મિસ વર્લ્ડ એશ્વર્યા રાય મરતી હતી આ હૈંડસમ અભિનેતાઓ પર, એક જોડે કરવાની હતી લગ્ન.

0
1695

મિત્રો, ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એશ્વર્યા રાયના લગ્ન પહેલા એમની સુંદરતા કરતા વધારે એમના અફેયરની ચર્ચા કરવામાં આવતી હતી. એશ્વર્યાએ જ્યારથી ઇન્ડસ્ટ્રીમાં પગ મુક્યા છે, ત્યારથી એમની પોતાના અફેયરને કારણે ચર્ચા થતી રહી છે. જો કે હવે તો એશ્વર્યા રાય બચ્ચન પરિવારની વહુ છે. પણ તેમણે પોતાના ફિલ્મી કેરિયરમાં ઘણી આલોચનાઓ ઝેલી છે.

જાણકારી માટે જણાવી દઈએ કે, જ્યારે એશ્વર્યા રાય બોલીવુડમાં નવી નવી આવી હતી, ત્યારે પણ તે પોતાની સુંદરતાને લઈને ચર્ચામાં રહી હતી. એવામાં હાલમાં તો એશ્વર્યા સાથે બચ્ચન પરિવારનું નામ જોડાયેલું છે, જે પોતામાં જ એક બ્રાન્ડ છે. બચ્ચન પરિવારની વહુ બનતા પહેલા એશ્વર્યાએ ખુબ અફેયર કર્યા હતા. એશ્વર્યા જેને પણ પ્રેમ કરતી તેની સાથે સિરિયસ થઇ જતી હતી. આ કારણ છે કે, તેમના અફેયરની ચર્ચા આજે પણ લોકોને યાદ છે. દુનિયા ભરનાં લોકોને પોતાનાં દીવાના બનાવવા વાળી એશ્વર્યા પણ ઘણા લોકોની દીવાની રહી ચુકી છે.

આજના આ લેખમાં અમે તમને એશ્વર્યા રાયના અફેયર વિષે જણાવવા જઈ રહ્યા છે. આમ તો એશ્વર્યાનું નામ ઘણા લોકો સાથે જોડાઈ ચૂક્યું છે, પરંતુ એશ્વર્યાનું દિલ હજી સુધી ફક્ત ત્રણ લોકો પર જ હાર્યુ છે. જેમાંથી એક તેમના પતિ અભિષેક બચ્ચન છે.

જાણકારી માટે જણાવી દઈએ કે, બચ્ચન પરિવારની વહુનું નામ એક મોટા સુપરસ્ટારની સાથે જોડાઈ ચૂક્યું છે. તો તેમના બીજા પ્રેમનું નામ તો હવે બોલીવુડની દુનિયામાં ગુમ થઇ ગયું છે. તો ચાલો જાણી લઈએ કે, એશ્વર્યા કયા એક્ટરો પર ફિદા થઇ ગઈ હતી.

1. સલમાન ખાન :

એ તો બધા જાણે જ છે કે, એશ્વર્યા રાય સલમાન ખાનની પણ ગર્લફ્રેન્ડ રહી ચુકી છે. અને આ બંને વચ્ચે ખુબ સારી બોલ્ડીંગ પણ હતી. પણ બંનેના સબંધ વધારે દિવસ સુધી ટકી શક્યા નહીં. જો કે કેટલાક દિવસ સુધી સલમાન ખાન અન્ય કોઈનું પણ એશ્વર્યાની સાથે રહેવું સહન કરી શકયો ન હતો. એ પણ જણાવી દઈએ કે, સલમાન ખાન અને એશ્વર્યાના સબંધ એક ઝાટકામાં ખત્મ થઇ ગયા હતા. બે પ્રેમ કરવા વાળા અલગ થઇ ગયા, પણ બંનેની જોડી ખુબ સારી લાગી રહી હતી.

2. વિવેક ઓબેરોય :

જણાવી દઈએ કે, સલમાન ખાનથી અલગ થયા પછી એશ્વર્યાનું દિલ વિવેક પર આવી ગયું હતું. અને વિવેકની સાથે એશ્વર્યાનું નામ ઘણા દિવસો સુધી ચાલ્યું હતું. તેમજ એ સમયે વિવેક સાથેના સંબંધને લઈને એશ્વર્યા ઘણી સિરિયસ પણ દેખાઈ રહી હતી. એશ્વર્યા સાથે વિવેકની વધતી નિકટતા સલમાનને પસંદ નહોતી આવી, એ પછી સલમાને વિવેકને એશ્વર્યાથી દૂર રહેવા માટે ધમકી પણ આપી દીધી હતી. અને આજે પણ સલમાન અને વિવેકના સંબંધ સુધાર્યા નથી.

3. અભિષેક બચ્ચન :

બે મોટા કલાકારો સાથે અફેયર રહ્યા પછી એશ્વર્યાનું દિલ અભિષેક બચ્ચન પર આવ્યું. અને એમનો પ્રેમ ખુબ જલ્દી જ લગ્નમાં પરિવર્તિત થઇ ગયો. આજે એશ્વર્યા અને અભિષેક એક સારું કપલ છે. આમની એક ક્યૂટ છોકરી પણ છે. અભિષેકની સાથે એશ્વર્યાના લગ્નને લઈને કોઈ સમસ્યા આવી નહિ, કારણ કે અમિતાભ બચ્ચનને એશ્વર્યા પહેલાથી જ પસંદ હતી.