બે બહેનોના કમાલના લગ્ન, પોતે ઘોડી પર ચઢીને સ્વૈગ સાથે કર્યું આવું કામ, જાણો શું છે મામલો?

0
1043

સમાજના વિચારોથી અલગ રસ્તે ચાલીને નવી મિસાલ કાયમ કરવી કોઈ સરળ કામ નથી. સ્ટીરિયોટાઈપ વિષે વાત કરવી સરળ છે, પણ તેને તોડવું સરળ નથી. પણ મધ્ય પ્રદેશની આ બે બહેનોએ પોતાના જ લગ્નમાં કમાલ કરી દેખાડી છે.

એ વાત તો તમે બધા જાણો જ છો કે, આપણા ભારતમાં કોઈ પણ લગ્નમાં હંમેશા વરરાજો ઘોડી પર બેસીને નવવધુને ત્યાં આવે છે, અને લગ્ન કરી તેને પોતાની સાથે લઈને જાય છે. પણ અહીં અલગ મામલો જોવા મળ્યો. અહીં બે બેહેનો સાક્ષી અને સૃષ્ટિ ઘોડી પર ચઢીને પોતાના વરરાજાના ઘરે પહોંચી.

આ છોકરીઓના પિતાએ કહ્યું કે, ‘બેટી બચાવો બેટી પઢાવો’ અભિયાનમાં સરકારની મદદ કરવી સમાજની જવાબદારી છે. જો કે આ પહેલી વાર નથી થયું, સમાજમાં એવા ઘણા ઉદાહરણ છે, જયારે મહિલાઓએ રૂઢિવાદી વિચારને પોતાના કૌશલ્ય અને નિર્ણયના દમ પર પડકાર આપ્યા છે.

આપણા દેશમાં પહેલાથી મહિલાઓને પુરુષો સમકક્ષ નથી ગણવામાં આવી, અને ઇતિહાસ તેનો સાક્ષી છે. આજે પણ ઘણી જગ્યાઓ પર છોકરીઓને ઉચ્ચ શિક્ષણ, કોઈ સ્પોર્ટ્સમાં ઉચ્ચ તાલીમ કે અન્ય કોઈ કામ માટે આગળ મોકલતા અટકાવવામાં આવે છે. જેને કારણે દેશની મહિલાઓને તે નથી મળી શકતું જે કોઈ પુરુષ મેળવી શકે છે.

આજે પણ ઘણા લોકોની એવી માનસિકતા છે કે, મહિલાઓ એ ફક્ત ઘર અને રસોડું જ સંભાળવું જોઈએ. આવી માનસિકતાને કારણે મહિલાઓનું જીવન પર મર્યાદાની બોર્ડર બની જાય છે. પણ જેમ જેમ જમાનો બદલાઈ રહ્યો છે તેમ તેમ મહિલાઓ પણ આગળ આવી રહી છે. અને દરેક ક્ષેત્રમાં મહિલાઓ પુરુષો સાથે ખભેથી ખભો મેળવીને ઉભી રહે છે. જો કે, હજી પણ થોડે અંશે તેમના પર રોક લગાવવામાં આવી રહી છે. જો તે હતી જાય તો દેશની મહિલાઓ વધારે સિદ્ધિ મેળવી શકે છે.

આ માહિતી સ્કોપવોપ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.