ભગવાન શિવનું અદ્ભૂત મંદિર જ્યાં શિવ ભક્તોને મળે છે પાપો માંથી મુક્તિ

0
525

ભગવાન ભોલેનાથનો મહિમા કોણ નથી જાણતું. તેમનો મહિમા અપરંપાર માનવામાં આવે છે. તે સ્વભાવના ઘણા જ ભોળા છે. અને જે ભક્ત પોતાના સાચા મનથી તેમની પૂજા અર્ચના કરે છે, તેમની ઉપર તે હંમેશા પોતાની કૃપા દ્રષ્ટિ જાળવી રાખે છે. આપણા દેશમાં ભગવાનશિવજીના ઘણા બધા મંદિરો રહેલા છે, અને આ મંદિરોમાં અવાર નવાર ચમત્કાર થવા એક સામાન્ય વાત છે. દરેક શિવ મંદીરની પોતાની અલગ અલગ વિશેષતા છે, જેને કારણે જ તે દુનિયાભરમાં પ્રસિદ્ધ છે.

દરેક એવું ઈચ્છે છે કે, ભગવાન શિવજીની કૃપા દ્રષ્ટિ તેમની ઉપર હંમેશા જળવાયેલી રહે, અને જીવનના તમામ પાપ અને દુઃખોમાંથી છુટકારો મળી શકે. ભગવાન શિવજીના તમામ મંદિરોની માન્યતાઓ અલગ અલગ ગણાવવામાં આવી રહી છે, અને આ મંદિરોની અંદર ભક્તોની ઘણી ભીડ જોવા મળે છે. પરંતુ આજે અમે તમને એક એવા શિવ મંદિર વિષે જાણકારી આપવાના છીએ જ્યાં શિવ ભક્તોને પાપોમાંથી છુટકારો મળે છે.

કદાચ આપણા બધા માંથી એવા ઘણા લોકો હશે જેના મનમાં એ વિચાર આવી રહ્યો હશે કે, ખરેખર એવું કયું મંદિર છે જ્યાં પાપોમાંથી મુક્તિ મળી શકે છે? તો જણાવી દઈએ કે એક એવું શિવ મંદિર આવેલુ છે, જ્યાં લોકો પોતાના પાપોમાંથી મુક્તિ મેળવવા માટે જાય છે. અને અહિયાં પાપમાંથી મુક્તિનું સર્ટીફીકેટ પણ આપવામાં આવે છે.

તમે બધા લોકોએ સારા કાર્ય, શિક્ષણ અને પ્રીયોગીતાઓ માટે સર્ટીફીકેટ પ્રાપ્ત કર્યા હશે. પરંતુ અમે આજે જે શિવ મંદિર વિષે જાણકારી આપવાના છીએ તે એકમાત્ર એવું મંદિર છે, જ્યાં પાપમાંથી મુક્તિનું સર્ટીફીકેટ આપવામાં આવે છે. આમ તો અમે જે અનોખા શિવ મંદિર વિષે તમને જણાવી રહ્યા છીએ, તે શિવ મંદિર રાજસ્થાનના પ્રતાપગઢમાં આવેલું છે, આ મંદિરને ગૌતમેશ્વર શિવ મંદિરના નામથી લોકો ઓળખે છે.

ગૌતમેશ્વર મંદિરના ચોગાનમાં મોક્ષ દાયિની કુંડ રહેલો છે, જેમાં ભક્ત સ્નાન કરે છે અને ત્યાર પછી પુજારી દ્વારા તેમને પાપમુક્તિનું સર્ટીફીકેટ આપવામાં આવે છે. અહિયાંના સ્થાનિક લોકોનું કહેવું છે કે, આ મંદિરની અંદર આ સર્ટીફીકેટ લેવા માટે લોકો દુર દુરથી આવે છે. જે લોકોથી જાણે અજાણે કોઈ પાપ થઇ ગયા છે, કે પછી પોતાના પાપ કર્મોને કારણે જ સમાજમાંથી તેને કાઢી મુકવામાં આવ્યા છે. તે આ મંદિરમાં આવે છે અને આ મંદિરના કુંડમાં ડૂબકી લગાવીને પુજારી પાસે પાપ મુક્તિનું સર્ટીફીકેટ મેળવે છે.

ઘણા લોકોના મનમાં એ પ્રશ્ન થશે કે, ખરેખર આ પરંપરા કેવી રીતે શરુ થઇ હતી? ખરેખર તેની શું માન્યતા છે? માન્યતા મુજબ એવું કહેવામાં આવે છે કે, એક વખત ગૌતમ ઋષિ ઉપર ગૌહત્યાનું કલંક લાગી ગયું હતું. ત્યારે તે સમય દરમિયાન તે પ્રતાપગઢના આ મંદિરમાં આવેલા સરોવરમાં સ્નાન કરવા માટે આવ્યા હતા. આ મંદિરના કુંડમાં સ્નાન કર્યા પછી ગૌતમ ઋષિને ગૌહત્યાના કલંકમાંથી છુટકારો મળ્યો હતો. એવું કહેવામાં આવે છે કે ત્યાર પછી જ ગૌતમેશ્વર રહેલા મંદિરના આ કુંડમાં જે પણ વ્યક્તિ સ્નાન કરે છે, તેને પોતાના તમામ પાપોમાંથી છુટકારો મળે છે.

આ માહિતી હિન્દૂ બુલેટિન અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.