અમિતાભ બચ્ચને આ ફિલ્મ માટે લીઘી દિપીકા કરતા પણ વધારે ફી, મોટા મોટા કલાકારોની ચમક કરી દીધી ફીકી.

0
302

ફી ની બાબતમાં અમિતાભ બચ્ચને દીપિકાને છોડી પાછળ, 78 વર્ષની ઉંમરે ફિલ્મ માટે લીધી આટલા કરોડ રૂપિયા ફી. તેલુગુ સુપરસ્ટાર પ્રભાસ ઘણી મહેનત કરી રહ્યા છે કે કોઈ પણ રીતે તેની છાપ એક અખિલ ભારતીય હીરોની બની જાય. ‘બાહુબલી’ માં મળેલી સિદ્ધી જેમ કે તેની પોતાની જ ભૂલોથી ‘સાહો’ માં ધોઈ નાખી છે. પરંતુ તેમને વિશ્વાસ છે કે તે તેની એ ગુમાવેલી ખ્યાતી વહેલી તકે જ હિન્દી સિનેમાની હિરોઈન નંબર વન દીપિકા પાદુકોણ સાથે પાછી મેળવી લેશે. અને ક્યાય તેમાં કોઈ ખામી ન રહી જાય, એટલા માટે પ્રભાસે લીધા છે, હિન્દી સિનેમાના લોડસ્ટાર એટલે ધ્રુવતારા એટલે અમિતાભ બચ્ચનનો સહકાર. આ ફિલ્મમાં બીગ બી એ જે ફી લીધી છે, તે દીપિકાને મળેલી ફી થી એક કરોડ રૂપિયા વધુ છે.

પ્રભાસની કારકિર્દીની આ 21મી ફિલ્મ તેની જાહેરાત સમયથી જ ચર્ચામાં રહેલી છે. ચર્ચામાં હોવાનું કારણ એક તો પ્રભાસ પોતે જ છે, બીજું તેની મુખ્ય અભિનેત્રી દીપિકા પાદુકોણ અને ચર્ચામાં રહેલું ત્રીજું કારણ છે મહાન અભિનેતા અમિતાભ બચ્ચન. ફિલ્મમાં બધા મોટા મોટા કલાકારોના નામ છે અને ફિલ્મનું બજેટ પણ ઘણું મોટું છે. અને હવે ચર્ચા થઇ રહી છે આ ફિલ્મ માટે અમિતાભની ફી ની.

કહેવામાં આવે છે કે અમિતાભે પોતાના પાત્ર માટે આ ફિલ્મમાં ઘણા પૈસા મેળવ્યા છે. મહાન અભિનેતા અમિતાભ બચ્ચન છેલ્લી સદીના મહાનાયક રહ્યા છે. આ સદીમાં તે મહાનાયક તો નથી પરંતુ મેગાસ્ટાર જરૂર છે અને સૌથી વ્યસ્ત કલાકારો માંથી એક પણ છે. કહેવામાં તો તે 78 વર્ષના થઇ ગયા છે પરંતુ તેની પાસે કામ એટલું છે જેટલું કામ આજકાલના કોઈ નવા અને જોશીલા કલાકારને પણ નથી મળતું. આ વધુ કામમાં એક કામ તેની પાસે દીપિકા પાદુકોણ અને પ્રભાસની ફિલ્મનું પણ છે.

સુત્રો દ્વારા મળેલી માહિતી મુજબ અમિતાભ બચ્ચન પ્રભાસ અને દીપિકાની આ ફિલ્મમાં એક મહત્વની ભૂમિકા નિભાવવાના છે. અને આ ભૂમિકા માટે તે નિર્માતા પાસેથી 21 કરોડ રૂપિયા લેશે. પહેલા કહેવામાં આવી રહ્યું હતું કે અમિતાભ બચનનો આ ફિલ્મ માં કિમીયો હશે પરંતુ હકીકતમાં તે એક સારું એવું પાત્ર ભજવશે. તે કારણ છે કે તેના પાત્ર માટે તેમણે નિર્માતાઓ પાસેથી આટલી મોટી રકમ માગી છે. સારી વાત એ છે કે નિર્માતાઓએ પણ કોઈ વધઘટ કર્યા વગર અમિતાભની વાત માની લીધી. આટલી જ ફી ફિલ્મમાં દીપિકાને પણ મળવાના સમાચાર છે.

નાગ અશ્વિનના નિર્દેશનમાં બનનારી આ ફિલ્મમાં અમિતાભ બચ્ચનના પાત્રનું પ્રભાસના પાત્ર જેટલું જ મહત્વ હશે. નિર્માતા જાણે છે કે અમિતાભ બચ્ચન હિન્દી ફિલ્મના સૌથી મોટા કલાકાર છે. જયારે એક વખત વાત થઇ ગઈ તો તે પૈસાની બાબતમાં પાછા પડતા ન હતા. એટલા માટે તેમણે એટલી મોટી રકમ પણ અમિતાભને આપવામાં સંકોચ ન કર્યો. આમ પણ અમિતાભ બચ્ચન દક્ષીણ ભારતીય ફિલ્મોમાં ઘણું ઓછું કામ કરે છે. પરંતુ, જયારે કરે છે, તો તેના માટે તે ફી પણ વધુ જ લે છે.

આમ તો અમિતાભ બચ્ચન એ વાતનું ધ્યાન રાખે છે કે ક્યાંક તેની ફી ની માથાકૂટમાં ફિલ્મનું બજેટ બગડી ન જાય. તે ધ્યાન રાખે છે કે ફિલ્મમાં તેની જેટલી મોટી ભૂમિકા હશે, તે એ હિસાબથી જ તેના પૈસા નક્કી કરશે. થોડા સમય પહેલા સુત્રોએ જ માહિતી આપી દીધી હતી કે દીપિકા પણ આ ફિલ્મના નિર્માતાઓ પાસે તેના પાત્ર માટે 20 કરોડ રૂપિયા ચાર્જ કરશે. પ્રભાસ એક પછી એક ફિલ્મો દ્વારા આખા દેશના સુપરસ્ટાર બનવા માંગે છે. એટલા માટે જ તેમણે તેની આ ફિલ્મમાં હિન્દી ફિલ્મોની નંબર વન અભિનેત્રી દીપિકા પાદુકોણને લીધી છે.

આ માહિતી અમર ઉજાલા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.