આજે પણ જીવતા છે રાજા અકબરના વંશજ, જે જીવે છે શાહી જીવન. જાણવા ક્લિક કરો.

0
2404

આપણા ભારત દેશમાં વર્ષો પહેલા રાજાશાહી શાસન ચાલતું હતું. અને આપણા ઈતિહાસમાં ઘણા બધા મોટા અને મહાન રાજાઓ થઈ ગયા છે. આજે અમે એમાંથી જ એક પ્રખ્યાત રાજા વિષે જણાવવા જઈ રહ્યા છીએ. અને એમના વષે તમે ઘણી સીરિયલ અને ફિલ્મોમાં જોયું પણ હશે.

તમારા માંથી ઘણાને આઈડિયા આવી ગયો હશે કે અમે કોની વાત કરી રહ્યા છીએ. જો ન આવ્યો હોય તો જણાવી દઈએ કે અમે અહીં મોગલ સમ્રાટ અકબરની વાત કરી રહ્યા છીએ. અકબરે ભારતમાં ઘણા વર્ષો સુધી શાસન કર્યું હતું. તમને જાણીને નવાઈ લાગશે કે અકબરનો જન્મ ભારતમાં થયો હતો, પણ તે પૂર્ણ રૂપથી વિદેશી હતા. જોકે અકબરના ચરિત્ર વિષે ઘણી વાતો જાણ્યા પછી એ નક્કી કરવું મુશ્કેલ છે કે તે એક સારા રાજા હતા કે ખરાબ.

ઈતિહાસ એવું જણાવે છે કે, અકબર એક એવા રાજા હતા જેમણે મુસ્લિમ લોકો પ્રત્યે બધાનો દૃષ્ટિકોણ બદલી નાખ્યો હતો. પણ સમયની સાથે સાથે ભારત માંથી મુગલોનું રાજ ઓછું થતું ગયું, અને રાજગાદીની પ્રથા પણ નાબૂદ થઈ ગઈ. જોકે તમને જાણીને નવાઈ લાગશે કે અકબરના વંશજ આજે પણ જીવતા છે.

જી હાં, હકીકતમાં આ વાત સાંભળવામાં ઘણી વિચિત્ર લાગે એવી છે, પણ વાત એકદમ સાચી છે. હવે તમે એવું વિચારી રહ્યા હશો કે, અકબરનું નામ તો ઈતિહાસના પાનામાં અંકિત છે. તો હવે એમના વંશજ આજના સમયમાં ક્યાંથી આવ્યા. તો અકબરના વંશજ વિષે જાણવા માટે તમારે આ લેખ આખો વાંચવો પડશે.

જાણકારી માટે જણાવી દઈએ કે, અકબરની બારમી પેઢી એટલે કે 1857 ના રાજા બહાદુર શાહજફરની ત્રીજી પેઢીના પૌત્ર જેમનું નામ રાજકુમાર યાકુબ જિયાઉદ્દીન છે. એમને આપણી ભારત સરકાર દ્વારા ઔપચારિક રૂપથી પ્રમાણ પત્ર મળ્યું છે. હાં, આ પ્રમાણ પત્રથી એ સાબિત થાય છે કે તે એક મુગલ વંશની આગલી પેઢીના રાજા છે.

અને તમને એ જાણીને નવાઈ લાગશે કે, ભારત સરકાર દ્વારા એમને કડક સિક્યોરિટી પણ આપવામાં આવી રહી છે. જોકે એ મુગલ વંશના રાજા છે કે નહીં એ વાતમાં કેટલું સત્ય છે એ બીજું કોઈ નથી જાણતું. પણ એમને ભારત સરકાર દ્વારા પ્રમાણિકતા મળી ગઈ છે, તો કોઈ એમની સામે બોલી શકે નહીં, કે તમે કોઈ અકબરના વંશજ નથી.

એમનો આંખો પરિવાર પોતાના આલીશાન મહેલ જેવા ઘરમાં રહે છે. એની સાથે સાથે એમના પોતાના ઘણા બધા ફાર્મ હાઉસ અને જમીનો પણ છે. પહેલાના સમયમાં તો ફાર્મ હાઉસ હતા નહીં, પરંતુ આજના સમયમાં ફાર્મ હાઉસ હોવા કોઈ મોટી વાત નથી. હાં, આમ પણ એમના વંશજ ભલે જુના હોય, પરંતુ એ આજની પેઢીના રાજા છે. આજે એમની પાસે ભલે રાજગાદી નહીં હોય, પણ એમનું જીવન કોઈ રાજાથી ઓછું નથી.

જણાવી દઈએ કે તેઓ પોતાનું જીવન એક રાજાની જેમ જ જીવે છે. એના સિવાય તે ઘણા પ્રકારના વ્યાપાર પણ કરે છે, અને એમનો વ્યાપાર ઘણા દેશોમાં ફેલાયેલો છે. જો તેઓ ઈચ્છે તો તે ભારત સરકાર પર કેશ કરીને પોતાના પૂર્વજોના કિલ્લા અને બીજું બધું પણ પાછું લઈ શકે છે. પણ એમનું કહેવું છે કે ભારત સરકાર એમની સંપત્તિનું સારી રીતે ધ્યાન રાખી રહી છે. જોકે એમના પોતાના પાસે કુલ કેટલી સંપત્તિ છે, આ વાતની કોઈ પુષ્ટિ આજ સુધી નથી થઈ શકી.