ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદ શાહીબાગ મંદિર જઈ મહંત સ્વામી મહારાજના આશીર્વાદ લીધા.

0
1037

આપણા દેશના ગૃહમંત્રી હાલમાં ગુજરાતમાં જોવા મળ્યા હતા. તેઓ અમદાવાદમાં બીએપીએસ સ્વામિનારાયણ સંપ્રદાયના ગુરુ શ્રી પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના દર્શન કરવા માટે આવ્યા હતા. મંદિર પરિસરમાં એમનું હાર્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમજ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે એમની સાથે વાતો કરી એમને આશીર્વાદ આપ્યા અને એક ભેટ પણ આપી હતી. મંદિરમાં હજાર ભક્તો પણ અમિત શાહને જોઈ એમનો ફોટો પાડવાનું ચૂક્યા ન હતા.

મિત્રો, ૪ જુલાઈ ૨૦૧૯ ના રોજ ભારતના ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદમાં શાહીબાગ ખાતે આવેલા સ્વામિનારાયણ મંદિરે પરમ પૂજ્ય મહંત સ્વામીના દર્શન કરવા અને આશીર્વાદ લેવા આવ્યા હતા. બીએપીએસ સંસ્થાના બ્રહ્મવિહારી સ્વામી અને આત્મકીર્તિ સ્વામીએ અમિત શાહનું હારતોરા પહેરાવી સ્વાગત કર્યું હતું. ત્યાર બાદ મંદિર પરિસરમાં ફરીને દર્શન કરી તેઓ મહંત સ્વામીને મળવા ગયા હતા.

પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે અને પૂજ્ય ઇશ્વરચરણ સ્વામીએ અમિત શાહનું ભાવભીનું સ્વાગત કર્યું હતું. પછી અમિત શાહે મહંત સ્વામી મહારાજ સાથે વાતચીત કરી હતી. મહંત સ્વામી મહારાજે અને અમિત શાહે વિશ્વ શાંતિ માટે શાંતિ પાથ કર્યો હતો. પછી અમિત શાહે હરિકૃષ્ણ મહારાજનું પૂજન કર્યું હતું. પછી તેમણે મહંત સ્વામીને ચાંદલો કરી પૂજન કર્યું હતું.

મહંત સ્વામી મહારાજે અમિત શાહને ચાંદલો અને નાડાછડી પહેરાવી આશીર્વાદ પાઠવ્યા હતા. મહંત સ્વામી મહારાજે અમિત શાહને પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના અસ્થિ પ્રસાદી આપ્યા. અમિત શાહે ખૂબ ભાવ પૂર્વક તેને ગ્રહણ કર્યા. મહંત સ્વામી મહારાજે અમિત શાહને માણકી ઘોડી પર સવાર ભગવાન સ્વામિનારાયણની છબી ભેટ કરી તથા ગળામાં માળા પહેરાવી માળા પણ ભેટ કરી હતી. છેલ્લે અમિત શાહે મહંત સ્વામી મહારાજના હાથ જોડી આશીર્વાદ લીધા હતા. મહંત સ્વામી મહારાજે તેઓ સારું કાર્ય કરે તેવી કામના કરી આશીર્વાદ આપ્યા હતા. પછી અમિત શાહ શાહીબાગ મંદિરેથી છુટા પડ્યા હતા.

સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોનો મહિમા ઘણો નિરાળો છે. દેશના હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ સંતોના દર્શન કરવા અને એમના આશીર્વાદ લેવા માટે આવતા રહે છે. જ્યારે પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ ભગવાનના ધામમાં ગયા હતા, ત્યારે પણ નરેન્દ્ર મોદી એમના અંતિમ દર્શન કરવા આવ્યા હતા. સ્વામિનારાયણ સંપ્રદાયના ગુરુઓ અને સંતો સમાજને સાચી દિશામાં લઈ જવા માટે સતત કાર્યશીલ રહે છે.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.