અમિતાભ બચ્ચને પત્ની જયા અને દીકરી શ્વેતા સાથે શેયર કર્યા ખાસ ફોટા, ટ્રેડિશનલ કપડામાં દેખાયો પરિવાર.

0
254

પત્ની જયા અને દીકરી શ્વેતા સાથે સેલ્ફી લેતા દેખાયા બિગ બી, ટ્રેડિશનલ લૂકમાં ફોટો થયો વાયરલ. બોલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચન સોશિયલ મીડિયા ઉપર ઘણા એક્ટીવ રહે છે. તે હંમેશા પોતાની પોસ્ટ દ્વારા ફેંસને મનોરંજન કરતા રહે છે. તેનાથી આગળ વધી ક્યારે ક્યારે તે તેના અંગત જીવનની પણ તસ્વીરો ફેંસ સાથે શેર કરે છે. હાલમાં જ બીગ બી એ એક એવી જ સેલ્ફી શેર કરી છે. આ ફોટામાં તે એકલા નથી પરંતુ તેની પત્ની જયા બચ્ચન અને દીકરી શ્વેતા બચ્ચન નંદા પણ જોવા મળી રહી છે.

તમને તે ફોટા દેખાડીએ તે પહેલા એક થ્રોબેક ફોટા ઉપર નજર કરીએ છીએ. દિવાળીના પ્રસંગ ઉપર અમિતાભ બચ્ચને તેની પત્ની જયા બચ્ચન અને દીકરી શ્વેતા બચ્ચન નંદા સાથે એક થ્રોબેક ફોટો શેર કર્યો હતો. આ ફોટામાં અમિતાભ, જયા અને શ્વેતાને ફૂલઝરી સળગાવતા જોઈ શકાય છે, તે દરમિયાન અમિતાભ બચ્ચન ફૂર્તા-પાયજામામાં જોવા મળી રહી છે, તો જયા બચ્ચન સાડીમાં ઘણી સુંદર લાગી રહી છે.

ફોટામાં દીકરી શ્વેતા પણ તેના પિતાની બાજુમાં ફ્રોક પહેરેલી સ્પષ્ટ જોવા મળી રહી છે. અમિતાભે આ ફોટાને કેપ્શન દ્વારા તેના તમામ ફેંસને દિવાળીની શુભકામનાઓ આપી હતી. બીગ બી એ લખ્યું હતું, દિવાળની શુભકામનાઓ. હવે આવો તમને દેખાડીએ બીગ બી દ્વારા શેર કરવામાં આવેલા તે ફોટો.

આમ તો અમિતાભ બચ્ચને તેના સત્તાવાર ઈંસ્ટાગ્રામ એકાઉન્ટ ઉપર 24 નવેમ્બર 2020ના રોજ એક તસ્વીર શેર કરી છે. આ ફોટાને જોઈને એવું લાગી રહ્યું છે કે અમિતાભે પત્ની અને દીકરીને જાણ કર્યા વગર તે ક્લિક કર્યો છે. તસ્વીર જોઈને એવો પણ અંદાઝ લગાવવામાં આવી શકે છે કે તે તેમાં પોતાના કરતા વધુ શ્વેતા અને જયાની તરફ ધ્યાન આપી રહ્યા છે. શ્વેતા અને જયા બંને માસ્ક પહેરેલા જોવા મળી રહ્યા છે. ટ્રેડીશનલ કપડામાં અમિતાભ, જયા અને શ્વેતા ત્રણે કોઈ કામ ‘વિશેષ તૈયારી’ માટે તૈયાર બેઠા છે. તેની જાણકારી પોતે બીગ બી એ કેપ્શન દ્વારા આપી છે. તેમણે લખ્યુ છે, ‘કામમાં કુટુંબ’

‘ડોટર્સ ડે’ ઉપર અમિતાભે દીકરી સાથે શેર કર્યો હતો વિશેષ ફોટો : અમિતાભ સોશિયલ મીડિયા ઉપર હંમેશા તેની દીકરી સાથે પોસ્ટ શેર કરતા રહે છે. 27 સપ્ટેમ્બરના રોજ ‘ડોટર્સ ડે’ ના પ્રસંગે બીગ બી એ તેની દીકરી સાથે ઈંસ્ટાગ્રામ ઉપર એક ફોટો શેર કર્યો હતો, જેની એક ફ્રેમમાં શ્વેતા તેના પિતાના ગાલ ઉપર ‘કિસ’ કરતી જોવા મળી રહી છે. બીજી ફ્રેમમાં તે તેના પિતા સાથે સોફા ઉપર બેઠી છે, ફોટા કાંઈક આ રીતે લેવામાં આવ્યા છે, જે જોઈને લાગે છે કે એક દીકરી તેના પિતાના સાથમાં સુરક્ષિત અનુભવી રહી છે. તસ્વીર સાથે અમિતાભે કેપ્શનમાં લખ્યું હતું, ‘હેપ્પી ડોટર્સ ડે દરેક દિવસ તેની દીકરીને સમર્પિત’.

અમિતાભની જેમ જ સોશિયલ મીડિયા ઉપર એક્ટીવ રહે છે શ્વેતા : અમિતાભ બચ્ચનની જેમ શ્વેતા બચ્ચન નંદા પણ સોશિયલ મીડિયા ઉપર ઘણી સક્રિય રહે છે. તે અહિયાં ન માત્ર ફેંસને બ્યુટી ટીપ્સ આપે છે, પરંતુ યોગા અને તનાવને દુર કરવા વિષે પણ જણાવે છે. તે ઉપરાંત તેની દીવાલ ઉપર તેના કુટુંબના ઘણા બધા ફોટા મળી જશે.

જયારે બીગ બી અને શ્વેતા બચ્ચને આકાશ અંબાણીની રીસેપ્શનમાં પહોચીને શોભામાં વધારો કર્યો : આકાશ અંબાણી અને શ્લોકા મેહતાના લગ્નના રીસેપ્શનમાં આમ તો આખુ બચ્ચન કુટુંબ ગયું હતું, પરંતુ અમિતાભ અને તેની દીકરી શ્વેતા બચ્ચન નંદાની સ્ટાઈલ આગળ બધા ઝાંખા જોવા મળ્યા હતા. બંનેની ગાઢ મિત્રતા જોઇને તે વખતે બધાના મનમાં એ વિચાર આવ્યો હશે કે દરેક બાપ-દીકરી વચ્ચે આવો જ પ્રેમ હોવો જોઈએ.

અમિતાભ બચ્ચન જે આ ફંક્શનમાં બ્લેક બંધ ગળાનો કુર્તો અને સફેદ પાયજામો પહેરેલા જોવા મળ્યા હતા. તેના આઉટફીટની સૌથી વિશેષ વાત એ હતી કે તેણે તેના લુકને કમ્પ્લીટ કરવા માટે એક સ્ટ્રાઈપ દુપટ્ટો પણ નાખેલો હતો જે તેની ઉપર ઘણો સુટ થઇ રહ્યો હતો.

અમિતાભ બચ્ચનના વર્કફ્રંટની વાત કરીએ તો, તે હાલના દિવસોમાં ટીવીના ફેમસ ક્વિજ શો ‘કોન બનેગા કરોડપતિ’ હોસ્ટ કરી રહ્યા છે. શો ના શુટિંગના તે સતત ફોટા શેર કરતા રહે છે. તે ઉપરાંત અયાન મુખર્જીની ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’, અને ‘ઝુંડ’ માં જોવા મળશે. હાલ, અમિતાભ બચ્ચન તેના કામ સાથે સાથે કુટુંબને પણ સમય આપી રહ્યા છે, અને તેની વહુ, દીકરી અને આરાધ્યાની સાથે ઘરમાં એન્જોય કરી રહ્યા છે. તો તમને બીગ બી દ્વારા શેર કરવામાં આવેલી આ તસ્વીરો કેવી લાગી? અમને કમેન્ટ કરીને જરૂર જણાવો, સાથે જ અમારા માટે કોઈ સલાહ હોય તો જરૂર આપો.

આ માહિતી બોલિવૂડ સાદીસ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.