આમની પાસેથી જર્મન, જાપાની, અમેરિકી પણ શીખી રહ્યા છે પાણી બચાવવાના ઉપાય

0
608

પાંચસો તળાવો અને એક લાખ બોરવેલ રીર્ચાર્જ કરીને કર્નાટકના ગામના રહેવાસી ‘વોટર મેજીશિયન અયપ્પા મસાગી’ લિમ્કા બુક ઓફ રેકોર્ડમાં પોતાનું નામ નોંધાવી ચુક્યા છે. તેને કર્ણાટકના લોકો ‘પાણીના ડોક્ટર’, ‘વોટર ગાંધી’ પણ કહે છે.

દક્ષીણના જે પણ રાજ્યો દુષ્કાળ અને પાણીના સંકટ સામે ઝઝૂમી રહ્યા છે, તેમાં એક કર્ણાટક પણ છે. તે કર્ણાટક છે ‘પાણીના ડોક્ટર’ , ‘વોટર મેજીશિયન’ , ‘વોટર ગાંડી’ કહેવાતા ઉયાપ્પા મસાગી, જેમણે પોતાના ખેતરને જ ‘રીસર્ચ એંડ ડેવલપમેંટ’ બનાવી દીધું. પાંચ સો તળાવ અને એક લાખ બોરવેલ રીચાર્જ કરીને અયપ્પા મસાફી લિમ્કા બુક ઓફ રેકોર્ડ્સમાં પોતાનું નામ નોંધાવી ચુક્યા છે.

આ સમયમાં પાણીના ગંભીર સંકટ સામે લડી રહેલા કર્નાટકના ઉડપી જીલ્લાની ઘણી સરકારી સ્કુલોમાં પાણીને કારણે હાલમાં જ બાળકોને મીડ-ડે આપવવાનું પણ બંધ કરી દેવામાં આવી છે. સ્કુલ સમયમાં પણ કપાત કરી દેવામાં આવી છે. પીવાના પાણીની ખામી વચ્ચે થોડા દિવસો પહેલા જ ખેડૂતોએ સિંચાઈના પાણી માટે દેખાવો શરુ કરી દીધા છે. તેમની માંગણી છે કે કાવેરી અને હેમવતી નદીઓના પાણી નહેરોમાં છોડવામાં આવે. મુખ્યમંત્રી એચ.ડી.કુમારસ્વામી કહે છે કે કેન્દ્ર સરકારે કાવેરી જળ પ્રબંધન પ્રાધિકરણ (સીડબ્લ્યુએમએ) નું સંગઠન કર્યું છે. આ પ્રાધિનીકારણે સરકારને આદેશ આપ્યો છે કે ૯ ટીએમસી પાણી તામિલનાડુને આપવામાં આવશે.

મહારાષ્ટ્ર સરકારનું કહેવું છે કે તે ત્યારે ત્યાં સીધુ કર્ણાટક સાથે પાણીના કરાર નહિ કરે, જ્યાં સુધી કર્ણાટક તરફથી લાંબા સમયનું તેનું ૬૦૦ મીલીયન ક્યુબીક ફૂટ પાણી પાછુ નહિ આપવામાં આવે. તેની વચ્ચે કર્ણાટકના ઉપમુખ્યમંત્રી ડો. જી.પરમેશ્વરે કહ્યું છે કે સરકાર પાણીના ગંભીર સંકટને જોતા બહુમાળી રહેણાક બિલ્ડીંગો બનાવવા ઉપર પાંચ વર્ષ માટે પ્રતિબંધ લગાવવાનું વિચારી રહી છે.

બિલ્ડર એવા રહેણાંકમાં રહેતા લોકોને પાણી નથી આપી રહ્યા. પાણીનો સ્ત્રોત સુકાઈ જવાથી લોકો ટેન્કરો ઉપર નિર્ભર થઇ ગયા છે. અહિયાં, કર્ણાટક ભાજપ પ્રમુખ બી.એસ.યેદીયુરાપ્પા પાણીના સંકટને લઈને મુખ્યમંત્રી એચ.ડી.કુમાર સ્વામીને જવાબદાર ગણી રહ્યા છે. રાજ્યની આવી ગંભીર સ્થિતિમાં પાણીના ડોક્ટર અયપ્પા મસાગીને કોણ ભૂલી શકે.

એક સમયે અયપ્પા મસાગીએ કર્ણાટકના પોતાના બાપદાદાના ગામ ગડાગમાં છ એકર જમીન ખરીદી તેણે જ રીસર્ચ એંડ ડેવલપમેંટ લેબ બનાવી દીધી હતી. મસાગી પૃથ્વીને કે મોટું ફિલ્ટર ગણે છે. તે પાણીનો સંગ્રહ કરે છે અને તેણે જમીનમાં ઉતારી દે છે. તેના માટે એક મોટા ખાડામાં મોટા પથ્થર, કાંકરી અને રેતીમાંથી થઈને નીચે સુધી જાય છે અને જમીનને રીચાર્જ કરે છે. તે પ્રતિ એકર આઠ આવા માળખા બનાવે છે. તેમાં વરસાદનું પાણી જમા થવા લાગે છે.

થોડા વર્ષ પહેલાની વાત છે, પાંચ એકર જમીનના માલિક મુની નાગપ્પા ૨૧ બોરવેલ સુકાઈ જવાને લીધે એવું માની રહ્યા હતા કે હવે ખેતી નહિ થઇ શકે. ત્યારે તેના દીકરાએ એક ખેડૂત સંમેલનમાં કોઈ ‘વોટર ડોક્ટર’ વિષે સાંભળ્યું. બંને આ ‘વોટર ડોક્ટર’ ને મળ્યા. પાણી ત્રણ દિવસમાં ગામના તમામ બોરિંગમાં જમા થવા લાગ્યું. આ વોટર ડોક્ટર બીજા કોઈ નહિ, અયપ્પા મસાગી જ છે.

મસાગી જણાવે છે કે પાણી ખાડામાં જમા થયા પછી રેતી અને બોલ્ડરથી ગળાઈને ગ્રાઉન્ડ વોટર લેવલ વધારવા લાગે છે. એમ કરવાથી સંપૂર્ણ જમીનમાં ગ્રાઉન્ડ લેવલ વધવા લાગે છે. જયારે જમીન સંપૂર્ણ રીતે પાણી પી ચુકી હોય છે તો તે ખાડામાં બડબડીયા જોવા મળે છે. પ્રયાસ એ રહે છે કે જે પાણી જમા થઇ રહ્યું છે, તે ગરમીને કારણે વરાળ બનીને ઉડી ન જાય. આવી રીતે મસાગી હજુ સુધી વીસ લાખથી વધુ લોકોની મદદ કરી ચુક્યા છે. મસાગી એક ‘વોટર લીટરેસી ફાઉન્ડેશન’ પણ ચલાવે છે.

વર્ષ ૨૦૧૪માં તેમણે આંધ્ર પ્રદેશના દુષ્કાળ ગ્રસ્ત ચીલમાચુરમાં ૮૨ એકર પડતર જમીન ખરીદ્યા પછી તેણે ૩૭ કંપાર્ટમેંટમાં વહેચીને પાણીથી છલોછલ ભરી દીધા હતા. મસાગીને ફાઉન્ડેશન વોટર વોરીયર્સ તૈયાર કરાવે છે. તે સ્કૂ લોમાં જઈને બાળકોને પાણીનું મહત્વ અને તેને બચાવવાના ઉપાયો વિષે જણાવે છે. તે હજુ સુધી લગભગ ૧૦૦થી વધુ ઈંટર્ન્સને ટ્રેનીંગ પણ આપી ચુક્યા છે. હવે તો જર્મની, જાપાન અને અમેરિકાના લોકો પણ તેનાથી પાણી બચાવવાના ઉપાય શીખી રહ્યા છે.

અયપ્પા મસાગીનો જન્મ ઉત્તરી કર્નાટકના ગડલ જીલ્લામાં એક ગરીબ ખેડૂત પરિવારમાં થયો હતો. પોતાના પિતાની અનિચ્છા હોવા છતાંપણ મસાગી જેમ તેમ કરીને વાંચીને મીકેનીકલ એન્જીનીયર બની ગયા. તેમના અભ્યાસ માટે માતાને પોતાના ઘરેણા વેચવા પડ્યા. એન્જીનીયરની પરીક્ષા પાસ કરતા જ મસાગી બેંગલુરુના બીઈએમએલમાં નોકરી મળી ગઈ. ત્યાર પછી તે એલ એંડ ટી માં આવી ગયા. મસાગી જણાવે છે કે જયારે તે નાના હતા, જોયા કરતા હતા કે કેવી રીતે તેના ખેડૂત પિતા પાણીની ખામીને લીધે ઝઝુમતા રહે છે. ત્યારથી તેનું સપનું હતું કે ગામના વિકાસ માટે સાયન્સ એંડ ટેકનોલોજી ઉપયોગ કરે.

નોકરી સાથે જ સૌથી પહેલા તેમણે પોતાના ખેતરમાં પાણી ઉપર રીસર્ચની બનાવી લીધી. તે દરમિયાન દુષ્કાળ પડી ગયો. પછી પૂરથી તેનો તમામ પાક સાફ થઇ ગયો. એક વખત તો પુરમાં તેણે ઝાડ ઉપર બેસીને રાત પસાર કરવી પડી હતી પરંતુ મસાગી પોતાના મિશનથી પાછા ન પડ્યા. તે આફતથી જ તેને આઈડિયા મળ્યો કે પુરના પાણીને જમા કરવાના ઉપાયો ઉપર તે કામ કેમ ન કરે.

સલાહ માટે અન્ના હજારે અને જળપુરુષ રાજેન્દ્ર સિંહને મળ્યા. ધીમે ધીમે તેમણે પોતાની બોરવેલ રીચાર્જ ટેકનીક વિકસાવી લીધી. હવે ‘વોટર મેજીશિયન’ મસાગી પોતાના લેપટોપ અને સીડી લઈને કર્ણાટકના ગામે ગામ ફરી રહ્યા છે. તે દરમિયાન તે ખેડૂતોને સાવચેતી રાખવા સંબંધી એક બુક પણ વહેચી રહ્યા છે.

આ માહિતી યોર સ્ટોરી અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.