અમિતાભ બચ્ચનનો સૌથી મોટો દુશ્મન હતો આ અભિનેતા, તેમના મર્યા પછી બિગ બીને થયો આ અહેસાસ

0
2665

બોલીવુડમાં ઘણા મોટા મોટા કલાકારો છે, જેમાંથી ઘણા એવા પણ હોય છે જેને અમુક કલાકારો સાથે બનતું નથી હોતું. અને એવું પણ નથી હોતું કે એમની દુશ્મની કામને કારણે થઇ હોય, કોઈ અન્ય કારણ પણ એના માટે જવાબદાર હોઈ શકે છે.

બોલીવુડના કલાકારો વચ્ચેની મિત્રતા અને શત્રુતા બન્ને જ સમાચારોમાં છવાયેલી રહે છે. કારણ કે બોલીવુડ કલાકારોના ચાહકો એવા હોય છે, કે તેઓ પોતાના પસંદગીના કલાકારોની એક એક વસ્તુની ખબર રાખવા માંગે છે. બોલીવુડમાં શત્રુતાની વાત કરીએ તો, સલમાન ખાનના દુશ્મન ઘણા બધા છે. પણ આજે અમે તમને સલમાન ખાનના નહિ, પણ અમિતાભ બચ્ચનના સૌથી મોટા દુશ્મન વિષે જણાવવાં જઈ રહ્યા છીએ, જો કે હાલમાં આ દુનિયામાં નથી રહ્યા.

ઘણીવાર એવું જોવા મળે છે કે, નાની નાની વાતોને લઈને બોલીવુડના કલાકારો વચ્ચે મોટા ઝગડા થઇ જાય છે, જેના કારણે તેમની વચ્ચેનું અંતર ઘણું વધી જાય છે. અને એટલું જ નહિ, આ લોકો ફરી વખત એક બીજાનું મોઢું પણ જોવા નથી માંગતા. એવું જ કાંઈક અમિતાભ બચ્ચને પણ પોતાના દુશ્મન સાથે કર્યુ. તે પણ એક એવા દુશ્મન જે પહેલા અમિતાભનો ઘણો જ સારો મિત્ર માનવામાં આવતો હતો.

જણાવી દઈએ કે આ વાત ઘણી જૂની છે. આ વાત ત્યારની છે જયારે અમિતાભ પોતાના કેરિયરના શિખર સર કરવા માટે મહેનત કરી રહ્યા હતા. અમિતાભને આજે ભલે દરેક લોકો ઓળખે છે, પરંતુ અમિતાભને અમિતાભ બનવા માટે ઘણું બધું ગુમાવવું પડ્યું.

મિત્રો અમિતાભના જે દુશ્મન વિષે અમે વાત કરી રહ્યા છીએ, તે કોઈ બીજા નહિ પરંતુ વિનોદ ખન્ના હતા. એ તો તમે જાણો છો કે, વિનોદ ખન્નાનું ૨૦૧૭ માં અવસાન થઇ ગયું હતું. તેમ છતાં આજે પણ તે પોતાના ચાહકોના દિલમાં રાજ કરે છે. અમિતાભ અને વિનોદ વચ્ચે પહેલા મિત્રતા હતી, પણ પાછળથી તે શત્રુ બન્યા હતા.

કાંચનો ગ્લાસ ફેંકીને માર્યો હતો :

જાણકારી માટે જણાવી દઈએ કે, ફિલ્મ હેરાફેરીથી આ બન્ને વચ્ચે દુશ્મનીની શરુઆત થઇ હતી. ફિલ્મમાં બન્ને એ એક સાથે કામ કર્યુ હતું. પરંતુ અમિતાભને વિનોદની એક વાત ગમી ન હતી, અને ત્યારબાદ તેમણે વિનોદ સાથે ઘણું જ ખરાબ વર્તન કર્યુ હતું.

પહેલા તો વિનોદ અને અમિતાભની મિત્રતાના દાખલા આપવામાં આવતા હતા, પરંતુ થોડા જ દિવસોમાં તેમની મિત્રતા ગાઢ દુશ્મનીમાં બદલાઈ ગઈ. અને ત્યારબાદ તો બન્ને જણાએ એક બીજાનું મોઢું પણ નથી જોયું. ખાસ કરીને વિનોદે આ ફિલ્મ માટે ડાયરેક્ટર પાસેથી અમિતાભથી વધુ ફી માંગી હતી, કેમ કે તે દિવસોમાં વિનોદ અમિતાભથી વધુ ફેમસ હતો, તેવામાં આ વાત અમિતાભ બચ્ચનને ઘણી ખરાબ લાગી હતી.

અને આ વાતથી નારાજ થયેલા અમિતાભે એક પાર્ટીમાં વિનોદ ખન્ના ઉપર કાચનો ગ્લાસ ફેંકીને માર્યો હતો. એ કારણે વિનોદને ૬ ટાંકા આવ્યા હતા. તેવામાં વિનોદને પણ અમિતાભ સાથે નફરત થઇ ગઈ. પછી બન્ને જણાએ એક બીજા સાથે આખી જિંદગી વાત પણ નથી કરી.

અને જયારે વિનોદ ખન્ના બીમારી પડયા અને પોતાના અંતિમ શ્વાસ ગણી રહ્યા હતા, ત્યારે પણ અમિતાભને તેની યાદ ન આવી.

પણ કહેવાય છે ને કે, દુશ્મની ભલે કેટલી પણ મજબુત કેમ ન હોય, તેને મિત્રતાનો પ્રેમ હરાવી જ દે છે. અને એવું જ કાંઈક અમિતાભ બચ્ચન સાથે પણ જોવા મળ્યું. અને વિનોદ ખન્નાના અવસાન પછી અમિતાભ બચ્ચનને પોતાના મિત્રની યાદ આવી, જેમણે તેની કેરિયરમાં ઘણી મદદ કરી હતી.

અને વિનોદ ખન્નાની યાદમાં અમિતાભે એક ટ્વીટ કર્યુ હતું, અને તે ટ્વીટ ઘણું જ મહત્વ ધરાવે છે. એ સમયે અમિતાભ ઘણા લાગણીશીલ પણ બની ગયા હતા. તેઓ કહે છે કે, આપણે ત્યારે કોઈ માણસની કદર થાય છે, જયારે તે આ દુનિયામાંથી જતા રહે છે.