અક્ષય કુમારની એક્ટ્રેસથી થઈ ગઈ એવી ભૂલ કે હવે ખુબ ઉડાવવામાં આવી રહ્યો છે મજાક.

0
152

સોશિયલ મીડિયા પર અક્ષય કુમારની હિરોઈનની લોકો ઉડાવી રહ્યા છે મજાક, થઈ ગઈ આ ભૂલ. જલ્દી જ અક્ષય કુમાર સાથે ફિલ્મ ‘પૃથ્વીરાજ’ માં કામ કરનારી એક્ટ્રેસ અને પૂર્વ મિસ વર્લ્ડ માનુષી છિલ્લરનો એક વિડીયો સોશિયલ મીડિયા પર ઘણો વાયરલ થઈ રહ્યો છે. આ વિડીયોને જોયા પછી લોકો માનુષીની ખુબ મજાક ઉડાવી રહ્યા છે.

હકીકતમાં વિડીયોમાં માનુષી બ્લૂ કલરનું જીન્સ અને બ્લેક કલરનું ટી-શર્ટ પહેરીને મુંબઈ એયરપોર્ટના એન્ટ્રેસ તરફ જઈ રહી છે. તેના હાથમાં એક હેન્ડબેગ છે અને તેણે માસ્ક પણ પહેરેલું છે. તેમ છતાં પણ તેનાથી એક ભૂલ થઈ ગઈ, જેના લીધે લોકો તેની મજાક ઉડાવી રહ્યા છે. આવો જાણીએ છેવટે માનુષી કઈ ભૂલ કરી બેઠી?

હકીકતમાં, માનુષીથી એ ભૂલ થઈ કે તેણે જે બ્લેક કલરનું ટી-શર્ટ પહેર્યું હતું તેનું પ્રાઈસ ટેગ કાઢવાનું ભૂલી ગઈ હતી. જેના લીધે લોકો તેને ખુબ ટ્રોલ કરી રહ્યા છે, અને તેનો આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. માનુષીનો આ વિડીયો જોયા પછી એક વ્યક્તિએ કમેન્ટ કરતા લખ્યું ‘ટેગ તો જોઈ લો મેડમ જી.’ તેમજ બીજા યુઝરે લખ્યું, ‘ટેગ લગાવીને ક્યાં જઈ રહ્યા છો.’ વધુ એક વ્યક્તિએ કહ્યું, ‘કદાચ પહેર્યા પછી રિટર્ન કરવાનો વિચાર છે.’

જણાવી દઈએ કે, માનુષી છિલ્લર ફિલ્મ ‘પૃથ્વીરાજ’ થી બોલીવુડમાં ડેબ્યુ કરવા જઈ રહી છે. ફિલ્મમાં માનુષીની ઓપોઝીટ અક્ષય કુમાર દેખાશે. ફિલ્મ રાજા પૃથ્વીરાજના જીવન પર આધારિત છે. આ ફિલ્મમાં માનુષી સંયોગિતાનું પાત્ર ભજવવાની છે. ફિલ્મમાં સંજય દત્ત પણ કામ કરી રહ્યા છે.

તે સિવાય માનુષી છિલ્લર વિક્કી કૌશલ સાથે એક કોમેડી ફિલ્મમાં પણ જોવા મળી શકે છે. માનુષીએ વર્ષ 2017 માં મિસ વર્લ્ડનો તાજ જીત્યો હતો. તે દુનિયાની સૌથી સુંદર મહિલાઓમાં ગણાય છે. મિસ વર્લ્ડનો તાજ જીતવા માટે માનુષીએ ઘણું સ્ટ્રગલ કરવું પડ્યું હતું.

આ માહિતી હર જિંદગી અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.