લો બોલો, અમદાવાદમાં ટ્રિપલ સવારીમા જતી મહિલાને ટ્રાફિક પોલીસે રોકી તો ઉઠાવ્યું ચંપલ ને થઈ ગયું…

0
1204

મિત્રો, ટ્રાફિકના નિયમોનું પાલન કરવું આપણી ફરજ બને છે. બીજા લોકો શું કરે છે એ ન જોતા આપણે આપણા તફરથી ઈમાનદાર બનીને એનું પાલન કરવું જોઈએ. અને એ નિયમો આપણી સુરક્ષા અને સગવડ માટે જ બનાવ્યા હોય છે. જેમ કે હેલ્મેટ પહેરીને ટુ વ્હીલર ચલાવવું, સીટ બેલ્ટ બાંધીને ફોર વ્હીલર ચલાવવું, સ્પીડ લિમિટમાં ગાડી ચલાવવી, ગાડી ચલાવતા સમયે ફોન પર વાત ન કરવી, ટ્રિપલ સીટ સવારી ન કરવી વગેરે. આ બધા નિયમો આપણી સુરક્ષા માટે છે.

અને ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરતા પકડાવા પર દંડ ભરવો પડે છે. એ દંડ એટલા માટે હોય છે કે લોકો નિયમનું પાલન કરે અને સુરક્ષિત રહે. પણ અમુક લોકોને આ બધું પસંદ નથી હોતું, અને તેઓ મન ફાવે એમ કરે છે. તેમજ દંડ ભરવાથી બચવા માટે લોકો નવી નવી ટ્રીક અજમાવે છે. અને હાલમાં ગુજરાતના અમદાવાદમાંથી એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે.

અહીં એક મહિલાએ ટ્રાફિક નિયમનું ઉલ્લંઘન કર્યું અને દંડ ન ભરવો પડે એટલા માટે ટ્રાફિક પોલીસ પર ચંપલ ઉગામ્યું. જી હા, અમદાવાદના વિક્ટોરિયા ગાર્ડન ચાર રસ્તા પોઈન્ટ પર એક મહિલાએ ટ્રાફિક પોલીસ સામે ચંપલ ઉગામ્યું હતું, અને એ કારણે મોટો હંગામો સર્જાયો હતો. એ મહિલાએ નિયમનો ભંગ કર્યો અને ઉપરથી ટ્રાફિક પોલીસને સામે થઇ અને એની ચંપલ ઉગામ્યું, ત્યારે અન્ય એક મહિલા પોલીસ જવાન મામલો શાંત કરવા વચ્ચે પડ્યા હતા.

સૂત્રો દ્વારા મળેલી જાણકારી અનુસાર ચંપલ ઉગામનાર મહિલા પોતે ત્રણ સવારી લઈને સ્કૂટર પર જઈ રહી હતી. આથી ટ્રાફિક પોલીસે તેને રોકી અને લાઇસન્સ સહિત બીજા દસ્તાવેજો ચકાસવા માટે માંગ્યા. પછી એને 1000 રૂપિયા દંડ ભરવા કહેતા, એ મહિલાએ દંડ ન ભરવો પડે એટલા માટે આ કારનામુ કર્યું. ત્યારબાદ એ ટ્રાફિક જવાને અમદાવાદના ગાયકવાડ પોલીસ સ્ટેશનમાં સરકારી કામગીરીમાં અડચણ ઉભી કરવા બદલ એ મહિલા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી, આથી પોલીસે મહિલાની ધરપકડ કરી હતી.

જાણકારી માટે જણાવી દઈએ કે, આ ઘટના સોમવારે સવારના 10.30 વાગ્યાની આસપાસ બની હતી. શહેરના ઈ-ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનના એ.એસ.આઈ. ડાહ્યાભાઈ રત્નાભાઈ પોતાના સ્ટાફ સાથે ફરજ બજાવી રહ્યા હતા. ત્યારે એક એક્ટિવા પર એક મહિલા ટ્રિપલ સવારી લઈને જઈ રહી હતી. આથી ડાહ્યાભાઈએ તેમને રોક્યાં. ત્યારબાદ તેમણે એમનું નામ પૂછ્યું તો તેણે પોતાનું નામ જણાવવાની ના પાડી, અને લાઈસન્સ માંગ્યું તો તેણે લાઈસન્સ આપવાની પણ ના પાડી દીધી.

પછી ટ્રાફિકના નિયમનો ભંગ કરવા બદલ મહિલાને દંડ ભરવા કહેવામાં આવ્યું, તો તેણે એ એના માટે પણ ના પાડી હતી અને રકઝક શરૂ કરી હતી. એવામાં ડાહ્યાભાઈએ એની સાથે ટ્રાફિક નિયમન કરતા મહિલા કર્મચારી પિનલબેનને બોલાવ્યાં. પછી તેમણે એ મહિલાને એમનું નામ પૂછ્યું, તો તેણે પોતાનું નામ ખ્યાતિ અજયભાઈ ઉમરાડિયા જણાવ્યું.

ટ્રાફિક નિયમ તોડવા બદલ 1000 રૂપિયા દંડ ભરવાનું કહેવાથી મહિલા ઉશ્કેરાઈ ગઈ હતી, પછી હું દંડ નહીં ભરું, તમારાથી થાય તે કરી લો એવું કહીને પોતાના પગનું ચંપલ કાઢી ડાહ્યાભાઈ સામે ઉગામ્યું હતું. એ દરમિયાન પિનલબેને તેમને વચ્ચે પડી રોકી લીધાં હતાં. એ પછી ડાહ્યાભાઈએ પોલીસ સ્ટેશનમાં ખ્યાતિ ઉમરાડિયા વિરુદ્ધ પોલીસની કાયદેસરની ફરજમાં અડચણ કરવા માટે ફરિયાદ નોંધાવી હતી.

બીજા એક કિસ્સો બન્યો છે, જેમાં એક વ્યક્તિએ ટો ક્રેઈન વિરુદ્ધ હંગામો કર્યો હતો. આ કિસ્સો સાબરમતીનો છે. અહીં ટ્રાફિક વિભાગની ક્રેઈન રસ્તામાં અડચણરૂપ બનતા વાહનોને ટો કરવાનું કામ કરી રહી હતી. એ દરમિયાન ક્રેઈન સાબરમતી ટોલનાકા પાસે આવી, ત્યારે રાહુલ શ્યામસુંદર મનિરહાર નામનો એક વ્યક્તિ એની સામે આવ્યો હતો, અને તમે સાબરમતી પોલીસ સ્ટેશનની આગળ પડેલા વાહનો કેમ ઉપાડતા નથી તેમ કહીને બૂમો પાડવા લાગ્યો હતો.

એ ઉપરાંત એણે ક્રેઈનના ફોટા પાડવાનું શરૂ કર્યું હતું. એ પછી સાબરમતી પોલીસનો સ્ટાફ એ સ્થળ પર આવ્યો અને તેને ત્યાંથી હટાવ્યો. આ કિસ્સામાં હેડ કોન્સ્ટેબલ રાજેન્દ્રસિંહ કાંતિભાઈની ફરિયાદ પછી પોલીસે રાહુલની ધરપકડ કરી હતી.