અમ્બુબાચી મેળો : કામાખ્યા મંદિર જતા પહેલા જરૂર જાણી લો, આ શક્તિપીઠનું રહસ્ય.

0
1421

51 શક્તિપીઠમાં સૌથી પ્રસિદ્ધ માતા કામાખ્યાનુ પાવન ધામ મંત્ર તંત્રની સાધના માટે ઓળખવામાં આવે છે. કહેવામાં આવે છે કે આ સિદ્ધપીઠ ઉપર દરેકની કામના પૂરી થાય છે. એટલા માટે આ મંદિરને કામાખ્યા કહેવામાં આવે છે. આ મંદિરમાં દેવીની કોઈ મૂર્તિ નથી. અહિયાં દેવીના યોની ભાગની જ પૂજા કરવામાં આવે છે.

ચમત્કારો અને રોચક તથ્યોથી ભરેલા આ શક્તિપીઠમાં વિજયની કામના માટે મોટા મોટા સાધુ સંતો અને સામાન્ય માણસ પગે લાગવા જરૂર આવે છે. તે દેશના એવા વિશેષ હિંદુ મંદિરોમાંથી એક છે, જ્યાં આજે પણ જાનવરોની યોનીની બલી આપવામાં આવે છે. આ પાવન પીઠ ઉપર ભરાતો અમ્બુબાચી મેળો આ વખતે ૨૨ થી ૨૬ જુન સીધી ભરાશે.

ચમત્કારો અને રસપ્રદ તથ્યોથી ભરેલા આ શક્તિપીઠ સાથે જોડાયેલા રહસ્યો જાણવા માટે નીચે વાંચતા રહો.

આ સ્થળ ઉપર પડ્યું હતું સતીનું આ અંગ :-

શાસ્ત્રો મુજબ મહાશક્તિ જ પરમ બ્રહ્મ પરમાત્મા છે. તેના જુદા જુદા સ્વરૂપ છે. જે તેમના અનેક રૂપોમાં જુદી જુદી લીલાઓ કરે છે. નવદુર્ગા, દસમહાવિદ્યા, અન્નપુર્ણા, જગતધાત્રી, કાત્યાયની, લલિતામ્બ, ગાયત્રી, ભુવનેશ્વરી, કાળી, તારા, બગલા અને દુર્ગા વગેરે તેમના રૂપ છે. તેની શક્તિથી બ્રહ્મા વિશ્વની ઉત્પતી કરે છે. તેની શક્તિથી શ્રી વિષ્ણુ સૃષ્ટિનું પાલન કરે છે અને શિવ જગતનો સંહાર કરે છે.

એટલે કે તે સર્જન, પાલન અને સંહાર કરવા વાળા અધ્યા પરમશક્તિ છે. તે જ પરાશક્તિ નવદુર્ગા, દસ મહાવિદ્યા છે. તે જ નર અને નારી છે અને તે જ માતા, ધાતા અને પિતામહ છે. બળ પ્રાપ્તિ માટે મહાકાલી, વિદ્યા માટે મહાસરસ્વતી અને ધન માટે મહાલક્ષ્મીની ઉપાસના લોકોમાં પ્રસિદ્ધ છે.

ભારતવર્ષમાં શક્તિ સાધનાના થોડા વિશિષ્ઠ સ્થળ છે. જે શક્તિપીઠના નામથી ઓળખવામાં આવે છે. પૌરાણીક કથાઓ મુજબ દક્ષ પ્રજાપતિએ યજ્ઞમાં ભગવાન શંકરને આમંત્રિત ન કરીને તેમનું અપમાન કરવાને કારણે ભગવતી સતીએ યજ્ઞની અગ્નિમાં પોતાના શરીરનો પરીત્યાગ કરીને યજ્ઞ વિધ્વંશ કરી દીધો.

ભૂતભાવન ભગવાન સદા શિવ ક્રોધિત થઈને સતીના દેહને પોતાના ખંભા ઉપર મૂકીને તાંડવ નૃત્ય કરતા કરતા પૃથ્વી ઉપર ભ્રમણ કરવા લાગ્યા. તે સમયે દેવતાઓની વિનંતીથી ભગવાન વિષ્ણુએ સતીના જુદા જુદા અંગોને એક એક કરીને પોતાના સુદર્શન ચક્રથી ટુકડે ટુકડા કરી દીધા. દેવીના આ જુદા જુદા અંગ 51 સ્થાન ઉપર પડ્યા. જે 51 સિદ્ધ શક્તિપીઠ બની ગયા.

શક્તિપીઠમાં નથી દેવીની મૂર્તિ :-

તંત્ર ચુડામણીમાં કહેવામાં આવ્યું છે કે ભગવાન વિષ્ણુના સુદર્શન ચક્રથી કપાઈને દેવી સતીના જુદા જુદા અંગ જ્યાં જ્યાં પડ્યા ત્યાં એક એક શક્તિ અને એક એક ભૈરવ બિરાજમાન થઇ ગયા. ભારતવર્ષની પાવનભૂમિમાં જુદા જુદા ભાગોમાં આ શક્તિપીઠો આવેલા છે, જેમાં દર્શન, પૂજાથી જુદી જુદી મનોકામનાઓની પૂર્તિ થાય છે. એવું જ એક શક્તિપીઠ છે, જે મહાશક્તિપીઠ કહેવાય છે. કામાખ્યા દેવીનું મંદિર. આ મંદિર આસામ રાજ્યના ગુવાહાટીમાં એક ડુંગર ઉપર બનેલું છે.

આ મંદિર, બીજા શક્તિપીઠોની સરખામણીમાં થોડું અલગ છે કેમ કે આ સ્થળ તંત્ર સાધના માટે પણ ઘણું પ્રસિદ્ધ છે. આ મંદિરમાં દેવીની કોઈ મૂર્તિ નથી. અહિયાં માતા સતીના યોની ભાગ પડ્યો હતો, એટલા માટે અહિયાં દેવીના યોની ભાગની પૂજા કરવામાં આવે છે, જો કે શીલાના રૂપમાં બિરાજમાન છે. અહિયાં નીલપ્રસ્તરમય યોની માતા કામાખ્યા સાક્ષાત નિવાસ કરે છે. જે માણસ આ શીલાની પૂજા, દર્શન, સ્પર્શ કરે છે, તે દેવી કૃપા અને મોક્ષ સાથે માતા ભગવતીનું સાનિધ્ય પ્રાપ્ત કરે છે.

આ શક્તિપીઠમાં દેવી માતા 64 યોનીઓ અને દસ મહાવિદ્યાલય સાથે બિરાજમાન છે. ભુવનેશ્વરી, બગલા, છિન્ન, મ્સ્તીકા, કાળી, તારા, માતંગી, કમલા, સરસ્વતી, ધુમાવતી અને ભૈરવી એક જ સ્થાન ઉપર બિરાજમાન છે. આમ તો તમામ શક્તિપીઠોનું પોતાનું અલગ મહત્વ છે, પણ બીજા બધામાં કામાખ્યાને સર્વોત્તમ માનવામાં આવે છે. કલિકા પુરાણ મુજબ આ સ્થાન ઉપર કામદેવ શિવના ત્રિનેત્રથી ભસ્મ થયા અને પોતાના પહેલાના રૂપની પ્રાપ્તિ કરવાનું વરદાન મેળવ્યું હતું. અહિયાં કામનારૂપી ફળની પ્રાપ્તિ થાય છે.

એટલા માટે મનાવવામાં આવે છે અમ્બુબાચી તહેવાર :-

અમ્બુબાચી શબ્દ અમ્બુ અને બાચીને શબ્દોમાંથી મળીને બનેલો છે. જેમાં અમ્બુનો અર્થ છે પાણી અને બાચીનો અર્થ છે, ઉત્તફૂલન. આ શબ્દ સ્ત્રીઓની શક્તિ અને તેમની જન્મ ક્ષમતા દર્શાવે છે. દર વર્ષે જુન મહિનામાં આ મેળો તે વખતે ભરાય છે, જયારે માતા કામાખ્યા ઋતુમતી રહે છે. અમ્બુબાચી યોગ પર્વ દરમિયાન માતા ભગવતીના ગર્ભ ગૃહના કપાટ પોતાની જાતે જ બંધ થઇ જાય છે અને તેના દર્શન પણ કરવા ઉપર પણ પ્રતિબંધ લાગી જાય છે.

ત્રણ દિવસો ઉપરાંત માતા ભગવતીની રજસ્વલા સમાપ્તિ ઉપર તેમની વિશેષ પૂજા અને સાધના કરવામાં આવે છે. ચોથા દિવસે બ્રહમ મહુર્તમાં દેવીને સ્નાન કરાવીને શૃંગાર પછી જ મંદિરમાં શ્રદ્ધાળુઓને દર્શન માટે ખોલવામાં આવે છે.

યાત્રાળુઓ પહેલા દિવસે કામેશ્વરી દેવી અને કામેશ્વર શિવના દર્શન કરે છે અને ત્યારે મહામુદ્રાના દર્શન કરે છે. દેવીના યોનીમુદ્રાપીઠ દસ સીડી નીચે એક ગુફામાં આવેલી છે, જ્યાં હંમેશા અખંડ દીવડો સળગતો રહે છે. અહિયાં જવાનો રસ્તો અલગ બનેલો છે. અહિયાં ભક્તોને પ્રસાદ તરીકે એક ભીના કપડુ આપવામાં આવે છે. જેને અમ્બુબાચી વસ્ત્ર કહે છે.

કહેવામાં આવે છે કે દેવીના રજસ્વલા થતા પહેલા ગર્ભગૃહમાં આવેલા મહામુદ્રાની આજુબાજુ સફેદ કપડું પાથરી દેવામાં આવે છે, ત્રણ દિવસ પછી જયારે મંદિરના દ્વાર ખોલવામાં આવે છે, ત્યારે આ વસ્ત્ર માતાના રજથી રક્તવર્ણ થઇ જાય છે. પાછળથી આ વસ્ત્રને ભક્તોને પ્રસાદના રૂપમાં વહેચવામાં આવે છે. માન્યતા છે કે આ વસ્ત્રને ધારણ કરવા ઉપાસના કરવાથી ભક્તની તમામ મનોકામનાઓ પૂર્ણ થઇ જાય છે. આ સમયે બ્રહ્મપુત્ર નદીનું પાણી ત્રણ દિવસ માટે લાલ થઇ જાય છે.

કામાખ્યામાં અમ્બુબાચી તહેવાર ઉપરાંત બે તહેવાર બીજા મનાવવામાં આવે છે, જેમાંથી એક છે ‘દેવધ્વની’ જેને ‘દેઉધાબી’ કહે છે. તેમાં વાદ્યયંત્રો સાથે નૃત્ય કરવામાં આવે છે. પોષ મહિનામાં સુદમાં પુષ્ય નક્ષત્રમાં પુશ્યાભિષેક તહેવાર મનાવવામાં આવે છે. જેમાં કામેશ્વરની ચલ મૂર્તિને કામેશ્વર મંદિરમાં પ્રતિષ્ઠિત કરવામાં આવે છે.

બીજા દિવસે ભગવતીના પંચરત્ન મંદીરમાં બન્ને મૂર્તિઓને હર-ગૌરી વિવાહ તહેવાર મનાવવામાં આવે છે. મહાકુંભ કહેવાતા આ મેળા દરમિયાન તાંત્રિક શક્તિઓને ઘણું મહત્વ આપવામાં આવે છે. અહિયાં સેંકડો તાંત્રિકો પોતાના એકાંતવાસ માંથી બહાર આવે છે અને પોતાની શક્તિઓનું પ્રદર્શન કરે છે.

એટલા માટે જરૂરી છે ભૈરવ દર્શન :-

કામાખ્યા મંદિરથી થોડે દુર ઉમાનંદ ભૈરવનુ મંદિર છે. ઉમાનંદ ભૈરવ જ આ શક્તિપીઠના ભૈરવ છે. આ મંદિર બ્રહ્મપુત્ર નદીની વચ્ચે ટાપુ ઉપર આવેલું છે. માન્યતા છે કે તેના દર્શન વગર કામાખ્યા દેવીની યાત્રા અધુરી માનવામાં આવે છે.

આ ટાપુને મધ્યાંચલ પર્વતના નામથી પણ ઓળખવામાં આવે છે કેમ કે અહિયાં સમાધીસ્થ સદા શિવને કામદેવે કામબાણ મારીને જાગૃત કર્યો હતો અને સમાધી જાગૃત થવાથી શિવે પોતાનું ત્રીજા નેત્રથી તેને ભસ્મ કરી દીધો હતો. ભગવતીના મહાતીર્થ નીલાંચલ પર્વત ઉપર જ કામદેવને ફરી જીવતદાન મળ્યું હતું, એટલા માટે આ નેત્ર કામરૂપના નામથી પણ ઓળખવામાં આવે છે.

કાંઈક આવો છે મંદિરનો ઈતિહાસ :-

કામાખ્યા વિષે પૌરાણીક કથા છે કે અહંકારી અસુર નરકાસુર એક દિવસ માતા ભગવતી કામાખ્યાને પોતાની પત્નીના રૂપમાં મેળવવાનો ખરાબ આગ્રહ રાખી બેઠો. કામાખ્યાએ નરકાસુરનું મૃત્યુ નજીક જોઇને તેને કહ્યું કે જો તું આજની રાતમાં નીલ પર્વત ઉપર ચારે તરફ પથ્થરોના ચાર ભાગ વાળો રસ્તો બનાવી દે અને એક આરામગૃહ બનાવી દે તો હું તારી ઈચ્છા મુજબ પત્ની બની જઈશ અને જો તું એમ ન કરી શક્યો તો તારું મૃત્યુ નક્કી છે.

ગર્વથી ચુર અસુરે રસ્તાને ચાર ભાગમાં સવાર થતા પહેલા જ પુરા કરી દીધા અને આરામગૃહ બનાવી રહ્યો હતો કે મહામાંયાએ એક માયાવી મુર્ગા દ્વારા રાત્રી પૂરી થયાની જાણ કરી દીધી, જેથી નરકાસુરે ગુસ્સે થઈને મુર્ગાનો પીછો કર્યો અને બ્રહ્મપુત્રના બીજા છેડા ઉપર જઈને તેનો વધ કરી નાખ્યો. નરકાસુરના મૃત્યુ પછી તેનો પુત્ર ભગદત્ત કામરૂપનો રાજા બન્યો. ભદત્તનો વંશ લુપ્ત થઈ જવાથી કામરૂપ રાજ્ય નાના નાના ટુકડામાં વહેચાઈ ગયું અને સામંત રાજા કામરૂપ ઉપર પોતાનું સાશન કરવા લાગ્યા.

મંદિર વિષે કહેવામાં આવે છે કે નરકાસુરના અત્યાચારોથી કામાખ્યાના દર્શનમાં વિઘ્ન આવવા લાગ્યા. તે વાતથી ગુસ્સે થઇને મહર્ષિ વશિષ્ઠે આ જગ્યાને શ્રાપ આપી દીધો, જેથી કામાખ્યા પીઠ લુપ્ત થઇ ગઈ. કહેવામાં આવે છે કે ૧૦મી શતાબ્દીના પ્રથમાંસમાં કામરૂપ પ્રદેશના રાજ્યોમાં યુદ્ધ થવા લાગ્યા, જેમાં કુચવિહાર સાશનના રાજા વિશ્વસિંહ જીતી ગયા.

યુદ્ધમાં વિશ્વસિંહના ભાઈ ખોવાઈ ગયા હતા અને પોતાના ભાઈને શોધવા માટે તે ફરતા ફરતા નીલાંચલ પર્વત ઉપર પહોચી ગયા. ત્યાં તેને એક વૃદ્ધ મહિલા જોવા મળી, તે મહિલાએ રાજાને તે સ્થળના મહત્વ વિષે જણાવ્યું. અહિયાં રાજા દ્વારા ખોદકામ કરાવવાથી કામદેવ દ્વારા બનાવવામાં આવેલું ભૂલમંદિર નીકળ્યું.

રાજાએ તે મંદિર ઉપર નવું મંદિર બનાવરાવ્યું. કાલાંતમાં વિશ્વસિંહના પુત્ર નારાયણે પોતાના નાના ભાઈ શુક્લ ધ્વજ દ્વારા ૧૫૬૫ ઈ.સ.માં મંદિરનું પુનર્નિર્માણ કરાવ્યું. આ શક્તિપીઠના દર્શન અને ઉપાસનાથી ભય, ભૂત વગેરે નાશ થઇ જાય છે અને અસીમ શક્તિની પ્રાપ્તિ થાય છે.

આ માહિતી અમર ઉજાલા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.