પત્ની સાથે પુલમાં રોમાન્ટિક અંદાજમાં દેખાયો એશ્વર્યા રાયનો એક્સ બોયફ્રેન્ડ, અહીં કરી રહ્યો છે પરિવાર સાથે મસ્તી.

0
291

પરિવાર સાથે એન્જોય કરતા દેખાયો એશ્વર્યા રાયનો આ એક્સ બોયફ્રેન્ડ, વાયરલ થઇ રહ્યા છે ફોટા. આજના કોરોના સમયગાળામાં સામાન્ય લોકોની જેમ બોલીવુડ જગતે પણ ઘણી મોટી આર્થિક નુકશાની વેઠવી પડી રહી છે. થોડા સમય પહેલા તો સંપૂર્ણ બોલીવુડ જાણે કે થંભી જ ગયું હતું, પણ હવે ધીમે ધીમે તેની કામગીરી પણ શરુ થઇ રહી છે.

કોરોનાને કારણે લોકો ડરના વાતાવરણમાં જીવન પસાર કરી રહ્યા છે. દરરોજ હજારો લોકો આ વાયરસની ઝપટમાં આવી રહ્યા છે. આમ તો સરકાર લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને ઘણા મહત્વના પગલા ભરી રહી છે. અને લોકડાઉન પછી સામાન્ય લોકોની જેમ જ બોલીવુડ સેલેબ્સ પણ તેમના કામ ઉપર પાછા ફર્યા છે. તો અમુક સેલેબ્સ તેમના ફ્રેન્ડ સાથે વેકેશનની મજા માણવા નીકળી ગયા છે. મોટાભાગના સેલેબ્સ આ વખતે માલદીવમાં રજા પસાર કરતા જોવા મળ્યા. જેમાં વિવેક ઓબેરોયનો પણ સમાવેશ થાય છે.

જણાવી દઈએ કે, હાલમાં જ એશ્વર્યા રાય બચ્ચનના એક્સ બોયફ્રેન્ડ વિવેક ઓબેરોયે તેના ઈંસ્ટાગ્રામ ઉપર ફેમીલી સાથે વેકેશન મનાવતા ઘણા ફોટા શેર કર્યા છે. વિવેક પણ પોતાની પત્ની અને બાળકો સાથે માલદીવમાં જ એન્જોય કરી રહ્યા છે. વિવેકે ઈંસ્ટાગ્રામ ઉપર તેના ફોટા શેર કર્યા છે, જેમાં તે પત્ની પ્રિયંકા સાથે પુલમાં રોમાન્ટિક અંદાજમાં જોવા મળી રહ્યા છે.

વિવેકે વેકેશનના ફોટા શેર કરી લખ્યું – સનસેટ. જાદુઈ સમય. તેની સાથે જ તેમણે હાર્ટ ઈમોજી પણ શેર કરી છે. વિવેક અને પ્રિયંકાના આ ફોટાને પ્રશંસક ખુબ લાઈક કરી રહ્યા છે. વેકેશનની મજા માણતા દરમિયાન વિવેક પોતાની પત્ની પ્રિયંકા સાથે દરિયા કિનારે સાયકલ ચલાવતા પણ દેખાયા. વિવેક અને પ્રિયંકા અલ્વાએ 2011 માં લગ્ન કર્યા હતા. બંનેએ એરેન્જ મેરેજ કર્યા હતા. તે બંનેને 2 બાળકો વિવાન અને અમેયા છે. પોતાના વેકેશન દરમિયાન વિવેક પુલમાં મસ્તીના મુડમાં જોવા મળ્યા. તેમની પત્ની પ્રિયંકાએ ઓરેન્જ કલરની બીકીની પહેરી હતી, જેમાં તે ઘણી સુંદર દેખાઈ રહી હતી.

વિવેકે હાલમાં જ સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ શેર કરતા જણાવ્યું હતું કે, તે કામ ઉપર પાછા ફરી ચુક્યા છે. તેમણે ઈંસ્ટાગ્રામ ઉપર એક વિડીયો શેર કર્યો હતો, જેમાં તે પોતાની આગામી ફિલ્મ ‘રોઝી : ધ સૈફરોન ચેપ્ટર’ માટે ફોટોશૂટ કરાવતા જોવા મળ્યા હતા. વિવેક છેલ્લી વખત ફિલ્મ પીએમ નરેન્દ્ર મોદીમાં જોવા મળ્યા હતા. આ ફિલ્મનું નિર્દેશન ઓમંગ કુમારે કર્યું હતું.

આ માહિતી એશિયનનેટ ન્યુઝ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.