આ મહિલા છે એશ્વર્યા રાયની ડુપ્લીકેટ, સારા સારા લોકો પણ એને જોઇને માર ખાઈ જાય છે, તમે જાતે જોઇ લો.

0
1315

મિત્રો તમે એ વાત સાંભળી હશે કે, આ દુનિયામાં એક જેવા દેખાતા ઘણા લોકો હોય છે. અને કદાચ તમે એવા અમુક લોકોને જોયા પણ હશે કે જે તમારા કોઈ મિત્ર કે ઓળખીતા જેવા જ દેખાતા હોય. જણાવી દઈએ કે એ જ રીતે આપણી બોલીવુડની પ્રખ્યાત અભિનેત્રી એવી એશ્વર્યા રાયની પણ ડુપ્લીકેટ મહિલા છે. તે બેઠ્ઠી એશ્વર્યા રાય જેવી જ દેખાય છે. આવો તમને એમના વિષે થોડી જાણકારી આપીએ.

અમે જે મહિલાની વાત કરી રહ્યા છીએ એનું નામ છે મહલાધા જબેરી. અને એ એક ઈરાની મોડલ છે. જણાવી દઈએ કે, મહલાધા જબેરીના ફોટા ઘણા ચર્ચામાં છે. અને ૨૯ વર્ષની આ મહિલા એટલી સુંદર છે કે, ઘણા ફોલોઅર્સ તેમની સરખામણી એશ્વર્યા રાય સાથે કરે છે. એટલું જ નહીં ઘણા લોકો તો માને છે કે તે એશ્વર્યાની હમશકલ છે. જાણકારી માટે જણાવી દઈએ કે, મહલાધાનો જન્મ ૧૭ જુન ૧૯૮૯ ના રોજ ઈરાનના ઇસ્ફહાન શહેરમાં થયો છે.

મહલાધા યોગ દ્વારા રાખે છે પોતાને ફીટ :

આપણે તો આપણા જ દેશની શોધ એવા યોગને ભૂલી રહ્યા છીએ, પણ આ ઈરાની મોડલ પોતાને ફીટ રાખવા માટે યોગ કરે છે. તેમણે યોગને પોતાના રોજીંદા જીવનમાં ઉમેરી દીધું છે. અને તેમણે પોતે જ એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, “યોગ મને પરફેક્ટ ફિગર મેળવવવામાં મદદ કરે છે, અને સાથે જ એનાથી મારા મનને શાંતિ પણ મળે છે.”

2.8 મિલિયન ફોલોઅર્સ છે મહલાધાના :

એ તો અમે જણાવ્યું કે મહલાધા જબેરી મૂળ ઈરાનની રહેવાસી છે, અને વ્યવસાયથી એક મોડલ છે. સાથે સાથે એ પણ જણાવી દઈએ કે, તે સોશિયલ મીડિયા ઉપર ઘણી એક્ટીવ રહે છે. તેના ઈનસ્ટાગ્રામ પર 2.8 મિલિયન એટલે કે 28 લાખ ફોલોઅર્સ છે.

મહલાધા જબેરીનો જન્મ ઈરાનમાં થયો છે, પણ હવે મોડલિંગ કરિયરને કારણે તે અમેરિકાના સેન ડીએગોમાં રહે છે.
જણાવી દઈએ 5 ફૂટ 8 ઇંચની મહલાધા હાલના દિવસોમાં ફેશન ડિઝાઈનર્સની પહેલી પસંદ બની રહેલી છે. અત્યાર સુધી તે વોલ્ટર મેન્ડેજ, મિસ હોલી કલોદિંગ માટે મોડલિંગ કરી ચુકી છે.

અને મહલાધાને મોડલિંગ કરવાં સિવાય ઘોડે સવારીનો પણ ઘણો શોખ છે. તે જણાવે છે કે, નવરાશના સમયમાં ઘોડે સવારી કરવી અને શોપિંગ કરવું તેનું મનપસંદ કામ છે. સાથે જ તેને ફિલ્મ જોવાનો પણ શોખ છે. તે અંગ્રેજી રોમાન્ટિક અને સાયન્સ ફિક્શન ફિલ્મ જોવાનું પસંદ કરે છે.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.