અજગરોની આ વસ્તીમાં ખુલ્લા ફરે છે અજગર, ‘એનાકોંડા’ ફિલ્મ જેવો દેખાય છે નજારો

0
379

મધ્યપ્રદેશના મંડલામાં કાન્હા નેશનલ પાર્ક પાસે આવેલા જંગલમાં લગભગ બે હેકટર વિસ્તારમાં અજગરોની વસ્તી છે. અહીં પહાડો અને ગુફાઓમાં મોટી સંખ્યાઓમાં અજગર નિવાસ કરે છે. અજગરોની આ વસ્તીને ‘અજગર દાદર’ અને ‘દમદમા’ ના નામથી ઓળખવામાં આવે છે. ઠંડીના દિવસોમાં અહીં એક-બે નહિ પણ અનેક અજગરો પોતાના દરની બહાર નીકળીને તડકો શેકતા જોવા મળે છે.

અહીં થોડા થોડા નજારા ફિલ્મ એનાકોંડા જેવા જોવા મળે છે. અહીં ઘણા બધા અજગર જોવા મળે છે. વિભાગ હવે આને ‘રોક પાયથન સેંચ્યુરી’ બનાવવાની કવાયતમાં જોડાઈ ગયું છે. આ જગ્યા મધ્ય પ્રદેશમાં મંડલા જિલ્લાના અંજનિયા વન પરિક્ષેત્ર અંતર્ગત કકૌયા ગામમાં છે.

અજગરોની આ વસ્તીને અજગર દાદરના નામથી ઓળખવામાં આવે છે, કારણ કે આ જંગલ અને મેદાનમાં અજગરો વસે છે. અહીં મોટા શરીર વાળા અજગર પોતાની મસ્તાની ચાલમાં ચિંતા વગર તડકામાં પોતાના શરીરને શેક આપે છે, અન્ય અજગર પહાડો વચ્ચે સુરક્ષાત્મક રીતે આરામ કરે છે. અજગરોની આ વસ્તી હવે ધીરે ધીરે પ્રખ્યાત થઈ રહી છે, અને અહીં અજગરોને જોવા માટે ઘણા બધા લોકો આવી રહ્યા છે. પર્યટકો કહે છે એક, અત્યાર સુધી તેમણે પુસ્તકો અને ફિલ્મોમાં જ અજગર જોયા હતા, હવે એમને જીવતા સામે જોવામાં આનંદ અનુભવાય છે.

પર્યટક પણ અજગર દાદર તરફ આકર્ષાતા આવી રહ્યા છે. પર્યટકોનું કહેવું છે કે, આ ઘણી સારી જગ્યા છે. સારી ઠંડીને કારણે મોટી સંખ્યામાં અજગર તડકામાં શેક લેવા માટે બહાર આવી રહ્યા છે. પર્યટક આ રીતે અજગર જેવા વિશાળ જીવને પોતાની સામે સરકતા જોઈને રોમાંચિત થઈ જાય છે.

સ્થાનિક લોકો જણાવે છે કે, દૂર દૂરથી લોકો અજગરને જોવા માટે અહીં આવે છે. સવારના પહોરમાં મોટી સંખ્યામાં લોકોને અજગર જોવા મળી રહ્યા છે.

સંબંધિત વિભાગે અજગરોની આ વસ્તીને ‘રોક પાયથન સેંચુરી’ બનાવવાનો પ્રસ્તાવ સરકારને મોકલ્યો છે. એમણે જણાયું કે આ ઋતુમાં અજગર જોવા મળે છે. એમને જોવા માટે કાન્હા જવા વાળા પર્યટક અહીં પહોંચી રહ્યા છે. અજગરોની સુરક્ષા માટે સટાફ હાજર રહે છે.

જણાવવામાં આવે છે કે, વર્ષ 1926 માં આવેલા પૂર પછી આ વિસ્તાર સંપૂર્ણ રીતે પોલો થઈ ગયો હતો. એટલે અહીં ઉંદર, ખિસકોલી વગેરે જીવોએ પોતાનું ઘર બનાવી લીધું હતું. અને આવા જીવ અજગરોનું પ્રિય ભોજન માનવામાં આવે છે. ભોજન વગેરે માટે અનુકૂળ આ પોલા સ્થાનને અજગરોએ પણ પોતાનું ઘર બનાવી લીધું, અને આ વિસ્તાર ‘અજગર દાદર’ કહેવાવા લાગ્યો.

અજગર ઠંડા લોહી વાળી પ્રજાતિ હોય છે, ઠંડીની ઋતુમાં પોતાની પ્રકૃતિને કારણે અજગરોને સૂર્ય પ્રકાશની જરૂર હોય છે, જેના માટે તે બહાર નીકળે છે, અને ગામ લોકોના આકર્ષણનું કેંદ્ર બની જાય છે. અજગરોનો નર, માદા અને બાળકોનો આ તાલમેલ ફક્ત આ દિવસોમાં જ જોવા મળે છે.

આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.