તો આ કારણે અમિતાભ બચ્ચને કર્યા હતા જયા ભાદુરી સાથે લગ્ન, સ્ટોરી જાણીને થઇ જશો ચકિત

0
2355

બોલીવુડમાં ઘણી બધી જોડીઓ એવી રહી છે જે વધારે સમય સુધી સાથે નથી રહી. જયારે અમુક જોડીઓ એવી પણ છે જે આજે પણ સાથે છે એમની વચ્ચે કોઈ તિરાડ પડી નથી. અને જોડીઓ સ્વર્ગમાં બને છે એ કહેવત બોલીવુડના સુપર કપલ અમિતાભ અને જયા બચ્ચન પર સટીક બેસે છે.

બોલીવુડમાં ઘણાબધા કલાકારોએ લગ્ન કર્યા છે, પણ આ જોડીનો સફર બિલકુલ અલગ છે. સદીના મહાનાયક અને પ્રખ્યાત અભિનેત્રી જયાનું મિલન, પછી સાથે કામ કરવું અને પછી હંમેશ માટે એકબીજાના થઇ જવું. માનો કે આ જોડીની પટકથા ઉપર વાળાએ જ લખી હશે. આજે અમે તમને આ સફર સાથે રૂબરૂ કરાવી રહ્યા છીએ.

અમિતાભ અને જયાનું મિલન :

એવું કહેવામાં આવે છે કે ઉપર વાળાએ દરેક વ્યક્તિ માટે કોઈ ને કોઈ સ્પેશિયલ વ્યક્તિ બનાવ્યા છે. અને આપણને તેજ મળે છે જેની આપણને જરૂર હોય છે. અમિતાભની સાથે પણ કંઈક એવું જ થયું છે. અમિતાભ જયાને ત્યારે મળ્યા જ્યારે તે અભિનયના ક્ષેત્રમાં પોતાનું કેરિયર બનાવવા માટે ફિલ્મી ગલીઓમાં કામ શોધી રહ્યા હતા. અને આ શોધમાં ફિલ્મકાર અબ્બાસની સાથે એક દિવસ તેમણે પુણે સ્થિત ફિલ્મ ઇન્સ્ટીટયુટ જવું પડ્યું. ત્યાં પહેલી વાર આ બંનેની મુલાકાત થઇ અને આ પહેલી મુલાકાતમાં જ અમિતાભનો સરળ સ્વભાવ જયાના મનમાં ઘર કરી ગયો હતો.

એ સમયે જયા બોલીવુડની પ્રખ્યાત અભિનેત્રીઓમાં સુમાર થઇ ચુકી હતી. અને આ તેમનું અમિતાભના પ્રત્યે આકર્ષણ હતું, કે તેમની દૂરદર્શિતાને લીધે જ તેમને અમિતાભની પ્રતિભાનો અંદાજો સૌથી પહેલા થઇ ગયો હતો. ત્યારબાદ ફિલ્મ ગુડ્ડીના સેટ પર તેમની બીજી મુલાકાત થઇ, તો તેમને આનો ઇજહાર પણ કર્યો. તેમ છતાં ત્યારે લોકો આ વાતને પરિહાસમાં ઉડાવી નાખ્યું પરંતુ જયાની વાત સત્ય થવની હતી અને તે થઇ પણ.

અમિતાભની સ્વપ્નપ્રિયા જયા ભાદુરી :

બીજા અભિનેતાઓની જેમ અમિતાભ બચ્ચનના પણ ઘણા અફેયરની ચર્ચા સમાચારોમાં રહી છે. પણ તેમનું કહેવાનું છે કે તે જયા જ હતી જે તેમના સપનામાં પહેલી વાર આવી હતી. હકીકતમાં 70 ના દશકમાં એક કવરપેજ પર જયાને જોઈને અમિતાભને લાગ્યું હતું કે જયા ભાદુરી જ તેમના સપનાની સંગીનીનું સાકાર રૂપ છે. અને પછી બંનેએ એકબીજા સાથે કામ કરવાનું શરુ કર્યુ તો ફિલ્મ “એક નજર” ના સેટ પર અમિતાભ પોતાના આ ખ્યાલમાં રંગ ભરવા લાગ્યા. બોલે તો મનમે લડ્ડુ ફૂટે.

અચાનક જ બન્યો લગ્નનો સંજોગ અને વાગી ગઈ શરણાઈ :

અમિતાભ અને જયા સાથે કામ કરતા હતા એ સમયે પહેલા તેમની વચ્ચે દોસ્તી થઈ. અને પછી એ દોસ્તી પ્રમમાં બદલાઈ ગઈ. પણ ત્યારે તે બંનેનો લગ્ન કરવાંનો કોઈ પ્લાન ન હતો. એ સમયગાળા દરમ્યાન તેમની ફિલ્મ ‘જંજીર’ સફળ થઇ. એટલે એમણે આની ખુશીમાં ઉજવણી કરવાં માટે વિદેશ ફરવાનો પ્લાન બનાવ્યો. પણ અમિતાભના પિતા હરિવંશ રાય બચ્ચનને એ વાતથી આપત્તિ હતી, કે અમિતાભ લગ્ન કર્યા વગર જયા સાથે બહાર ફરવા જાય.

આથી તેમણે આદેશ આપ્યો કે જો ફરવા જવું જ હોય તો પહેલા લગ્ન કરે અને પછી જાઓ. અને પછી શું અમિતાભે પિતાની વાત માનતા તરત લગ્નનો પ્લાન બનાવ્યો અને પોતાની જીવન સાથી જયાની સાથે લગ્ન કરી નીકળી પડયા એક નવા સફર પર. આ સફર તેજ ઉમંગથી આજે પણ ચાલી રહ્યો છે અને બોલીવુડની આ અફળ જોડી બધા માટે પ્રેરણા રૂપ છે.