એમેઝોન, ફ્લિપકાર્ટની આ સર્વિસ કરે છે તમારા CIBIL Score ઉપર અસર, જાણો તેના વિષે.

0
143

જો તમે પણ લીધી છે amazon અને flipkart ની આ સર્વિસ તો લોન લેવામાં થઇ શકે છે તકલીફ, જાણો કઈ રીતે?

એમેઝોન, ફ્લિપકાર્ટ ઉપર શોપિંગ : ઈ-કોમર્સ વેબસાઈટથી શોપિંગ કરવું હવે લોકોના રોજીંદા જીવનનો એક ભાગ બનતો જાય છે. તેના માટે આપણે આ સાઈટ્સની ઘણી સર્વિસનો પણ ઉપયોગ કરીએ છીએ. પણ શું તમે જાણો છો કે તેની એક પેમેન્ટ સર્વિસ તમારો CIBIL Score પ્રભાવિત કરી શકે છે. તેથી તેનો ઉપયોગ સંભાળીને કરવો જોઈએ.

જાણો શું હોય છે CIBIL Score : આજના સમયમાં નાણાકીય સંસ્થાઓમાંથી ક્રેડીટ લેવી પહેલાની સરખામણીમાં ઘણું સરળ બન્યું છે. અને CIBIL Score તમારી ક્રેડીટ પ્રોફાઈલ હોય છે. તે 3 આંકડાની એક રેટિંગ જેવું હોય છે જે તમારી ક્રેડીટ લેવાની ક્ષમતાના માપદંડની જેમ કામ કરે છે. તે તમારી ક્રેડીટ હિસ્ટ્રીના હિસાબે જણાવે છે કે હાલના સમયમાં તમે હજુ કેટલી લોન ઉપાડી શકો છો.

કેટલો CIBIL Score હોય છે યોગ્ય? હંમેશા લોકો મૂંઝવણમાં રહે છે કે કોઈ વ્યક્તિનો CIBIL Score કેટલો હોવો જોઈએ? તો મોટાભાગની બેંકો લોન આપતા પહેલા વ્યક્તિનો CIBIL Score જુવે છે અને તેનું 700 અંકથી ઉપર રહેવું લોન મળવા માટે સારું માનવામાં આવે છે. તેની નીચેનો CIBIL Score રાખવા વાળાને લોન નહિ મળે એવું નથી, પણ તે એ વ્યક્તિની ક્રેડીટ લાઈનને વધુ પ્રભાવિત કરે છે.

એમેઝોન, ફ્લિપકાર્ટની Pay Later સુવિધા : એમેઝોન અને ફ્લિપકાર્ટ બંને પોતાના ગ્રાહકોને ખરીદી કરવા માટે Pay Later સુવિધા આપે છે. તે એક પ્રકારની ઈંસ્ટંટ ક્રેડીટ લાઈન હોય છે, જે ગ્રાહકોને આ પ્લેટફોર્મ ઉપર સરળ હપ્તામાં વસ્તુઓ ખરીદવાની સુવિધા આપે છે. બંને જ પ્લેટફોર્મ ઉપર ગ્રાહકોને ઓછામાં ઓછી 10,000 રૂપિયા સુધીની ક્રેડીટ લાઈન મળે છે.

આ સર્વિસ આ રીતે પ્રભાવિત કરે છે તમારો CIBIL Score : હંમેશા જોવામાં આવે છે કે, ઘણી વખત લોકો એમેઝોન કે ફ્લિપકાર્ટની Pay Later સુવિધાને લઇ તો લે છે, પણ ક્યારે પણ ઉપયોગ નથી કરતા. તેથી આ સર્વિસ તમારા CIBIL Score ને અસર કરે છે. કેમ કે જયારે તમારો CIBIL Score તૈયાર થાય છે તો Pay Later સર્વિસની લીમીટ તમારી ટોટલ ક્રેડીટ લાઈનમાં દેખાય છે અને આ રીતે તમારા CIBIL Score ઉપર અસર પડે છે.

આ વસ્તુથી પણ પડે છે CIBIL Score ઉપર અસર : એમેઝોન કે ફ્લિપકાર્ટની Pay Later સર્વિસ જ તમારા CIBIL Score ને અસર નથી કરતી. પણ તમારી પાસે જેટલા વધુ ક્રેડીટ કાર્ડ હશે. તેની ક્રેડીટ લાઈન તમારા CIBIL Score ઉપર અસર કરશે. અને સમયસર લોનની ચુકવણી ન કરવા કે ક્રેડીટ કાર્ડનું બીલ ચુકવણી કરવામાં નિયમિત ન હોવું, વગેરે પણ તમારા ક્રેડીટ સ્કોરને પ્રભાવિત કરે છે.

સાવચેતી પૂર્વક કરો Pay Later સર્વિસનો ઉપયોગ : જો તમારા CIBIL Score ને સારી રેંજમાં રાખવા માંગો છો તો એમેઝોન કે ફ્લિપકાર્ટની Pay Later સર્વિસનો ઉપયોગ કરતી વખતે વધુ સાવચેતી રાખો. તમારે જો આ સર્વિસની જરૂર નથી તો કારણ વગર તમારે તેને તમારા ખાતા ઉપર એક્ટીવેટ ન કરવી જોઈએ અને જેટલી તમારે જરૂર હોય, એટલા જ ક્રેડીટ કાર્ડનો ઉપયોગ કરવો જોઈએ.

આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.