ધીરુભાઈ અંબાણીની આ 5 વાતો હંમેશા ધ્યાનમાં રાખો, તો પછી તમને પણ મુકેશ અંબાણી બનવાથી કોઈ રોકી નહિ શકે.

0
3458

જીવનમાં સરળતાથી કોઈ દિવસ સફળતા નથી મળતી. એના માટે ખુબ મહેનત કરવી પડે છે. અને જયારે વાત દેશના સૌથી અમીર માણસ બનવાની આવે તો તમારે તેનાથી પણ એક પગલું આગળ જવાનું હોય છે. અને દેશના સફળ બિઝનેસમેન ધીરુભાઈ અંબાણીનો આજ મંત્ર હતો. ધીરૂભાઇએ એક પિતાના રૂપમાં આ સીખ પોતાના પુત્ર મુકેશ અંબાણીને પણ આપી.

અને તમે જોઈ શકો છો કે, આ સીખના દમ પર મુકેશ અંબાણી આજે દેશના સૌથી અમીર માણસ કહેવાય છે. મુકેશ અંબાણીના જણાવ્યા અનુસાર, પોતાના પિતા પાસેથી શીખેલી વાતોને કારણે આજે તે સફળતાના આ મુકામ પર પહોચ્યા છે.

આજે અમે તમારા માટે ધીરુભાઈ અંબાણીની 5 વાતો લઈને આવ્યા છીએ, જેનું અનુસરણ કરવાથી તમે પણ સફળતા પ્રાપ્ત કરી શકો છો. તો આવો જાણીએ કઈ છે એ ખાસ વાતો.

ધીરુભાઈ અંબાણીએ આપેલી 5 શીખ :

1. હંમેશા પોઝીટીવ રહો : જીવનમાં તમારે હંમેશા પોઝિટિવ જ રહેવું જોઈએ. તમે ભલે વાંચો કે કોઈ કામ કરો, દરેક સમયે પોઝીટીવ રહેવું જરૂરી છે. અને આ અપ્રોચ સાથે જયારે તમે આગળ વધશો તો તમને સફળતા મળશે. એવું બની શકે છે કે તમારું આજુ બાજુ ઘણા બધા નેગેટીવ સ્વભાવના લોકો રહે, પણ તમારે પોઝીટીવીટી ફેલાવવાની છે.

2. બીઝનેસમેનને ખબર હોય છે કે શું કરવાનું છે : એમણે જણાવ્યું હતું કે, કોઈ પણ કામને શરુ કરતા પહેલા તમને એ ખબર હોવી જોઈએ કે, તમારું લક્ષ્ય શું છે? તો જ તમે ત્યાં સુધી પહોંચી શકો છો. લક્ષ્ય વગર ભાગવાથી કાંઈ મળતું નથી.

3. તૈયાર કરો સારી ટીમ : કોઈ પણ બિઝનેસ કરવા માટે એક સારી ટીમની જરૂર પડે છે. એના વગર તમે કાંઈ નથી કરી શકતા. તેથી સારા લોકોની સાથે સારી ટીમ બનાવવી અને મહેનતથી કામમાં જોડાઈ જવું. સફળતા મેળવવા માટે આ ખુબ જ જરૂરી છે.

4. નિષ્ફળતાથી ડરો નહી, તેમાંથી કઈંક શીખો, ક્યારેય હાર ન માનો : જીવનમાં દરેક વ્યક્તિએ સફળતા અને નિષ્ફળતાનો સામનો કરવો જ પડે છે. એટલા માટે કયારેય પણ નિષ્ફળતાથી ડરવું જોઈએ નહિ. પણ હિમ્મતથી તેનો સામનો કરવો જોઈએ. મુકેશ અંબાણી મુજબ, તેમને પણ બીઝનેસમાં નિષ્ફળતા હાથે લાગી, પણ તે પિતાના શબ્દ જ હતા, જે તેમને ભરોસો આપતા રહ્યા.

5. બીઝનેસમાં રિલેશનશિપ નહી પાર્ટનરશીપ ચાલે છે : મિત્રો, મુકેશ અંબાણીએ રિલાયન્સ જીઓના લોન્ચિંગ પછી પોતાના એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે, એમના પિતા ધીરુભાઈ તેમને પુત્રની જેમ નહી પણ પાર્ટનરની જેમ ટ્રીટ કરતા હતા. અને તે કહેતા હતા કે બીઝનેસમાં રિલેશનશિપ નહી પાર્ટનરશીપ ચાલે છે.

મિત્રો, જો તમને અમારો આ લેખ પસંદ આવ્યો હોય, તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તેમજ તમે તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો એ તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરીને લોકો સુધી પહોંચાડી શકીએ. અને ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશની જાણકારી, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.