પવિત્ર અમરનાથની ગુફામાં દેખાતા બે કબૂતરોનું રહસ્ય, શા માટે અહીં જોવા મળે છે આ કબુતરની જોડી?

0
770

એ તો તમે બધા જાણો છો કે, અમરનાથ ધામ એક શિવધામ છે. આ ધામના સંબંધમાં એવી માન્યતા છે કે, ભગવાન શિવ સાક્ષાત આ અમરનાથની ગુફામાં વિરાજમાન રહે છે. અને ધાર્મિક અને ઐતિહાસિક દ્રષ્ટિએ અતિ મહત્વપૂર્ણ શ્રીઅમરનાથ યાત્રા આપણા બધા માટે સ્વર્ગની પ્રાપ્તિનું માધ્યમ છે. આ પાવન ગુફામાં બરફના ટીપાથી શિવલિંગ બને છે. અને આ શિવલિંગ એવું દૈવીય ચમત્કાર છે, કે જેને જોવા માટે દરેક ઉત્સાહી રહે છે. અને એકવાર એને જે જોઈ લે છે તે ધન્ય થઇ જાય છે.

જે એના વિષે જાણતા ન હોય એમની જાણકારી માટે જણાવી દઈએ કે, કશ્મીર ધાટીમાં સ્થિત પાવન શ્રીઅમરનાથ ગુફા એક પ્રાકૃતિક ગુફા છે. આ ગુફાની લંબાઈ 160 ફૂટ અને પહોળાઈ લગભગ 100 ફૂટ છે. અને આજના આ લેખમાં અમે શિવજીના ત્યાં પધારવાનું કારણ જણાવીશું. સાથે એ પણ જણાવીશું કે, ત્યાં નિવાસ કરી રહેલા કબૂતરના જોડાનું શું રહસ્ય છે?

તો મિત્રો, આ વાત એ સમયની છે જયારે માતા પાર્વતીએ પોતાના પતિ મહાદેવને પૂછ્યું હતું કે, “આવું કેમ છે કે તમે અજર છો અમર છો? તમારા કંઠમાં પડેલી નરમુંડ માળા અને અમર હોવાનું રહસ્ય શું છે?” એ સમયે મહાદેવ પાર્વતીજીના આ સવાલનો જવાબ આપવાનું ઉચિત સમજ્યા નહીં, અને એટલા માટે તેમણે આ વાત પર વધારે ધ્યાન આપ્યું નહીં. પરંતુ માતા પાર્વતીની જિદ્દને કારણે એમણે અમર હોવાનું આ રહસ્ય જણાવવાનો નિર્ણય લીધો.

હવે આ રહસ્ય જણાવવા માટે ભગવાન શિવને એક અત્યંત એકાંત જગ્યાની જરૂર હતી. અને આ જગ્યાની તપાસ કરવા તે માતા પાર્વતીને લઈને પોતાના રહેવાની જગ્યાથી આગળ વધવા લાગ્યા. અને એક ગુપ્ત સ્થાનની શોધમાં મહાદેવે પોતાના વાહન નંદીને સૌથી પહેલા મોકલ્યા. અને એમણે નંદીને જે જગ્યા પર મોકલ્યા તેને જ પહેલગામ કહેવામાં આવવા લાગ્યું. અને અમરનાથની યાત્રા અહિયાંથી જ શરુ થાય છે.

હવે અહિયાંથી આગળ ચાલતા સમયે શિવજીએ પોતાની જટાઓ માંથી ચંદ્રને અલગ કરી નાખ્યા. કારણ કે આ રહસ્ય તે ફક્ત પાર્વતીને જણાવવાં માંગતા હતા. અને જે જગ્યા પર તેમણે આવું કર્યુ તે જગ્યાને આજે ચંદનવાડી કહેવાય છે. આના પછી ગંગાજીને પંચતરણીમાં અને કંથભોજનસ શેષ નાગોને શેષનાગ પર છોડી દીધા. આ પ્રકારે તે પડાવનું નામ શેષનાગ પડયું.

અમરનાથ યાત્રામાં પહેલગામ પછી આગળ આવે છે ગણેશ સ્ટોપ. એના વિષે એવી માન્યતા છે કે, આ જગ્યા પર ભગવાન ભોલેનાથે પુત્ર ગણેશને છોડયા હતા. જીવનદાયિનીના પાંચો તત્વોને પાછળ છોડયા પછી ભગવાન શિવે માતા પાર્વતીની સાથે તે ગુફામાં પ્રવેશ કર્યો.

ત્યારબાદ ભગવાન શિવે એની ચારેય તરફ અગ્નિ પ્રગટ કરી, જેથી કોઈ પણ ત્રીજુ પ્રાણી એટલે કે કોઈ પશુ, પક્ષી કોઈ પણ ગુફાની અંદર થતી કથાને સાંભળી ન શકે. ત્યારબાદ મહાદેવે જીવનની તે કુટ રહસ્યની કથા શરુ કરી. મિત્રો એવી માન્યતા છે કે, એ કથા સાંભળતા સાંભળતા દેવી પાર્વતીને ઊંઘ આવી ગઈ અને તે સુઈ ગયા. પણ આ વાત મહાદેવને ખબર પડી નહીં. અને તે કથા જણાવતા રહ્યા.

તે સમયે તે કથાને બે સફેદ કબૂતર સાંભળી રહ્યા હતા, અને વચ્ચે વચ્ચે ગુંગુંનો અવાજ કરી રહ્યા હતા. જેના કારણે મહાદેવને લાગ્યું કે, માતા પાર્વતી તેમની આ કથા સાંભળી રહ્યા છે. બંને કબૂતર કથા સાંભળતા રહ્યા જયારે કથા સમાપ્ત થઇ અને ભગવાન શિવનું ધ્યાન માતા પાર્વતી પર ગયું. તેમણે જોયું કે માતા પાર્વતી તો ઊંઘી ગયા છે. પછી મહાદેવની નજર તે બંને કબુતરો પર પડી જે એમની કથા સાંભળી રહ્યા હતા. અને એમને કથા સંભાળતા જોઇને મહાદેવને ગુસ્સો આવી ગયો.

અને મહાદેવને ગુસ્સે થયેલા જોઇને તે કબૂતરની જોડી તેમના સરણમાં આવી ગઈ, અને તેમને જણાવ્યું “ભગવાન અમે તમારી પાસેથી અમર કથા સાંભળી છે, અને જો તમે અમને મારી નાખશો તો આ કથા ખોટી થઇ જશે. માટે અમને પથ પ્રદાન કરો.” તેના પર મહાદેવે જણાવ્યું કે, તમે સદેવ અહીંયા શિવ અને પાર્વતીના પ્રતીક ચિન્હનાં રૂપમાં નિવાસ કરશો. ત્યારે કબૂતરની જોડી અમર થઇ ગઈ અને આ ગુફા અમરકથાની શાક્ષી થઇ ગઈ. આ રીતે આ સ્થાનનું નામ અમરનાથ પડી ગયું.