આંબાના પાનમાં હોય છે ગજબની શક્તિ, બીમારીઓને જડથી દૂર કરે છે આ

0
3302

ફળોનો રાજા એટલે કેરી. કેરીને નાના બાળકોથી લઈને મોટી ઉંમરના લોકો દરેક પસંદ કરે છે. એના વગર તો ઉનાળો પણ અધૂરો લાગે છે. તે ખુબ સ્વાદિષ્ટ હોય છે. અને તેના સ્વાસ્થ્ય સંબંધિત પણ ઘણા બધા લાભ છે. પરંતુ શું તમે જાણો છો? કે કેરીની સાથે સાથે કેરી જે ઝાડ પર ઉગે છે એ આંબાના પાંદડા પણ આપણા માટે ખુબ ગુણકારી હોય છે. આમાં રહેલ એન્ટીઓક્સીડેન્ટ અને એન્ટીમાઇક્રોબિયલ ગુણ લગભગ દરેક બીમારીનો સરળતાથી ઈલાજ કરી શકે છે.

ઉપરાંત આંબાના પાનમાં ઘણી વધારે માત્રામાં વિટામિન એ, બી અને સી પણ જોવા મળે છે. આંબાના પાન એક એવો અમૂલ્ય ખજાનો છે, જે તમને મફતમાં મળે છે. એટલા માટે એનો યોગ્ય રીતે ઉપયોગ કરો. આંબાના પાંદડા આખું વર્ષ જોવા મળે છે, એટલા માટે તમારે બીમારી દૂર કરવા માટે કોઈ ખાસ ઋતુની રાહ જોવાની જરૂર નથી હોતી.

તેમજ પ્રાચીન સમયની ચીની દવાઓમાં પણ આંબાના પાંદડાનો અર્ક વાપરીને ડાયાબિટીસ અને અસ્થમાનો ઈલાજ કરવામાં આવતો હતો. આંબાના પાંદડામાં કૈફીક એસિડ જેમ કે ફિનોલિક, મૈગિફેરીન જેવી પોલીફિનોલ્સ, ગૈલિક એસિડ, ફ્લેવોનોઈડ્સ અને ઘણી અસ્થાઈ યૌગીકો જેવા ઘટક જોવા મળે છે. આ બધા ગુણ કેરીને એન્ટી ડાયાબિટીક, એન્ટી ઓક્સીડેન્ટ અને એન્ટી એલર્જિક પ્રાકૃતિક ઉત્પાદ બનાવે છે.

આ છે તેના ખાસ ગુણ :

બ્લડ શુગર નિયત્રંણ :

લોહીમાં રહેલા શુગરના લેવલને નિયંત્રણમાં રાખવા આંબાના પાન ઘણા ઉપયોગી સાબિત થાય છે. એવું આંબાના પાંદડામાં રહેલ ટૈનિનના કારણે થાય છે. આંબાના પાંદડા માંથી નીકળેલ અર્ક ઈંસુલિન ઉત્પાદન અને ગ્લુકોઝનું પ્રસાર કરી બ્લડ શુગરનું સ્તર ઘટાડે છે.

કોલેસ્ટ્રોલ ઓછું કરે :

એ વાતની તો તમને જાણકારી હશે જ કે ડાયાબિટીસ તમારા શરીરના મહત્વપૂર્ણ અંગોને પ્રભાવિત કરે છે, અને હ્ર્દય તેમાંથી જ એક હોય છે. કોલેસ્ટ્રોલનું ઉચ્ચ સ્તર તમારા હૃદયને વ્યાપક નુકશાન પહોંચાડી શકે છે. જો તમે શુગરની બીમારીથી પીડિત છો તો બાકીની વસ્તુઓ તમારા માટે સ્વતઃ ખરાબ થવા લાગે છે.

પણ આંબાના પાંદડામાં ફાઈબર, પેક્ટિન અને વિટામિન સી ભરપૂર માત્રામાં હોય છે, જે તમારા કોલેસ્ટ્રોલ, ખાસ કરીને એસડીએલ કે હાનિકારક કોલેસ્ટ્રોલના સ્તરને ઘટાડે છે. આના સિવાય ફળમાં રહેલ ફલેવોનોવીડ્સ લીપીડના સ્તરને ઓછું કરવામાં મદદ કરે છે. આનાથી તમારી ધમનીઓ મજબૂત અને સ્વસ્થ બની શકે છે.

ડાયાબિટીસ, રેટિનોપૈથીનો ઈલાજ :

આંબાના પાંદડાઓમાં પણ વિટામિન એ હોય છે, જે આંખો માટે ખુબ લાયદાકારક હોય છે. આજ કારણ છે કે આંબાના પાંદડા પણ તમારી આંખને ખરાબ થવાથી બચાવી શકે છે. અને સાથે જ તે બ્લડ શુગર લેવલને નિયત્રંણમાં રાખવામાં પણ મદદ કરે છે.

ગોલ બ્લૈડર અને કિડની સ્ટોનથી બચાવે :

એ વાત તો કદાચ તમે જાણતા જ હશો કે ડાયાબિટીસને કારણે કિડની ફેલ થવી ખુબ સામાન્ય વાત છે. અનિયત્રિંત બ્લડ શુગર લેવલથી આ મોટી સમસ્યા સૌથી પહેલા થાય છે. પણ કેરીનું સેવન કરવાથી આ સમસ્યાથી બચવામાં ખુબ મદદ મળે છે. તેમજ આંબાના પાંદડાથી કિડનીમાં રહેલી પથ્થરીની સમસ્યાનું નિવારણ લાવવામાં અને કિડનીને સ્વસ્થ્ય બનાવી રાખવામાં પણ મદદ મળે છે. એવી જ રીતે આંબાના પાંદડા તમને પિતાશયની પથ્થરીથી છુટકારો મેળવવા અને લીવરને સ્વસ્થ્ય રાખવામાં પણ મદદ કરે છે.

અસ્થમાથી બચાવે :

તમારી જાણકારી માટે જણાવી દઈએ કે આંબાના પાંદડા અસ્થમાની બીમારીને કંટ્રોલ કરે છે અને એનાથી તમને બચાવે છે. ચાઈનીઝ દવાઓમાં આંબાના પાંદડાનો ખુબ વધારે ઉપયોગ કરવામાં આવે છે. અસ્થમાથી છુટકારો મેળવવા માટે આંબાના પાંદડાનો ઉકાળો બનાવીને તેમાં થોડું મધ મિક્ષ કરીને પ્રયોગ કરી શકો છો.

પેટ માટે રામબાણ :

પ્રકૃતિ આપણું રક્ષણ કરવાનું કામ પણ કરે છે. તે આપણને ઘણી બધી બીમારીઓનો ઉપચાર સ્વંય ઉપલબ્ધ કરાવે છે. અને પ્રાકૃતિક રીતે થતા ઉપચારની કોઈ આડ અસર પણ નથી થતી. જણાવી દઈએ કે પેટની બીમારીઓ માટે આંબાના સોફ્ટ પાંદડા તમારા માટે સંજીવની કરતા ઓછા નથી. આંબાના થોડા પાંદડાને ગરમ પાણીમાં નાખીને એ વાસણને ઢાંકી દો, અને આખી રાત એમ જ રહેવા દો. બીજા દિવસે સવારે એ પાણીને ગાળીને ખાલી પેટ પી લો. આ રીતે આંબાના પાંદડાનું પાણી નિયમિત પીવાથી પેટની બધી ગંદકી બહાર નીકળી જાય છે અને પેટમાં કોઈ રોગ થતો નથી.

આંબાના પાંદડાનો ઉપયોગ કરવાની રીત :

(1.) તમે હલકા લીલા રંગના નાના આકારના આંબાના પાંદડાને તોડી લાવો અને તેને સારી રીતે ધોઈ લો. હવે તેના નાના નાના ટુકડા કરીને એને ચાવો. (2.) આંબાના કેટલાક પાંદડાને તોડો અને એને આખી રાત વાસણમાં પાણી ભરીને એમાં પલાળી રાખો. બીજા દિવસે સવારે તમે એનું સેવન કરો. ધ્યાન રહે કે એનું સેવન ખાલી પેટ જ કરવાનું છે.

(3.) આંબાના પાંદડાને ધોઈને તડકામાં સુકવી દો અને એનો પાઉડર બનાવી દો. હવે એક ચમચી આ પાઉડર લઈને એને એક ગ્લાસ પાણીમાં મિક્ષ કરીને પી લો. રોજ સવારે એનું એક ચમચી સેવન કરવાથી બ્લડ શુગર લેવલ કંટ્રોલમાં રહે છે.