જન્મદિવસ પર સિલ્ક ગાઉનમાં એશ્વર્યા રાયે વર્તાવ્યો કેર, હવાથી પણ ઝડપથી વાયરલ થયા ફોટા

0
1037

બોલીવુડની સુંદર અભિનેત્રીઓની યાદીમાં એકદમ ટોપ ઉપર રહેલી એશ્વર્યા રાયે ૧ નવેમ્બરના રોજ પોતાનો જન્મ દિવસ ઉજવ્યો હતો. આ વિશેષ સમયે તેના ફેંસ તેમની સાથે જોડાયેલી તમામ નાની મોટી જાણકારીઓ જાણવા માટે ઉત્સુક છે. આ કડીમાં તેમના જન્મ દિવસ ઉપર તેમના થોડી ફોટા સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઇ રહ્યા છે, જેમાં તે ઘણી જ વધુ સુંદર લાગી રહી છે. જે તેના ફેંસ માટે તેમના તરફથી એક નાની એવી ગીફ્ટ છે.

બોલીવુડ અભિનેત્રી અને બચ્ચન પરિવારની વહુ એશ્વર્યા રાય દર વખતની જેમ આ વખતે પણ પોતાના જન્મ દિવસ ઉપર પોતાના લુકને કારણે જ ચર્ચામાં આવી છે. એશ્વર્યા રાયે પોતાના જન્મ દિવસ માટે એક ખાસ ફોટોશૂટ કરાવ્યો છે, જેમાં તેની સુંદરતા ઘણી વધુ ઉભરી આવતી જોવા મળી રહી છે. એટલું જ નહિ, એશ્વર્યા રાયના આ ફોટા જોઈને અભિષેક બચ્ચનને તો તેમની સાથે ફરી વખત પ્રેમ થઇ જશે. અને એશ્વર્યા પોતાના ફેન્સ ઉપર તો હંમેશા જાદુ પાથરતી જોવા મળી જ રહે છે. એ વાત તો સ્પષ્ટ છે કે, આ ફોટામાં એશ્વર્યા રાય ઘણી જ વધુ સુંદર લાગી રહી છે.

સફેદ ગાઉનમાં એશ્વર્યા રાયનો ગ્લેમરસ લુક :

પોતાના જન્મ દિવસના અવસર પર એશ્વર્યા રાયે થોડા ફોટા સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ કર્યા છે, જેમાં તે સફેદ ગાઉનમાં જોવા મળી રહી છે. એશ્વર્યા રાય આ ફોટામાં ઘણી જ વધુ સુંદર દેખાઈ રહી છે. એટલું જ નહિ, આ ફોટામાં તેમણે સફેદ ગાઉન સાથે હળવો એવો મેકઅપ પણ કર્યો છે, જે તેના લુકને પૂરો કરી રહ્યો છે. આ ફોટા પોસ્ટ કરવાની વાર હતી, ત્યાર પછી તો તે પોતે સોશિયલ મીડિયા ઉપર આગની જેમ વાયરલ થઈ ગયા.

પહેલા કરતા બદલાઈ ગયો એશ્વર્યા રાયનો લુક :

સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયેલા ફોટામાં એશ્વર્યા રાયનો લુક પહેલાની અપેક્ષાએ ઘણો બદલાઈ ગયેલો જોવા મળી રહ્યો છે. આ ફોટામાં એશ્વર્યા રાય ઘણી જ વધુ સુંદર લાગી રહી છે. તેના ચહેરાનું હાસ્ય તો લોકોના દિલ જીતવાનું કામ કરી રહ્યું છે. એશ્વર્યા રાયે ખુલ્લા વાળ રાખેલા છે, અને ચહેરા ઉપર અલગ પ્રકારની માસુમિયત જોવા મળી રહી છે, જે જોઇને લોકોને તેની સાથે પ્રેમ થઇ જાય. આ ઉંમરમાં પણ એશ્વર્યા રાય કોઈ ૨૦ વર્ષની છોકરી જેવી જોવા મળી રહી છે.

સફેદ છે ફેવરીટ :

બોલીવુડ અભિનેત્રીએ પોતે એક ઈન્ટરવ્યુંમાં ખુલાસો કર્યો હતો કે, તેનો સૌથી ફેવરેટ રંગ સફેદ છે, જેને તે ખુબ જ વધુ પસંદ કરે છે. તેવામાં ઘણી વખત એશ્વર્યા રાયના સફેદ ડ્રેસમાં ફોટા સામે આવી ચુક્યા છે. પરંતુ આ સિલ્ક સફેદ ગાઉનમાં તો તે લોકો ઉપર જાદુ પાથરતી જોવા મળી રહી છે, જે જોઈ તેના ફેન્સ ઘણા જ ઉત્સાહિત થઇ ગયા છે. એશ્વર્યા રાય પોતાના પતિ અને દીકરી સાથે વિદેશમાં પોતાનો જન્મ દિવસ ઉજવવા માટે ગઈ છે.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.