અજા એકાદશી : સુખ-સમૃદ્ધિ અને પાપના નાશ માટે કરવામાં આવે છે આ વ્રત, જાણો વધુ વિગત

0
1479

હિંદુ કેલેન્ડર અનુસાર શ્રાવણ મહિનાની કૃષ્ણપક્ષ એકાદશીની તિથિને અજા એકાદશી કહેવામાં આવે છે. આ તિથિ શ્રી કૃષ્ણના જન્મ દિવસ એટલે કે જન્માષ્ટમી પછી આવે છે. આને કામિકા અથવા અન્નદા એકાદશી પણ કહેવામાં આવે છે. આ એકાદશી પર ભગવાન વિષ્ણુના ‘ઉપેન્દ્ર’ સ્વરૂપની પૂજા આરાધના કરવામાં આવે છે. તથા રાત્રે જાગરણ પણ કરવામાં આવે છે.

આ વખતે 27 ઓગસ્ટના રોજ આ એકાદશી આવી રહી છે. આ દિવસે વ્રત અને ભગવાન વિષ્ણુની પૂજાનું મહત્વ જણાવવામાં આવ્યું છે. એવું કરવાથી દરેક પ્રકારના પાપ ખતમ થઇ જાય છે, અને સુખ સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે.

આજે અમે તમને જણાવીશું કે અજા એકાદશી વ્રત કઈ રીતે કરવું? એની પૂજાની વિધિ શું છે? અને એનું મહત્વ શું છે? માટે આ લેખ છેલ્લે સુધી વાંચજો અને બીજાને પણ શેયર કરજો, જેથી તેઓ પણ આની માહિતી મેળવી શકે.

કેવી રીતે કરવામાં આવે છે અજા એકાદશીનું વ્રત :

અજા એકાદશી પર સૂર્યોદય પહેલા ઉઠી જાવ.

આ દિવસે જલ્દી ઉઠીને ઘરની સાફ સફાઈ કરો.

કચરા પોતું કર્યા પછી આખા ઘરમાં ગૌ મૂત્રનો છંટકાવ કરો.

પછી શરીર પર તેલ અને માટીનો લેપ લગાવીને ધરોઇથી સ્નાન કરો.

સ્નાન કર્યા પછી એકાદશી વ્રત અને પૂજાનો સંકલ્પ લો.

ત્યારબાદ આખો દિવસ વ્રત રાખો. આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરો, અને શ્રદ્ધા અનુસાર દાન કરો.

વ્રતમાં તમે અન્ન ગ્રહણ નથી કરી શકતા, પરંતુ એકવાર ફળાહાર કરી શકાય છે.

અજા એકાદશીની પૂજા વિધિ :

ઘરમાં પૂજાના સ્થાન પર અથવા પૂર્વ દિશામાં કોઈ સ્વચ્છ જગ્યા પર ગૌમૂત્ર છાંટીને ત્યાં ઘઉં મુકો. પછી એના પર તાંબાનો લોટો એટલે કે કળશ મુકો.

કળશને પાણીથી ભરો અને એના પર આસોપાલવના પાંદડા અથવા દાંડી વાળા પાન મુકો અને એના પર નારિયેળ મૂકી દો. આ પ્રકારે કળશ સ્થાપના કરો.

કળશ પર અથવા એની નજીક વિષ્ણુ ભગવાનની મૂર્તિ મૂકીને કળશ અને ભગવાન વિષ્ણુની પૂજા કરો. દીવો પ્રગટાવો અને બીજા દિવસે એ કળશની સ્થાપનાને ત્યાંથી હટાવી દો.

પછી એ કળશનું પાણી આખા ઘરમાં છાંટો અને વધેલું પાણી તુલસીમાં નાખી દો.

અજા એકાદશીનું ફળ અને મહત્વ :

અજા એકાદશી પર જે કોઈ વ્યક્તિ ભગવાન વિષ્ણુની પૂજા અને વ્રત કરે છે, એમના પાપ નાશ થઇ જાય છે. વ્રત અને પૂજાના પ્રભાવથી સ્વર્ગલોકની પ્રાપ્તિ થાય છે. આ વ્રતમાં એકાદશીની કથા સાંભળવા માત્રથી અશ્વમેઘ યજ્ઞનું ફળ મળે છે. આ વ્રતને કરવાથી જ રાજા હરિશચંદ્રને પોતાનું રાજ્ય પાછું મળી ગયું હતું, અને મૃત પુત્ર પણ ફરીથી જીવિત થઈ ગયો હતો. અજા એકાદશી વ્રત કરવાથી વ્યક્તિને હજાર ગૌ-દાન કરવા સમાન ફળ પ્રાપ્ત થાય છે.

મિત્રો, જો તમને અમારો આ લેખ પસંદ આવ્યો હોય, તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તેમજ તમે તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો એ તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરીને લોકો સુધી પહોંચાડી શકીએ. અને ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશની જાણકારી, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

આ માહિતી દૈનિક ભાસ્કર અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.