દેશમાં પહેલી વખત બધા કામદારોને મળશે મુસાફરી ભથ્થું, ફક્ત એક શરત કરવી પડશે પુરી.

0
212

આ એક શરતનું પાલન કરીને તમે પણ મળેવી શકશો કામદાર મુસાફરી ભથ્થું, જાણો સંપૂર્ણ વિગત. કેન્દ્ર સરકારે દરેક રાજ્યોના કામદારોને યાત્રા ભથ્થું આપવાની યોજના બનાવી છે. શ્રમ અને રોજગાર મંત્રાલયની નોટિફિકેશનમાં આ વાત શામેલ કરવામાં આવી છે કે, કોઈ પણ સંસ્થાના કામદારોને વર્ષમાં એકવાર આંતર-રાજ્ય યાત્રાઓ માટે ભથ્થું આપવામાં આવશે. કામદારોને ટ્રેનમાં ઓછામાં ઓછું બીજી શ્રેણી (સેકેંડ ક્લાસ) માં મુસાફરી કરવાની સુવિધા મળશે.

જો તે રોજગારવાળી જગ્યા પરથી બસમાં પોતાના ગૃહ રાજ્યમાં જાય છે, તો પણ તેને નિર્ધારિત ભથ્થું આપવામાં આવશે. તેના માટે કામદારે ફક્ત એક શરત પુરી કરવી પડશે. તે શરત એ છે કે, અગાઉના 12 મહિના દરમિયાન તેણે સંબંધિત સંસ્થામાં 180 દિવસ કામ કર્યું હોય.

શ્રમ અને રોજગાર મંત્રાલયે પોતાની નોટિફિકેશનમાં કામદારોના કલ્યાણને લઈને ઘણી નવી જોગવાઈ શામેલ કરી છે. લોકોની સલાહ લેવા માટે આ નોટિફિકેશન જાહેર કરવામાં આવી છે. 1 મહિના પછી તેને અંતિમ રૂપ આપીને લાગુ કરવામાં આવશે. અત્યાર સુધી કામદારોને આ પ્રકારનું ભથ્થું મળતું ન હતું. કેન્દ્ર સરકારે હવે દરેક સંસ્થામાં કામદારોને યાત્રા ભથ્થું આપવાનો નિયમ બનાવ્યો છે.

જો કોઈ કામદાર એક વર્ષના સમયગાળા દરમિયાન વચમાં સંસ્થા કે કંપની બદલી દે છે, તો પણ તેને યાત્રા ભથ્થું આપવામાં આવશે. જોકે તેના માટે કામદારે પોતાની નવી સંસ્થા કે કંપનીને એક સોગંદનામું (શપથ પત્ર) આપવું પડશે. તેમાં લખેલું હશે કે તેણે પોતાની જૂની સંસ્થામાં 180 દિવસ કામ કર્યું છે, અને તેણે કોઈ યાત્રા ભથ્થું લીધું નથી. આવી સ્થિતિમાં નવી સંસ્થાએ તે કામદાર માટે યાત્રા ભથ્થું જાહેર કરવું પડશે.

શ્રમ અને રોજગાર મંત્રાલય દ્વારા કામદારોના હિતોની રક્ષા કરવા, અને તેમની ફરિયાદોના નિવારણ માટે એક ટોલ ફ્રી નંબર પણ જાહેર કરવામાં આવશે. તે નંબર પર કોઈ પણ કામદાર પોતાની ફરિયાદ દાખલ કરાવી શકે છે.

કેંદ્ર સરકાર આંતર-રાજકીય પ્રવાસી કામદારોની સુરક્ષા, સ્વાસ્થ્ય અને કલ્યાણને પ્રોત્સાહન આપવાની દિશામાં જે પણ પગલું ભરશે, તેનું સમય સમય પર નિરીક્ષણ કરી શકે છે. દરેક યોજનાઓ પર નજર રાખવા માટે એક સિસ્ટમ તૈયાર કરવામાં આવશે. તેના માટે સંબંધિત ક્ષેત્રના વિશેષજ્ઞો અને સંગઠનો પાસેથી સલાહ લેવાની વાત કહેવામાં આવી છે.

આ માહિતી અમર ઉજાલા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.