભે પોતાની દીકરીના લગ્ન આટલા જલ્દી કરી દીધા. જયારે શ્વેતાના લગ્ન થયા હતા તો તે નાની ઉંમરને કારણે જ તેને થોડી ઘણી સમજણ પણ ન હતી. એટલા માટે આ આખી બાબત ઉપર એ સમાચાર પણ સામે આવ્યા હતા કે, શ્વેતાના લગ્ન પહેલા જ નીખીલ સાથે લવ અફેયર ચાલી રહ્યા હતા.

સાંભળવામાં તો એ પણ આવ્યું હતું કે, શ્વેતા લગ્ન પહેલા જ પ્રેગ્નેન્ટ બની ગઈ હતી જેને લઈને પિતા અમિતાભે તેના લગ્ન જલ્દી કરાવી દીધા હતા. આમ તો તે વાતમાં કેટલું સત્ય છે કાંઈ કહી નથી શકાતું. સ્પષ્ટ એવી વાત છે જો એવું કાંઈ પણ હોત તો પણ કોઈ જાહેરમાં કેમ જણાવે? તે તેનું અંગત જીવન છે.

શ્વેતાના જલ્દી લગ્ન કરવાનું સાચું કારણ જે પણ હોય, પરંતુ હાલના સમયમાં તે પોતાના પતિ સાથે ઘણી ખુશ છે. શ્વેતાએ લગ્નના ૧૦ વર્ષ પછી કામ કરવાનો નિર્ણય લીધો હતો. તે ખાસ કરીને જર્નલીસ્ટનું કામ કરે છે. તેમણે પોતાનું એક પુસ્તક પણ લખ્યું છે. હવે શ્વેતા ભલે ફિલ્મોમાં ન આવી હોય પરંતુ તેની દીકરી નવ્યા નવેલી નંદા ભવિષ્યમાં ફિલ્મોમાં જરૂર આવી શકે છે.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.