શા માટે અક્ષય કુમારે પોતાની સુંદર બહેનના લગ્ન ૫૫ વર્ષના ઘરડા સાથે કરાવવા પડ્યા? ક્લિક કરી જાણો

0
2217

બોલીવુડમાં કોઈ હીરોના લગ્ન કોઈ હિરોઇન સાથે થાય છે, તો કોઈના બીજી પ્રખ્યાત વ્યક્તિ સાથે. તો ઘણી હિરોઈનો પોતાના પતિ તરીકે હીરોને પસંદ કરે છે, તો ઘણી મોટા બિઝનેસમેન અથવા ક્રિકેટરને પસંદ કરે છે. પણ આજે અમે કોઈ હીરો કે હિરોઈનની નહિ પણ હીરોની બહેનની વાત કરવાના છીએ.

આજે અમે તમને બોલીવુડના ખેલાડી કુમાર એટલે કે અક્ષય કુમારની બહેનની વાત કરવાના છીએ. હવે તેમાં કોઈ શંકા નથી કે આજના સમયમાં અક્ષય કુમાર જ એક એવા અભિનેતા છે, જે બોલીવુડના ત્રણ ખાનોને ટક્કર આપી શકે છે.

અક્ષય કુમાર ફિલ્મો પસંદ કરવાથી લઈને પોતાના જીવનના દરેક નીર્ણય ખુબ સમજી વિચારીને લે છે. અને જો આપણે એમના વિષે એવું કહીએ કે, તે માત્ર સારા અભિનેતા જ નહિ પરંતુ એક સારા પતી અને પિતા પણ છે. તો કાંઈ ખોટું નહિ ગણાય. આમ તો આજે આપણે અક્ષય કુમારની બહેન વિષે વાત કરવાના છીએ.

અક્ષય કુમાર પોતે સારા અભિનેતા છે, અને એમની પત્ની ટ્વિન્કલ ખન્ના પણ બોલીવુડની એક ઉત્તમ હિરોઈન રહી ચુકી છે. ટ્વિન્કલ ખન્ના ઉંમરમાં અક્ષય કુમારથી લગભગ સાત વર્ષ નાની છે. અને જો અક્ષય કુમારની બહેનની વાત કરીએ તો તે પણ ઘણી સુંદર છે. અને એમનું નામ અલકા છે. તમને જાણીને નવાઈ લાગશે કે અક્ષય કુમારની બહેને પોતાના કરતા પંદર વર્ષ મોટા વ્યક્તિ સાથે લગ્ન કર્યા છે.

આમ તો અક્ષય કુમારની બહેન ફિલ્મોમાં કામ નથી કરતી, અને સાથે જ તે મીડિયા અને કેમેરાથી દુર રહેવાનું જ પસંદ કરે છે. અને એ કારણ છે કે ઘણા ઓછા લોકો તેમના વિષે જાણે છે.

એક વાર અક્ષય કુમારે કોમેડિયન કપિલ શર્માના શો ઉપર પોતાની બહેનનો પરિચય કરાવ્યો હતો. ત્યારે થોડા લોકો એમના વિષે જાણતા થયા હતા. પણ પછી અક્ષય કુમારની બહેન તે સમયે ઘણી સમાચારોમાં આવી હતી, જયારે તેણે પોતાનાથી પંદર વર્ષ મોટા બિઝનેસમેન સુરેન્દ્ર હીરાનંદીની સાથે લગ્ન કર્યા હતા.

હવે લોકોને પ્રશ્ન એ થાય છે અક્ષય કુમારની બહેન સુંદરતાની બાબતમાં પણ કોઈનાથી ઓછી નથી. એમને એમની ઉંમરનો જ કે એમનાથી ૨-૩ વર્ષ મોટો જીવનસાથી સરળતાથી મળી શકતો હતો. તો એમણે આટલી મોટી ઉંમરમાં વ્યક્તિને કેમ પસંદ કર્યો?

તો જણાવી અક્ષયે આ નિર્ણય પોતાની બહેનની પસંદનું માન રાખીને લીધો છે. તમને જાણીને નવાઈ થશે કે અક્ષય કુમારની બહેને લવ મેરેજ કર્યા છે. એટલે કે પોતાનાથી પંદર વર્ષ મોટા વ્યક્તિ સાથે એમને પ્રેમ થઈ ગયો હતો. આમ તો જયારે અક્ષયની બહેને એમને પોતાના પ્રેમ વિષે જણાવ્યું હતું, ત્યારે પહેલા તો તેમના હોશ ઉડી ગયા. પરંતુ પોતાની બહેનની જિદ્દ અને પ્રેમની સામે અક્ષય કુમારે નમવું જ પડ્યું.

પોતાની બહેનના આ નિર્ણયને લઈને પહેલા તો અક્ષય કુમાર પણ તેનાથી ઘણો નારાજ હતો, પરંતુ પાછળથી તેણે પોતાની બહેનના પ્રેમ સામે નમવું જ પડ્યું. અને જો અલકાના પતિની વાત કરીએ તો તે લગભગ ૫૫ વર્ષના છે.

તમે હંમેશા એ વાત સાંભળી જ હશે કે, પ્રેમમાં ક્યારેય ઉંમર નથી જોવામાં આવતી. આ બન્નેના લગ્ન છ વર્ષનો સમય પસાર થઈ ગયો છે અને આજે તે બન્ને જણા ખુશ છે.

અમે પણ એ જ દુવા કરીએ છીએ કે દરેક બહેનને અક્ષય કુમાર જેવો પ્રેમ કરવા વાળો ભાઈ મળે.