તમે પણ આ વસ્તુની ખેતી કરીને કમાઈ શકો છો દર મહિને 5 લાખ રૂપિયા, ઘણી વધારે માંગ છે આની

0
1825

નમસ્કાર મિત્રો, તમારા બધાનું અમારા લેખમાં ફરી એકવાર સ્વાગત છે. આજે અમે તમને આ લેખના માધ્યમથી એલોવેરા એટલે કે કુંવારપાઠુંની ખેતી વિષે થોડી જાણકારી આપીશું. એ પહેલા એ વાત જણાવી દઈએ કે, માર્કેટમાં એની ડિમાન્ડ સતત વધી રહી છે. એટલે એલોવેરાની ખેતી કરવી ખેડૂત માટે એક ફાયદાનો સોદો છે.

તમે આની ખેતી કરીને લાખો રૂપિયાની કમાણી કરી શકો છો. આ બાબતે એક્સપર્ટનું કહેવું છે કે, ખેડૂતોએ એલોવેરા ખરીદતી કંપની સાથે કોન્ટ્રાક્ટ કરીને ખેતી કરવી જોઈએ. અને એના પાંદડાની જગ્યાએ એલોવેરા પલ્પ એટલે કે એમાં રહેલો ગૂંદો વેચવો જોઈએ. કારણ કે એ પલ્પ વેચવાથી વધારે કમાણી થાય છે.

જાણકારી માટે જણાવી દઈએ કે, છેલ્લા 25 વર્ષથી ગુજરાતમાં એલોવેરાની ખેતી કરવા વાળા હરસુખભાઇ પટેલે મીડિયાને આપેલા ઇન્ટરવ્યૂમાં કહ્યું કે, એલોવેરાની 1 એકર ખેતીથી સરળતાથી 5 થી 7 લાખ રૂપિયા કમાઈ શકાય છે. અત્યારે બાબા રામદેવની પતંજલિ સહીત ઘણી કંપનીઓ એલોવેરા ખરીદી રહી છે.

4 થી 7 રૂપિયા કિલોમાં વેચાઈ છે પાંદડીઓ :

મિત્રો માર્કેટમાં એલોવેરાની પાંદડીઓ 4 થી 7 રૂપિયા કિલો સુધી વેચાઈ જાય છે. જો કે એ કોન્ટ્રાક્ટ પર પણ નિર્ભર કરે છે. જયારે પલ્પ 20 થી 30 રૂપિયા કિલો વેચાય છે. 1 એકર જમીનમાં લગભગ 16,000 છોડ રોપી શકાય છે. અને એના એક્સપર્ટ 8 થી 18 મહિનામાં એની પહેલી કાંપણીની સલાહ આપે છે.

કેવી રીતે કરવી ખેતી?

જણાવી દઈએ કે, એલોવેરા રેતાળ માટી અને ગરમ તાપમાન વાળા ક્ષેત્રોમાં ઝડપથી વધે છે. અને એની ખેતી કરવા માટે વધારે પાણીની જરૂર પણ નથી પડતી.

એટલા માટે એને રોપવા માટે એવી જમીન જુઓ જ્યાં પાણી અને ભેજ ન હોય. અને બીજી એક વાત કે, જમીન થોડી ઊંચાઈ પર હોવી જોઈએ. જેથી વરસાદનું પાણી ત્યાં ભરાય ન રહે.

આના માટે વરસાદ પહેલા ખેતર ખેડવું હિતવાહ રહેશે. અને એક વાર ખેતર ખેડ્યા પછી 12-15 ટન ખાતર ભેળવી બીજી વાર ખેતર ખેડવું જોઈએ.

તેમાં છાણિયા ખાતરની સાથે યુરિયા, ફોસ્ફરસ, પોટાશ પણ સમાન રૂપમાં નાખવા જોઈએ. એના પછી ખેતરમાં 50X50 સેમી. ના અંતર પર ક્યારી બનાવી લો.

અના છોડવાને આમ તો ગમે તે સમયે રોપી શકાય છે. પણ એક્સપર્ટ અનુસાર એના માટે વધારે સારો સમય જૂન-જુલાઈનો હોય છે.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.